આ તે વળી કેવું વાહિયાત ગણિત? સાવ ઊટપટાંગ વાત – ‘કહતા ભી દિવાના, ઔર સુનતા ભી દિવાના’ જેવી!
પણ કોમ્યુટર પ્રોગ્રામિંગમાં આ તો લગભગ દરેકે દરેક પ્રોગ્રામમાં વપરાતું વિધાન (Expression) છે. કોમ્યુટરના હાર્ડવેરમાં જાતજાતના રજિસ્ટરો હોય છે; અને દરેકને એક ઓળખ આપેલી હોય છે. (ક્ષ) એ આવા એક રજિસ્ટરની ઓળખ છે. પ્રોગ્રામ ચાલુ હોય એ દરમિયાન એ કાયમ રહે છે. પણ એમાં સચવાયેલી કિમ્મત બદલાતી રહે છે; એને
ક્ષ= ક્ષ+૧
જેવા વિધાન દ્વારા બદલી શકાય છે.
ક્ષ એ પ્રોગ્રામના જીવનકાળ દરમિયાન એ રજિસ્ટરનું હોવાપણું છે. અને ક્ષ+૧, ક્ષ+૨, ક્ષ+૩, …….ક્ષ+ન એ એનું બનવાપણું છે.
——————————-
અરે! આ શેની વાત કરીએ છીએ? આપણું જીવન એક સાવ નાના કોશના રૂપમાં એક કાળી ડિબાંગ અને સાંકડી કોટડીમાં શરૂ થયું. અને પછી એમાં નવા નવા કોશો ઉમેરાતા ગયા. આપણું બનવાપણું બહારની પ્રકાશમય દુનિયામાં આવ્યું. પછી જાતજાતના અનુભવો, રંગ, ગંધ, રૂપ, સ્વાદ, ગમા, અણગમા એમાં ઉમેરાતાં ગયાં. એ પાયાના હોવાપણાને એક નામ આપવામાં આવ્યું; એને જાતજાતનાં કપડાં અને મહોરાં મળવા લાગ્યાં. આપણને મા, બાપ, સગાં, સંબંધી, મિત્રો મળવા માંડ્યા. એમાં શિક્ષણ વ્યવસાય, જીવનસંગિની, બાળકો, કારકિર્દી, ધન, દોલત, સત્તા, પદ, આકાંક્ષાઓ, અભિમાનો, પૂર્વગ્રહો ઉમેરાતાં ગયાં.
આપણી કિમ્મત વધવા, ઘટવા, બદલાવા માંડી. આપણે હર ક્ષણે બદલાતા જ રહ્યા.
પણ આપણું પાયાનું હોવાપણું ; ‘આપણે કેવળ ‘ક્ષ’ જ છીએ’ એ ભાન તો વિસરાતું જ ગયું.
પણ એ તો સતત એનું એ જ રહ્યું છે – અવિચળ, અક્ષુણ્ણ, કશાય બનવાપણાં વિનાનું.
અને પ્રોગ્રામનો અંત આવશે ત્યારે?
કશું જ નહીં રહે.
હોવાપણું પણ નહીં અને બનવાપણું પણ નહીં.
બધાં રજિસ્ટરો સાવ ખાલી ખમ્મ, માત્ર ઢગલાબંધ શૂન્યોથી ભરેલાં!
———————
પણ એ પ્રોગ્રામ કોઈએ લખેલો છે. એમાં ક્ષ હશે, તે ક્ષ +૧ બનશે .. એવું બધું પ્રોગ્રામિંગ કોઈકે કરેલું છે. જેવી જીવનની સ્વિચ ચાલુ કે તરત જ એ હોવાપણું અસ્તિત્વમાં આવે છે; એને એક સ્થાન મળી જાય છે. એની કિમ્મત બનતી, બદલાતી રહે છે.
કોણ છે એ પ્રોગ્રામર?
Like this:
Like Loading...
Related
એટલે જ દદ્દુ…આ દુનિયા એક રિસાયકલ કારખાનું છે. જે અશુદ્ધિઓ રહી ગઈ હોય એ સારા કર્મો…સારી નિયત…સારા વિચારોથી પ્રોસેસ થઇ ને બેટર બની નીકળી જાય છે.
સારા કર્મો…સારી નિયત…સારા વિચારોથી પ્રોસેસ થઇ ને બેટર બની નીકળી જાય છે.
આ પણ આપણો વહેમ છે. કદાચ એ સારું હોય અને ખરાબ પણ.
મને તો લાગે છે કે, એ પ્રોગ્રામમાં કશોક બગ રહી ગયો છે. પ્રોગ્રામરના દરેક રિવિઝનની જેમ ઓલ્યો ઉત્ક્રાન્તિ કરતો રહે છે ! DOS 1.0 to Windows 7 !!! ની જેમ
ક્યારે, કશી ખામી વિનાનો સુપરમેન આવશે?
એ તો એ જ જાણે !!!
દદ્દુ, આ ‘બગ’ જ રહી ગયો હોય છે એટલે ‘ભગત’ બની જવું પડે છે.
આ વિષય પર એક પુસ્તક આવ્યું હતું….એક બેઠકે જ વાંચવા જેવું. ઘણી સરળ ભાષામાં….મારા બ્લોગ પર ‘પુસ્તક પ્રિસ્ક્રિપ્શન’ થોડાં વખ્ત પછી એની વાત પણ આવશે.
અને મેમરી ઓવરફ્લો થાય તો પાછું ક્ષ=૦ થઇ જાય છે…
પ્રતિ અવલોકન બહુ ગમ્યું .
અતિજ્ઞાન અને ફરી અજ્ઞાન !!!
કદાચ બહુ વિચાર કરીએ તો… અભણ થવું વધારે અઘરું છે.
a+1/b=a(a-1)+b(b-1)/ab x ab
a(a+1)=a(a-1)+b(b-1)
a(a+1-a+1)=b(b-1)
2a=b(b-1)
a=b(b-1)/2
Pingback: ઇન્ટરનેશનલ હાઈકૂ સમ્મેલન | હાસ્ય દરબાર
New Model..latest version and compact.
I pad..touch …means X+1..2..3..>>>
I enjoyed the topic and its value.
Ramesh Patel(Aakashdep)