સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – વીણેલ ફૂલ

એ વીણેલ ફૂલ છે; કારણકે, એને ‘વીણેલાં ફૂલ’ બહુ ગમે છે – મારી જેમ.

[ હરિશ્ચન્દ્ર બહેનોએ લખેલાં એ  ‘વીણેલાં ફૂલ’ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.]

એ પણ ‘જાની’ છે – મારી જેમ.

પણ એ ‘સુરેશ’ નહીં ‘અતુલ’ છે. 

ઓળખી લીધો ને?

અતુલ જાની 'આગંતુક'

એ છે – ભાવનગરનો ‘આગંતુક’ અતુલ જાની.

એનો બ્લોગ ખોલો અને તરત આ સ્વસ્તિવાચન વાંચવા મળે –

સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||

એ આગંતુક કેમ બન્યો; એ તો મને ખબર નથી. પણ મારા નેટ મિત્રોમાં એ ઘણા વખતથી પધારેલો છે. એના બ્લોગની હું જવલ્લે જ – લગભગ નહીંવત જ – મૂલાકાત લઉં છું; પણ તેણે કદી એની ફરિયાદ નથી કરી. એ કોપી/ પેસ્ટ નથી કરતો. ચોપડીનાં આખેઆખાં પાનાં જ સ્કેન કરી મૂકી દે છે!  સાવ સીધા કારણે – તે જે વાંચે છે; તે બધું આખા જગતમાં પીરસી દેવાના તેને કોડ છે.

એવો એ કોડીલો અતુલ જ્યારે હસતા રામના ઘેર સવારે ‘આગંતુક’ બને ત્યારે કોના સાતે કોઠે દીવા ન થઈ જાય? હસતા રામ – મારા વ્હાલા ભરતભૈ અને હું  સવારના પહોરમાં એને વધાવી લઈએ છીએ. અને એ માળાએ ચોરી છૂપીથી ક્યારે અમારી ફિલમ પાડી લીધી; તેની અમને ખબર જ પડતી નથી !

અને પછી હું એની સાથે એના ઘેર જઉં છું. તે કવિતા કેમ નથી લખતો, તેની મને તરત જાણ થઈ જાય છે. તે તો સાક્ષાત એની ગૃહલક્ષ્મી છે! એના કર્મસ્થાન – કોમ્પ્યુટર રૂમની તે મને ભાવથી મૂલાકાત કરાવે છે.

ઝૂલે ઝૂલંતાં - અતુલ અને કવિતા

'ભજનામૃતવાણી' અને 'મધુવન' - સર્જન સ્થળે, સર્જકની સાથે

પણ મને એનું ઘર, વાડી જોઈ વધારે અહોભાવ ઉપજે છે.  અને એમ કેમ ન થાય? ભાવનગર રાજ્યના રાજવૈદ અને અતુલના વડદાદાની એ વાડી એટલી તો વિશાળ છે કે, એમના ચાર દિકરાઓ વચ્ચે વહેંચાવા છતાં; એની વિશાળતા ઊડીને આંખે વળગે તેવી છે. ભાવનગરમાં જ નહીં; એના બીજા બ્લોગ ‘ મધુવન’ ના શિર્ષક સ્થાને પણ એ વાડી બિરાજે છે. 

મધુવનમાં માની મઢૂલી

એને ઘેર ઝટપટ હળવો નાસ્તો પતાવતાં પતાવતાં, એના દિકરા માટે એક બે રમકડાં ઊતાવળે બનાવી આપું છું. અને અમે ફરી પાછા હસતારામને ઘેર ગરમાગરમ ઈડલી, સંભાર જમવા પહોંચી જઈએ છીએ.  થોડીક વધારે ક્ષણો, અને લક્ઝરી બસના સ્ટેશને તે મને ભાવભરી વિદાય આપે છે; ત્યારે ફરી ભાવનગર આવવાનું થાય ત્યારે ભરતભૈના વિશાળ ફ્લેટમાં રોકાવું કે, અતુલની વિશાળ વાડીમાં; તે મીઠી મૂંઝવણ મને પીડ્યા કરે છે.

બે જાની

   અતુલ અતૂલ્ય છે. એ જુવાન છે ; પણ એના રસ વૃદ્ધ છે- વર્ધમાન છે – ઊંચા છે. જીવનની હર એક ક્ષણ એના માટે ‘ આગંતુક’ છે –  તાજગીથી સભર, તરોતાજા, કુતૂહલ અને નકર્યા આનંદથી ભરપૂર.

 જીવવાનો એ આનંદ એના બન્ને બ્લોગમાં પ્રતિધ્વનિત થાય એમાં શી નવાઈ?  

21 responses to “મિત્રો મળ્યા – વીણેલ ફૂલ

  1. atuljaniagantuk મે 14, 2011 પર 2:11 એ એમ (am)

    દાદા, આ વખતે તમારે વાડીમાં જ ઉતરવાનું છે.
    અમે તો વાડીને નામ પણ દાદાની વાડી આપેલ છે – તમારી જ વાડી સમજો ને.

  2. મુર્તઝા પટેલ મે 14, 2011 પર 3:05 એ એમ (am)

    “વાડી રે વાડી…!”
    “બોલો ભાઈ અમદાવાદી”
    ભાઈ અતુલને મળવા આવું એક વાર?”
    ………!
    ?

    • સુરેશ જાની મે 14, 2011 પર 2:51 પી એમ(pm)

      ભાન વગરના દાદા આવે
      ભાવનગર તો વારંવાર
      જો
      ‘આગંતુક’ બસ આવે યુએસએ
      એક જ વાર,,,

      અતુલને અમ સૌ અમેરિકી બ્લોગરોની શુભેચ્છા.

      • atuljaniagantuk મે 15, 2011 પર 12:57 એ એમ (am)

        દાદા,
        તમે તો મને મુંજવી દીધો
        હું આયોજન કરતો નથી
        છતાં આપની આ દરખાસ્ત વિશે ગંભીરતાથી વિચારીશ

        તમારું ભારત આવવું સ્વાભાવિક ગણાય – અમદાવાદથી ભાવનગર દૂર નથી તેથી ભાવનગર આવવા માટેનું આમંત્રણ પણ વ્યાજબી ગણાય.

        જો બધાં દેશો આમંત્રણ આપે તો મારે કેટલાં બધા દેશમાં જવાનું થાય?

        એટલે જ હું આયોજન નથી કરતો – અલબત્ત જો એક વખત અચેતન મનમાં વિચાર પડી જાય તો પછી પ્રકૃતિ તેને ગમે તેમ કરીને પુરો કરે છે.

        બીજી એક વાત કે કે જેઓ કલાકારો કે કવિઓ છે તે તો પોતાની કલા પીરસવા ત્યાં આવે (કોઈ કોઈ વળી અમેરિકાના ખૂણે ખૂણા ઘમરોળવાનો મિથ્યા ફાંકો લઈને પણ આવે) પણ હું કોઈ કલાકાર કે કવિ તો છું નહિં તો હું ત્યા ક્યાં ઉદ્દેશ્યથી આવું? તે પ્રશ્ન પણ થાય.

      • સુરેશ જાની મે 15, 2011 પર 2:58 એ એમ (am)

        એનારાઈ બનવા ઈજન છે; અને આશિશ પણ – તકોથી ભરેલો આ દેશ આખી દુનિયામાંથી લોકોને આંય કણે ખેંચી લાવે છે.
        અમેરિકાની ઝાકમઝોળ માટે નહીં – પણ અમેરિક્ન જુસ્સો જોવા, અપનાવવા જેવો છે.

        સમય મળે આ વાંચજે

        http://rutmandal.info/GlobalGurjari/?page_id=146

  3. P U Thakkar મે 14, 2011 પર 4:09 એ એમ (am)

    ઇન્ટરનેટ – બ્લોગ નો ઉપયોગ કરી રસના આધ્યાત્મિક વિષયને પોષવાની સરસ માવજત અતુલભાઇ લેતા આવ્યા છે. આ બાબતે અતુલભાઇ મારી પ્રેરણા રહ્યા છે. ભજનની બાબતોનો અલગ બ્લોગ પહેલાં વર્ડપ્રેસ માં હતો તેની થીમ શોધવાની તસ્દી લીધા વગર અતુલભાઇના બ્લોગની થીમ જેવી જ થીમ રાખવામાં આવી હતી. પરંતુ વર્ડપ્રેસ મારા પીસી માં ખુલવા માટે નિશ્ચિત સંભાવના ના હોવાથી ના-છૂટકે ડેવલપ કરેલા તે બ્લોગને રદ કરીને (વધારે બ્લોગ નું સંચાલન થઇ શકે નહીં તો પછી શા માટે રાખવા ?) બ્લોગસ્પોટમાં નવો બ્લોગ બનાવવામાં આવ્યો. અતુલભાઇ, મારા ગુરુ ભાઇ પણ છે.

  4. pragnaju મે 14, 2011 પર 8:50 એ એમ (am)

    ઓળખી લીધો ને?
    ક્યાંથી ઓળખે?
    લખાણ વાંચી ધારેલું…
    ત્યાં તો મારા દિકરા જેવો,
    કદાચ તેના દિકરા જેવો લાગ્યો.
    જ્ઞાનવૃધ્ધને વંદન
    ભાવનગરમા ઘણી યાદો છે પણ સ્વ ઝવેરચંદ મેઘાણીની દિકરી પદ્મલા અથવા મોરબંગલો વાળી હંસા ગઢવી અથવા અમારા ગઢેચીના સ્વ ડો મોહનભાઇ જાનીની દિકરી નલિની મળે તો જણાવશો સોલ્ટ રીસર્ચવાળા…જવા દો તે તો અહીં ન્યુ જર્સીમા આવી ગઇ.

  5. chandravadan મે 14, 2011 પર 8:56 એ એમ (am)

    સુરેશભાઈ,

    આજે તમારા બ્લોગ”ગધસુર” પર અતુલ જાની વિષે.

    એ જ અતુલને આગળ જાણી, જુન ૨૭,૨૦૦૯માં એને એના બ્લોગ સાથે મેં મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક “કાવ્ય-પોસ્ટ”રૂપે પ્રગટ કરી આનંદ અનુભવ્યો હતો.

    એ ફરી વાંચવા માટે “લીન્ક” છે>>>>>

    http://chandrapukar.wordpress.com/2009/06/27/%e0%aa%85%e0%aa%a4%e0%ab%81%e0%aa%b2%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/

    ત્યારબાદ,….મારા બ્લોગ પર અતુલ અનેકવાર….થોડા સમય માટે એની બ્લોગ એકટીવીટી બંધ થતા નારાજી પણ દર્શાવી..અને પછી એ એના બ્લોગ પર બીઝી.

    પણ….આજે મિત્ર સુરેશે અતુલને એમના બ્લોગ પર લાવ્યા. જુની યાદ તાજી !..અને, વધુમાં અતુલને એના પરિવાર સાથે ફોટાઓમાં નિહાળ્યો, અને ફરી આનંદ.

    અતુલની બ્લોગ-યાત્રા ચાલુ રહે…એના ભક્તિભાવમાં “માનવતા” ખીલતી રહે એવી અંતરની પ્રાર્થના>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you Sureshbhai..and Atul & others on Chandrapukar !

  6. atuljaniagantuk મે 14, 2011 પર 8:58 એ એમ (am)

    દિકરા જેવો શા માટે?
    દિકરો જ કહોને

  7. Ramesh Patel મે 14, 2011 પર 4:51 પી એમ(pm)

    શ્રી અતુલભાઈ અને સુરેશભાઈ …સુંદર વિચારોથી શોભતા માનવંતા યાત્રીઓ.
    શ્રી અતુલભાઈનું કુદરત ખોળે ખીલેલા મધુર જીવન અને સૌરાષ્ટ્રની પરોણાગતથી શોભતું હૃદય
    સાચે જ તેમનિ બ્લોગ પોષ્ટમાં મહેકે છે. તેમના વિશે આપના લેખ અને ફોટા જોઈ આનંદ થયો.
    આ આનંદ સદા ખીલતો રહે એવી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. hemapatel મે 16, 2011 પર 6:04 એ એમ (am)

    વાહ, મિત્રોની મિત્રતા અને મહેમાનગતી !

  9. Chirag મે 16, 2011 પર 9:16 એ એમ (am)

    અતુલભાઈનો મને એમના બ્લોગ થકી આછો પાતલો જે પરિચય છે એ પરથી ચોક્કસપણે કહી શકું કે તેઓ અતુલ્ય છે અને આ જગતના અતુલ્ય આગંતુક છે.

  10. Bharat Pandya મે 17, 2011 પર 9:21 પી એમ(pm)

    I thankful to your visit your visit to Bhavnagar , my gain is that I came to know Atul because of that.A very interesting and “bahuShrut” personalty.Always very eager to help couple.

  11. Bharat Pandya મે 17, 2011 પર 9:24 પી એમ(pm)

    Now you have two reasons for longer stay in Bhavnagar. In case we both get tired and bored of each other you have a place to go.( in such case it may so happen that you will be at my place and me at Atul’s)

    • atuljaniagantuk મે 18, 2011 પર 12:33 એ એમ (am)

      શ્રી ભરતભાઈ,
      તમને તો અત્યારે પણ જ્યારે કંટાળો આવે ત્યારે આંબાવાડી આવી જવાની છૂટ છે.
      નાળીયેરો કેરી પાકી ગઈ છે – તમને આપી જાઉ કે તમે લેવા આવશો?

  12. Pingback: બેટા સેન્સેક્ષ | હાસ્ય દરબાર

  13. Pingback: પત્નીની સ્મશાનયાત્રા ! | હાસ્ય દરબાર

  14. pravina એપ્રિલ 23, 2012 પર 6:16 એ એમ (am)

    ભાવનગર આવી અને ચાર મહિના રહી. ત્યારે ઓળખતી હોત તો જરૂર વાડી તેમજ અતુલભાઈ અને કવિતાને મળવાનો લહાવો માણ્યો હોત! ખેર બ્લોગ ઉપર પરિચય થયો.

    click on

    http://www.pravinash.wordpress.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: