સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બારણું – એક અવલોકન

મારી રૂમમાં હું બેઠો છું. બારણું બંધ છે. રૂમની બહાર શું છે, તે હું જોઈ શકતો નથી. રૂમની બહારથી પણ કોઈ અંદર જોઈ શકતું નથી. બારણું ખોલ્યા વગર હું બહાર જઈ શકતો નથી; તેમ જ કોઈ અંદર આવી શકતું નથી. બારણાં અને ભીંત વચ્ચે  કશો ફરક નથી. માત્ર એટલો જ ફરક કે, બારણું ખોલી શકાય છે!

દિવાનખંડ અને રસોડાને કોઈ બારણું જ નથી. ત્યાં આવન-જાવન મુક્ત છે.

ઘરને પણ બારણું છે; એમાં બહાર જોઈ શકાય તેવું છિદ્ર છે. એમાંથી હું બહાર જોઈ શકું છું; પણ બહારની વ્યક્તિ અંદર જોઈ શકતી નથી.

બેકયાર્ડમાં જવાનું બારણું કાચનું છે; એમાંથી બહારથી અંદર તેમ જ અંદરથી બહાર જોઈ શકાય છે. પણ આવન જાવન માટે એ બારણું ખોલવું પડે છે. 

ઓફિસમાં સાહેબની કેબિનના બારણામાં જોવાની બારી છે; એમાથી સાહેબને જોઈ શકાય છે; પણ સાહેબ એમની ખુરશીમાં બેઠા એમાંથી ખાસ કાંઈ જોઈ શકતા નથી. ત્યાં પણ  આવન જાવન માટે એ બારણું ખોલવું પડે છે. 

જાતજાતનાં બારણાં – જાતજાતના ઉપયોગ.

કુદરતમાં કોઈ બારણાં જ નથી. બધું મુક્ત, જોઈ શકાય, ફરી હરી શકાય. પણ દુસાધ્ય પર્વત કે ઊંડી ખીણને બારણાં ન હોવા છતાં; ત્યાં અસીમ પ્રયત્ન કર્યા વિના જઈ શકાતું નથી.  

——————————————–

પણ સૌથી વિશિષ્ઠ બારણાંની પેલી પાર, મારો ‘ હું’ કેદ થઈને સપડાયેલો છે. એ દુર્ભાગી જીવ બધું જોવા, જાણવા છતાં અસહાય, બંદીવાન થઈને પૂરાયેલો છે. મારી ઓળખ જે છે, તે ‘હું’ એનાથી સાવ અજ્ઞાન છે. મારા એ બે ‘હું’ વચ્ચે કોઈ બારણું જ નથી- છે માત્ર એક અભેદ્ય દિવાલ- કદી ન તુટે તેવી દિવાલ.

ક્યારે એ બારણું ખૂલશે? ક્યારે એ દિવાલ કડડ ભૂસ થઈને જમીનદોસ્ત બની જશે?  ક્યારે પર્વત કે ખીણને પહોચાય, તેમ ત્યાં પહોચી શકાશે? 

કહે છે કે, એ દિવાલ તુટી શકે છે; અને પછી બધું પ્રકૃતિમાં હોય છે તેવું, આનંદમય બની જતું હોય છે – કદી ન ઓસરે તેવો આનંદ. 

8 responses to “બારણું – એક અવલોકન

 1. pragnaju એપ્રિલ 20, 2011 પર 10:06 એ એમ (am)

  “ક્યારે એ બારણું ખૂલશે? ક્યારે એ દિવાલ કડડ ભૂસ થઈને જમીનદોસ્ત બની જશે? ક્યારે પર્વત કે ખીણને પહોચાય, તેમ ત્યાં પહોચી શકાશે? “કહે છે કે, એ દિવાલ તુટી શકે છે; અને પછી બધું પ્રકૃતિમાં હોય છે તેવું, આનંદમય બની જતું હોય છે – કદી ન ઓસરે તેવો આનંદ.”
  અહો પ્રભુ,આપણી વચ્ચે, અલગતાની – મૌનની પાતળી અહમ- દિવાલને ઓળંગવાનો પ્રયત્ન મેં કર્યો. બીજી તરફ એ દિવાલ પર હું અહમની, જક્કી પણાની અને મૌનની એક પછી એક ઇંટો પણ મૂકતો ગયો અને એ દિવાલ એટલી મજબૂત અને ઉંચી થતી ચાલી કે લાખ કોશિષો કરવા છતાં હું એ દિવાલ પાર જ ન કરી શક્યો.
  હે પ્રભુ,પ્રેમમાં વિષાદ અને પ્રસન્નતાથી પર એવું પણ કોઇ ત્રીજું પરિમાણ હોય છે. ઘટનાઓમાં જીવાતો પ્રેમ કદાચ એ પરિમાણનો અહેસાસ ન કરાવી શકે, પણ અંતરના ઊંડાણમાં ઓગળીને સ્થિર થઇ ચુકેલો, પ્રેમ એ પરિમાણની ગહેરાઇનો નિર્મળ સ્પર્શ સતત કરાવતો રહે છે – ઘટનાઓની ઘટમાળની પેલેપાર પહોંચ્યા પછી. કદાચ એ અનુભૂતિનું નામ હજી સુધી પાડી નથી શકાયું. અને એ અનુભૂતિના અફાટ, શાંત, ગહેરા સાગરમાંથી સ્મૃતિઓના મોજાં ઉછળી ઉછળીને મનની ધરતી પર સતત વિસ્તરતાં રહે છે, દ્રશ્યો- સ્મરણોના ટોળે ટોળાં બનીને..
  તારા પ્રત્યેના પ્રેમે જ મને ખુબ આળો, અધિકાર ભાવનાવાળો, અને તારી પાસેથી વઘુ પડતી અપેક્ષાઓ રાખતો બનાવી મૂક્યો હતો. એ પ્રેમની તીવ્રતાએ જ કદાચ તને ગુંગળાવી મૂક્યો હશે! મને સમજાઇ હવે રહ્યું છે કે, મારે પ્રેમને અનપેક્ષિત જ રાખવાનો છે અને તારો અણસાર પામવાની પાત્રતા મેળવવાની છે

 2. Laxmikant M.Thakkar એપ્રિલ 21, 2011 પર 9:42 એ એમ (am)

  . Ek samajni paatli part je paardarshak hoy! TO, ?Pota sudhee pahonchi shakaay!!!-La’Kant.

 3. P U Thakkar એપ્રિલ 23, 2011 પર 4:13 એ એમ (am)

  એ દિવાલો મજબુત હોય ત્યાં સુધી તુટતી નથી. જે અંદર છે તે બહુ હરીફાઇ કરીને આવેલો છે. બહુ જીદ્દી હોય છે. જ્યારે જન્મની ઘટનાઓ તખતો તૈયાર થયો ત્યારે જન્મ લેવા કરોડો દોડ્યા હતા. પણ એક જ સફળ થયો તે આ. પછી એ જેવો તેવો થોડો હોય? prvoed meirt & efficiency વાળો છે. જે અંદર બેઠો છે એ બારીઓમાંથી બહાર જુએ અને સાંભળે અને બોલે છે. બે ઘોડાઓ (રાગ અને દ્વેષ અથવા સુખ અને દુખ)રથને ખેંચ્યે જાય ત્યાં સુધી જોવાનું, બોલવાનું અને સાંભળવાનું ચાલુ રાખે. વિષાદ અને પ્રસન્નતાના બે સમાંતર પટા પર એ તો ચાલ્યા ચાલ્યા કરે. જ્યોર બે પાટા એક થઇ જાય એટલે ત્રીજુ પરિમાણ આવે. અદ્વૈત જ ને, કે બીજુ કંઇ, પ્રજ્ઞાજુબેન ? અને જ્યારે અણસાર પામવાની પાત્રતા કેળવાઇ જાય પછી તો પુછવું જ શું ? કેવી ગુંગળામણ ને કેવી વાત?બહોત પહલે સે ઉન કદમોકી આહટ જાન લેતે હૈ, તુઝે અય જિંદગી દૂરસે પહચાન લેતે હૈ..ગઇ તા.૧૪ મી એપ્રીલે લાખયેલી એક કવિતા ભૂલાઇ ગયેલી તેની યાદો ઉભરી રહી છે..

  એવી ગુંગળામણ કે ગુંગળાવા પણ નહીં દે

  ગુંગળામણ અકળાવે, મૂંઝાવે
  વિચારલય તોડે,
  શ્વસુ છુ તો ય શ્વાસ ખૂટે,

  સંકલ્પો, વિકલ્પો આપોઆપ સ્ફૂરે,
  હજારો વિચારો દોડે, ગભરાવે,

  શું થતુ હશે, અંતસમયે?
  આ સંકલ્પના જ ધ્રુજાવે ને વધુ ગુંગળાવે,

  બાકી તો ઘણાં ઉંઘી ગયા ઉંઘમાં,
  ક્યાં કશું કહી ગયા ?
  કહેવા નહી દે, સંદેશો દેવા નહીં દે,
  સહેવાતુ હશે, પણ સહેવા નહીં દે,
  સવાલ નહીં ને જવાબ પણ નહીં,
  બસ, એવી ગુંગળામણ કે ગુંગળાવા પણ નહીં દે.
  -પી. યુ. ઠક્કર…

 4. Pingback: ‘એ તો સ્કીમ જ એવી છે.’ « વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્‍દોનું

 5. readsetu મે 1, 2011 પર 4:12 એ એમ (am)

  બારણું ય તોડી ફોડી નાખવાનું છે ને પછી પેલા અહમને ય ઓગાળી નાખવાનો છે ત્યારે જીવ ને શિવની એકતા સર્જાય..
  લતા

  • સુરેશ જાની મે 1, 2011 પર 4:58 એ એમ (am)

   સાચી વાત.. પણ સામાન્ય માણસો માટે લગભગ અશક્ય.
   અહમનું પણ એક ગૌરવ હોય છે. એ જરૂરી પણ છે. માટે જ સર્જકે તેને રાખ્યો છે.
   કદાચ જીવન પ્રત્યે સહજ ભાવ કેળવવામાં , અહમની સાર્થકતા છે.

 6. La'Kant, મે 2, 2011 પર 11:07 એ એમ (am)

  Good…. Pragnaju…is more expressive…has watched LIFE from many angles!
  Yes Shree P.U.T. is right ! It is not that E A S Y .-Thanks I enjoy such SHARING!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: