સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      આ શિર્ષક હેઠળ આશ્ચર્યકારક પરિણામો મળ્યા હોય તેવા, શારીરિક તકલિફોને લગતા અનુભવોની  વાત કરી છે. પણ આજે  કાંઈક અલગ જ વાત કરવાની છે.
——-
      ૬૮ વરસ સેવા આપેલા, આ શરીરને કાંઈક ને કાંઈક પીડા ન હોય તો જ નવાઈ કહેવાય. આમ તો મારું સામાન્ય સ્વાસ્થ્ય બહુ સારું નહીં,  તો બહુ ખરાબ પણ નથી. એ વગર આ બધા ઉધામા થઈ શકતા હશે? બે મહિના પહેલાં જ દેશમાં કરેલા ઉધામા પર જરીક નજર કરી લેવી હોય તો, અહીં કટ્ટાક ‘ક્લિક’ કરી લેજો.
     પણ કબૂલ કરવું પડશે કે, મારે બે ખાસ તકલિફો છે. એક તો લોહીનું ઊંચું દબાણ અને બીજું જમણા ઢિંચણમાં દુખાવો. દેશમાંથી પાછા વળતાં પ્લેનમાં ભારે વજન ભરેલી હેન્ડ બેગ  સામાન માટેની જગ્યા પર ચઢાવતાં પગે ઝટકો લાગી ગયો હતો; અને ખૂબ દુખાવો થતો હતો. કેમે કરી એ મચક આપતો ન હતો. દર્દ શામક દવાઓ એક દિવસ જ રાહત આપી શકતી.
       આથી મહિના પહેલાં સવારના પહોરમાં નયણા કોઠે એક ચમચી જેટલો મેથીનો પાવડર પાણી સાથે પી જવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. એક મિત્રે સલાહ આપતાં એમાં  એક ચમચી હળદરનો પાવડર પણ ઉમેરવા માંડ્યો. પહેલા જ દિવસથી સરસ પરિણામ મળવા માંડ્યું .
     હવે બીજી વાત એ કે,  લગભગ બે વર્ષથી હું બ્લડ પ્રેશરની ગોળી પણ લઉં છું. એ ગોળીથી લોહીનું ઉપલું દબાણ ( ડાયાસ્ટોલિક) ૧૨૦-૧૨૫ ની આજુબાજુ રહેતું હતું. પણ એની આડ અસર રૂપે ગળામાં ચામડી આળી રહેતી હતી; અને એ કારણે સૂકી ખાંસી સતત ત્રાસ આપ્યા કરતી હતી. દેશમાં દિલના ડાક્ટરે એ બદલીને બીજી જાતની લેવા સલાહ આપી હતી. એનાથી એ તકલિફ તો દૂર થઈ ગઈ; પણ લોહીનું દબાણ ૧૪૦ની આસપાસ રહ્યા કરતું હતું.
       પાછા આવ્યા બાદ, મારા ફેમિલી ડોક્ટરને આ વાત કરતાં , અહીંની બીજી એક ગોળી શરૂ કરવા અને એક મહિના માટે નિયમિત રીતે, બી.પી. માપતા રહેવાનું કહ્યું હતું. સરસ મજાનું સાધન લઈ આવ્યો અને બી.પી. માપતો રહ્યો. પણ એ તો માળું ૧૫૦-૧૬૦ ની ઊંચાઈ છોડવાનું નામ જ લેતું ન હતું. એને કોણ જાણે કેમ ઊંચું સ્થાન મળી ગયું હતું ; અને એ તે કેમ છોડાય? !
       પણ આને કારણે મને ઉદવેગ રહ્યા કરતો હતો. આ નવી દવા તો કશી અસર કરતી જ નથી. દિવસમાં રોજ બે વાર આ માપણી અને ચટપટી.
     ન કરે નારાયણ, અને કોણ જાણે કેમ; ત્રણ દિવસ પહેલાં મને વિચાર આવ્યો કે, હવે ઢિંચણનો દુખાવો તો દૂર થયો છે; તો લાવ ને, રોજ સવારે કડવું મોં કરવાની જફામાંથી બે’ક દિ રાહત લઈ લઉં? આ વિચારે મેથી પ્રયોગ બંધ કર્યો છે.
     અને આ શું?
    ઓલ્યું બી.પી. ગબડ્યું ! ૧૪૫…૧૪૦…..૧૩૦ અને ગઈકાલ બપોરથી તો જુવાન જોધને પણ શરમાવે એમ ૧૨૦ ની તળેટીમાં આવી પૂગ્યું !
    એક મહિનાનો મેથીપાક ખાધેલા મારા કોમળ દિલને હાશકારો મળ્યો!
    આજની રવિવારી સવારે ૧૨૦નો આંકડો જોઈ આ સ્વાનુભવ લખવા બેસી ગયો છુ;  ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આપણે સનાતન સત્ય જેવા મનાતા આવા  ઘરગથ્થુ ઈલાજો અજમાવતા તો હોઈએ છીએ; પણ એની આડ અસરો વિશે કશું જાણીએ છીએ ખરા?
      આયુર્વેદના નિષ્ણાતોને મારો એ પ્રશ્ન છે કે, આ અંગે કશું સંશોધન થયું છે ખરું?
      આયુર્વેદિક સંશોધન શાસ્ત્રમાં આવો સર્વગ્રાહી અભ્યાસ કરવાની કોઈ જોગવાઈ હોય છે ખરી?
       આ શ્રેણીના બીજા મજાના અનુભવો પણ વાંચી લો ——–

અફલાતૂન તબીબ

ભાગ -1 : ઊંટાટીયો

ભાગ -2 : કમરનો દૂખાવો

ભાગ – 3 : પેશાબ બંધ

ભાગ – 4 : સૂકી ખાંસી

ભાગ – 5 : આંબોઈ

10 responses to “અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક

 1. pragnaju એપ્રિલ 24, 2011 પર 10:07 એ એમ (am)

  તમારી અભ્યાસ કરવાની વાત ગમી
  પહેલા તો સુધારો
  ઉપલું દબાણ ( ડાયાસ્ટોલિક) નહીં પણ સિસ્ટોલીક.
  માનો કે તમે ડાયાસ્ટોલિકની વાત કરતા હોય તો ૧૬૦ ગંભીર ગણાય.તમે બીપી માપવાનું સાધન લઇ આવ્યા તે સારું કર્યું પણ તેમા મરક્યુરીના ઝેરને લીધે સ્થાપિત હીતોના ભોગ થયેલ સાધન ચોક્કસ ગણાય છે.કેટલીક જગ્યાએ હજુ પણ એનેરોઈડ ચાલે છે પણ હવે ઇલેકટ્રોનિકના ભરોસો રાખવા જેવા સાધનો પછી તે અંગે જાણવું જરુરી…
  તે કેવી રીતે વાપરવું ? તેનો અભ્યાસ કરશો.તેની સાઈટ પર જશો તો તેનો અભ્યાસ કરાવશે.એક સામાન્ય વાત ૧૦ વખતના માપની સરાસરી કાઢશો.
  હાર્ટએટેક ,બી.પી અને બીજા રોગો રીવર્સીબલ થાય છે તે અંગે ડૉ ડીન ઓરનીશ જેવા નીવડેલા ડૉકટરની વૅબ સાઇટ પર અભ્યાસ કરશો અને યોગ્ય લાગે તો કોઈ તબિબની દેખરેખ નીચે તે અજમાવશો.
  મેથીના પ્રયોગો બરાબર છે જ તે માટે યોગ્ય વૈદક જાણતા પાસે પ્રકતિ જાણી તમારે માટે તે યોગ્ય છે કે કેમ તે જાણવું જરુરી છે.આમેય દરેકે પોતાની શારીરિક/ માનસિક તકલીફનો અભ્યાસ કરવો જોઈએ.તમારો ટાઇપ એ સ્વભાવ અંગે અભ્યાસ કરશો
  અહીં ડૉકટરોની ભૂલને લીધે મરનારની સંખ્યા ખૂ બ વધારે છે!!
  જો કાળજી ન કરશો તો અમારી લાઈન તોડી આગળ નીકળી જશો. અમારા સ્નેહીની વાત યાદ આવી…તે કહે -‘ મારે કોઇ દવા કરવી નથી.મારે મરી જવું છે!’ તો તેની પૌત્રી કહે ,’તમે મરો તેની ફિકર નથી પણ લકવા કે એવી બિમારી થઇ તો ઘરમા અને આ દેશમા ભારરુપ થઇ પડશો બ્લા બ્લા બ્લા…………………………………..’

  • સુરેશ જાની એપ્રિલ 24, 2011 પર 10:36 એ એમ (am)

   તમારી વાત સાચી છે. મારા ડાક્ટર અનેરોઈડ જ વાપરે છે.
   અને..
   ઈલેક્ટ્રોનિક સાધનના પરિણામ એને સાથે મેચ થવાનો અનુભવ છે.

   આ નવું લાવ્યો છું , તેમાં ઓટોમેટિક ત્રણ વાર માપ લેવાય છે; અને ત્રણનો સરેરાશ મેમેરીમં સંઘરાય છે.
   બાકી પ્રેશરમાં આ ત્રણ દિવસમાં ૩૦ – ૪૦ નું ગાબઢું પડ્યું છે.

   આશા રાખું કે, કોઈક આયુર્વેદ નિષ્ણાત આ બાબત સંશોધન થયું હોય તો કહે; અથવા કરાવે.
   મારા માનવા મૂજબ , જો મારું આ ‘અવલોકન’ (!) સાચું હોય, તો અવશ્ય ચિંતાકારક છે. મેથી પણ માત્ર પેઈન કિલર હોઈ શકે; એમ હું માનતો થયો છું.

 2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! એપ્રિલ 24, 2011 પર 10:27 એ એમ (am)

  દદ્દુ, ‘મેથીપાક’ થી તો હમેશાં સારા પરિણામ જોવા મળે છે.

 3. Chirag એપ્રિલ 24, 2011 પર 10:49 એ એમ (am)

  Yes, some Ayurvedic doctors do experiments. I have seen a very good doctor in Dr Pankaj Naram.

  • સુરેશ જાની એપ્રિલ 24, 2011 પર 12:58 પી એમ(pm)

   મારી ભાણી એમને ત્યાં મુંબાઈમાં કામ કરે છે.
   પણ આવું સંશોધન આયુર્વેદિક રિસર્ચ સંસ્થાઓએ કરેલ હોય તો ; તે પ્રકાશમાં આવ્યું નથી. હજી સામાન્ય માણસ તો મેથીને અકસિર ઇલાજ ગણે છે – હું ગણતો હતો, તેમ.

 4. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | ગદ્યસુર

 5. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 6. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: