સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન

ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.

અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”

ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.

આખી સપ્લાય ચેનમાં સબ સલામત.

પણ કદીક એમ બને કે, શેરડીનું ઉત્પાદન જ બંધ થઈ જાય તો? અને કદિક એ દિવસ આવવાનો જ છે.

એ દિવસે?

વીજ સ્રોતો સૂકાશે – પાણીની અછત સર્જાશે – ખેતરો સૂકાં ભંઠ બનશે – સપ્લાય ચેન સૂકાશે. મારો ખાંડનો ડબો સાવ ખાલીખમ્મ પડ્યો રહેશે.

  • તમે કહેશો,
    • ” क्यूं काजी, सारे गांवकी चिंता?“
  • હા સ્તો ,
    • ‘ सब सलामत है.’

પણ આ અદકપાંસળી જીવની ઊંઘ ઘણી વાર આવા વ્યર્થ ખયાલોમાં ઊડી જાય છે.

તમારી ઊંઘ કદી આમ ઊડી જાય છે, વારુ?!

…………………………………………………….

આ જ સંદર્ભનું બીજુ એક અવલોકન – ‘ સાબુ પર સાબુ’

અને એક ભયાનક સ્વપ્ન – ‘ અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ ‘ 

Advertisements

10 responses to “ખાંડનો ખાલી ડબો – એક અવલોકન

  1. pragnaju એપ્રિલ 15, 2011 પર 9:45 એ એમ (am)

    “ખેતરો સૂકાં ભંઠ બનશે –
    સપ્લાય ચેન સૂકાશે.
    મારો ખાંડનો ડબો સાવ ખાલીખમ્મ પડ્યો રહેશે”
    ત્યારે ડાયાબીટીસવાળાના લોહી- પિશાબમાંથી ખાંડનું ઉત્પાદન થતું થ ઇ ગયું હશે!…હંમણા જેમ ગાભણી ઘોડીના પિશાબમાંથી પ્રીમૅરિન બને છે તેમ…

    • સુરેશ જાની એપ્રિલ 15, 2011 પર 11:13 એ એમ (am)

      ડાયાબીટીસવાળાના લોહી- પિશાબમાંથી ખાંડનું ઉત્પાદન થતું થ ઇ ગયું હશે!
      ————–
      અરે! માડી , ઈવડા ઈ ડાહ્યા બીટ્ટી વાળા ક્યાંથી ખાંડ ખાશે? !!!!

    • dee35 જૂન 12, 2013 પર 6:37 પી એમ(pm)

      પ્રીમેરિન શું છે? વિગતે જણાવવા વિનંતી.

      • pragnaju જૂન 13, 2013 પર 8:13 એ એમ (am)

        Premarin is the commercial name for a medication consisting primarily of conjugated estrogens. Isolated from mares’ urine (pregnant mares’ urine), it is manufactured by Wyeth Pharmaceuticals (part of Pfizer since January 2009) and has been marketed since 1942. It is available in oral (0.3/​0.45/​0.625/​0.9/​1.25 mg), IV, and topical (vaginal) form. આ બધું ખાંખાખોળામા મળશે
        ચીન ધંધો કરવામા નીષ્ણાત છે. સાત મહીનાવાળા ગર્ભિણી સ્ત્રીના પિશાબ પણ અમેરિકા મોકલે ! હજુ ચોક્કસ નથી પણ અમેરીકાના એક દર્દીના આંતરડાની બીમારી માટે ચીનથી આવેલ માનવમળ દર્દીના આંતરડામા મૂકતા ફેર પડ્યો! પ્રોટીન પણ પ્લાસ્ટીકમાંથી બનાવી તેમાંથી દૂધ બનાવ્યું! અને A,T,G,C માં શું કરે તેતો કલ્પનાનો વિષયછે
        આ તો તમારા અફલાતુન માટે…

  2. Ramesh Patel એપ્રિલ 15, 2011 પર 6:11 પી એમ(pm)

    હસતાં હસતાં ખોટુ લગાડ્યા વગર હળવા થવા આવું વાંચવું ખૂબ જ જરૂરી છે…

    શેખચલ્લીને જરા સારાં સ્વપ્નો આવતાં…પણ અહીં વાતતો મજાની છે પણ કદાચ યુગો પછી કે નજીકના સમયમાં આ દહેશત
    સાચી પણ પડી જાય. ૬૦+ થોડી ઓછી ચીન્તા કરીએ તો…
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. La'Kant, એપ્રિલ 16, 2011 પર 1:38 એ એમ (am)

    Chintaa thaay!Karee levee1 Jo kain karee shakaay to K A R A V U! Nahinto just sahaj bhulee javu,biju shu? Kyarek aavu vanchee…man mhoree pan uthe! Kaink NAVTAR MALE TO MALEE PAN JAAY.Vichaarbhathu!Lage Raho Munnabhaai!!!-La’ Kant, “Kaink”

  4. Pingback: અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર | ગદ્યસુર

  5. અક્ષયપાત્ર/Axaypatra જૂન 12, 2013 પર 2:35 પી એમ(pm)

    વધુ ભોગો વધુ બિમારી તરફ જ લઈ જાય અને ઉપલબ્ધ હોય તે બધુ ભોગવી લેવાની પ્રકૃતિ જ બોમારીનું કારણ બની રહે છે.

  6. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

  7. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: