સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ

સાચું સુખ તે જિવંત જીવ્યા.
જીવીને સૌને જીવાડ્યા. 

આંધી આવે, ત્સુનામી લાવે
તોયે એનું ચિતડું ચિદાનંદ.
 
સત્તા સાથે લક્ષ્મી આવે
તોયે એનું જીવન શિવાનંદ.

‘સુર’ સાથે ‘જ્યોતિ’ આવે
તેથી  જાની પરિવારે પૂર્ણાનંદ.

રાત્રિ સાથે દિવસ આવે
સારી સૃષ્ટિએ દિવ્યાનંદ.

 સુખ  સાથે દુઃખ  આવે 
તોયે એને હૈયે સત્ચિદાનંદ.

જીવન સાથે મૃત્યુ આવે
સ્નેહીજનને સદા અતુલાનંદ.
 – અતુલ ભટ્ટ 
એલ.ડી. એન્જિ. કોલેજમાં અભ્યાસકાળના સહાધ્યાયી, પ્રવૃત્તિકાળ દરમિયાન માત્ર અલપઝલપ જ મળેલા, અતુલ ભટ્ટ સાથેની દોસ્તી આકસ્મિક રીતે જ છેક ફેબ્રુઆરી – ૨૦૧૧ માં જીવંત બની.
 અમદાવાદમાં માત્ર બે જ વખત મેળાપ, અને ન કરમાય તેવું આ નવું પુષ્પ દૂર  રહ્યેય સતત પાંગરી રહ્યું છે; મહોરી ઊઠ્યું છે.
અને જુઓને બાગમાં ફરતાં ફરતાં, એની આ પાંદડીઓ કેવી ભાવ વિભોર બનાવી દે તેવી રંગીન અને સુવાસિત ખીલી ઊઠી છે?
મારા જીવનમંત્ર ‘ Live life powerfully.’ નો કેવો આહ્લાદક પડઘો?  આજે સવારે અતુલે ફોન પર આ કાવ્ય સ્ફૂર્યાની વાત કરી; અને ઈમેલમાં તે વાંચ્યું …..
અને લો! મારી છાબમાં સ્થાપી દીધું.
——————————————–
વ્હાલા મિત્ર અતુલ!
 જાની પરિવાર તારા આ ભાવ માટે સદાય ઋણી રહેશે.
પણ હવે તને અતુલ શેં કહેવાય? ——-ઓ! અતુલાનંદ સ્વામી! 
Advertisements

8 responses to “સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ

 1. chandravadan મે 11, 2011 પર 11:26 એ એમ (am)

  જીવન સાથે મૃત્યુ આવે
  સ્નેહીજનને સદા અતુલાનંદ.
  – અતુલ ભટ્ટ
  Meeting of ATUL BHATT & SURESH JANI after so many years & this Poem. And now as a Post on the Blog of Suresh.
  MitrataNi Kali Hati
  Aaje to E Ful Bani
  Jeni Mehek SauNe Mali
  Bas..Aatali Ja Vaat Chandre Hahi !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  SJ…Liked the Post !…CM

 2. atul bhatt મે 12, 2011 પર 5:41 એ એમ (am)

  mara atmiya surjyot,
  tari aa comunication kalane kem kari birdavu?te to turat j blog par muki didhu.shabash atma..ek j atma..ek j moj..
  atul

 3. સુરેશ જાની મે 12, 2011 પર 6:33 એ એમ (am)

  .. ભમરાને કેમ કરી સમજાવું?
  ના માને, ના માને, ના માને .

  ——————
  એ અતિ સુંદર ગીત યાદ આવી ગયું. આત્મીયને આભાર પણ ન કહેવાય..
  શું કહું ?

 4. P U Thakkar મે 12, 2011 પર 9:47 પી એમ(pm)

  ભજનના કાર્યક્રમમાં મળેલા કોલેજકાળના મિત્ર શ્રી અતુલભાઇની રચના, હૃદયમાંથી સ્ફૂરેલા શબ્દો, વાંચીને માણ્યા. સચોટ વાત…અભિનંદ અતુલભાઇને. સુરેભાઇનો આભાર – ઉજાગર કરવા બદલ..કંઇક આવી જ સ્ફૂરણા..

  હે મૃત્‍યુ, થોડું તો થોભી જા,

  તું તો ના કર બેવફાઇ,

  તું ક્યા જીંદગી છે ? હે મૃત્‍યુ,

  તને વ્‍હાલ કરી લઉં,

  નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

  મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં !!

 5. Pingback: કારની બારી અને વરસાદ « ગદ્યસુર

 6. Deejay Thakore ડિસેમ્બર 20, 2011 પર 10:43 પી એમ(pm)

  આઉંમરે જુના મિત્રો મળે કેટલો આનંદ આવે છે!!!!!!!!

 7. Pingback: » કારની બારી અને વરસાદ » GujaratiLinks.com

 8. pushpa1959 જુલાઇ 27, 2013 પર 11:46 એ એમ (am)

  jivan to jivant hovuj hkikat che, jene jivta ane marta avde enej art of life khevay. je jivnma shakti hoy ene powerful life khevay.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: