સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ -૨

ભાગ – ૧  

મિત્ર દેશોના લશ્કરના જનરલ - ડ્વાઈટ આઈઝનહોવર

    ડી-ડે ની લડાઈ બહુ ચિવટથી યોજવામાં આવી હતી. પણ તેમાં આ છેવટનો નિર્ણય લેવા માટે સૌથી અગત્યનું ( ક્રિટિકલ) ઘટક હતું – હવામાન. લડાઈ શરૂ કરવાના દિવસની થોડેક જ પહેલાં ૩ –જુને ઈન્ગ્લીશ ખાડીમાં એક દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું હતું. સારામાં સારું હવામાન હોય તો પણ, દરિયો ઓળંગવો અને હવાઈદળોને જમીન પર ઊતરાણ કરાવવું એ બહુ જ જોખમકારક કામ હતું. જ્યારે હવામાન ખાટી કઢી જેવું (!) થઈ ગયું, ત્યારે ‘ઓપરેશન ઓવરલોર્ડ’ તરીકે નામાભિધાન થયેલી આ લડાઈ પોતે જ જોખમમાં મૂકાઈ ગઈ હતી.

આમેય યુદ્ધ માટે હવામાન હમ્મેશ ખાસ વિચારણા માંગી લેતો અવયવ હોય છે. હવામાન બરાબર એકદમ અનુકૂળ હોવું જ જોઈએ. ગ્લાઈડર પાઈલોટોને બરાબર દેખાવું જોઈએ. રાત્રે હવાઈ ઊતરાણ  કરનાર પેરાટ્રૂપરોને માટે પુનમનો દિવસ હોવો જોઈએ.  દરિયો ઓળંગનાર દળોને ઓછી ભરતી હોય તેવો દિવસ હોવો જોઈએ. આ અગાઉ, સાધન સામગ્રીની અછતને કારણે આઈકને લડાઈ એકવખત રોકી રાખવી પડી હતી. ૫થી ૭ જૂન સુધીના ગાળામાં ચન્દ્ર અને ભરતીની પરિસ્થિતિ ફરીથી અનુકૂળ હતાં. હવે જો ફરી વાર લડાઈ મૂલતવી રાખવામાં આવે તો, હુમલાની યોજનાની ગુપ્તતા બહુ ગંભીર રીતે જોખમાય તેમ હતું.

     જો આમ કરવું હોય તો, હુમલા માટે ચન્દ્ર અને ભરતીની સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરવા, આઈકે છેક ૧૯મી જૂન સુધી યોજના મૂલતવી રાખવી પડે. અને એ દરમિયાન જર્મન જાસૂસો અવશ્ય આ ગુપ્ત  યોજના ફોડી નાંખે; અને નોર્મન્ડી ખાતે તેમની સંરક્ષાણત્મક હરોળને એકદમ સખત રીતે અભેદ્ય બનાવી દે. આમ ઢીલ કરવાથી આક્રમણ કરવા ટાંપીને તૈયાર બેઠેલા દળોનું ધૈર્ય પણ ઓસરવા માંડે. વળી આ હૂમલાની સમયસારણી પૂર્વ મોરચા પર જર્મની સામે સોવિયેટ આક્રમણની સાથે જ તાલબદ્ધ કરવામાં આવી હતી ( synchronized?). આવી ઢીલ   સોવિયેટ શાસનમાં અવળા લશ્કરી અને રાજકીય પ્રત્યાઘાતો પાડી શકે તેમ હતું. આની સામે જો આઈક ગરજતા વાવાઝોડાની વચ્ચે દળોને લડાઈમાં ઝંપલાવવા હૂકમ આપે તો, તે નિર્ણય દળો માટે અપરંપાર દુર્ઘટના સાબિત થઈ શકે તેમ તો હતું જ.અને સર્વોચ્ચ સેનાધ્યક્ષ તરીકે આ નિર્ણય તેમણે એકલાએ જ લેવાનો હતો.

     હવામાન અંગે સલાહ માટે આઈક બ્રિટીશ કેપ્ટન જોહ્ન સ્ટેગ પર આધાર રાખતો હતો. હૂમલાના નિર્ણય માટે અત્યંત કટોકટીવાળી હવામાન આગાહી પૂરી પાડવી એ સ્ટેગ અને તેના સ્ટાફની જવાબદારી હતી. સ્ટેગે સચોટ આગાહી કરી હતી કે, ૩જી જૂને ઈન્ગ્લીશ ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે. તે વખતે આઈકે કામચલાઉ રીતે હૂમલો મોકૂફ રાખ્યો હતો. કેપ્ટન  સ્ટેગે આગાહી કરી હતી કે, ૫ અને ૬ જૂને તે થોડુંક હળવું પડશે; પણ તેના સ્ટાફના બધા જ સભ્યો તેની સાથે સહમત ન હતા. પોતાના બધા હવામાન નિષ્ણાતો એકવાક્ય ન હોય તેવા હવામાનના વર્તારાના આધાર પર આઈકે હવે એક મહાન અને અત્યંત જોખમી નિર્ણય લેવાનો હતો. આઈકે તેની ડાયરીમાં લખ્યું પણ હતું,

” આ દેશની આબોહવા એકદમ અવિશ્વસનીય છે.”

     આઈકે તેમના મૂખ્ય મથક પર તેમના કમાન્ડરોની બેઠક ગોઠવી. તેમણે તેમની સલાહ માંગી. બ્રિટીશ એર માર્શલ ટ્રેફર્ડ લે-મેલરીએ હૂમલો ફરી એક વાર મૂલતવી રાખવા મંતવ્ય આપ્યું. તેમને ભય હતો કે લશ્કરી વિમાનો માટે આ હવામાન બહુ જ નબળું હતું.તેમના પોતાના સ્ટાફના અમૂક સભ્યોએ પણ ઢીલ કરવી વધારે હિતાવહ છે; તેમ જણાવ્યું. બ્રિટીશ કમાન્ડર બર્નાર્ડ મોન્ટગોમરી સહિત બીજા કમાન્દરોએ જો કે, આગળ ધપવાનો અનુરોધ કર્યો.

આઈક હોલની ફર્શ પર દેખીતી વ્યગ્રતાથી આંટા મારતા હતા; અને પોતાની લાક્ષણિક ઢબે હડપચી પર આંગળી રાખી, સૌનો અભિપ્રાય પૂછતા રહેતા હતા. આ છેવટનો અને ખતરનાક નિર્ણય કેવળ તેમના પર જ નિર્ભર હતો. તેમણે પોતાની ડાયરીમાં થોડાક વખત પહેલાં લખ્યું હતું,

” શું કરવું તેનો આખરી અને ઈતિહાસમાં શકવર્તી નીવડનાર નિર્ણય લેવાની આવી ખાસ અને સીધી જવાબદારી જેને અદા ન કરવાની હોય, તેવી કોઈ વ્યક્તિ આવા માનસિક ભારની તિવ્રતા ન સમજી શકે.

અને થોડીક વારે તેમણે એ જગવિખ્યાત હૂકમ લઈ લીધો …

ઓકે! આપણે જઈશું.
O.K. We’ll go. 

———————————————————

– ત્રીજો અને આખરી ભાગ આવતીકાલે…

Translation from 1st chapter of …

“Dwight D.Eisenhower” – D.Clayton Brown

3 responses to “ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ -૨

 1. pragnaju મે 18, 2011 પર 5:43 પી એમ(pm)

  સહજ પ્રવાહમા વહેતી વાત માણી મઝા આવી

  આપણા ૩૪મા પ્રમુખ આઈક ની કારકીર્દિમાં ઘણા વળાંકો આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં યશસ્વી સૈનિક કારકિર્દી પછી તેઓ અમેરિકાના સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા હતા.

  આમ, બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર આઈઝનહોવરે જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં એમની પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું એટલું જ નહીં પણ અમેરિકાના એક ભાગ જેવા દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું.

  મને તેમની આ વાત ઘણી ગમી ગઇ

  આઈઝનહોવરના પુત્ર જ્હોનને કોઇએ એમ પૂછ્યું, ‘‘તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો?’’ જનરલ આઈઝનહોવરના પુત્રએ કહ્યું, ‘‘મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઇ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.’’
  ‘‘આનું કારણ શું?’’
  જ્હોને ઉત્તર આપ્યો, ‘‘આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઉતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.’’

 2. atuljaniagantuk મે 19, 2011 પર 7:09 એ એમ (am)

  રસપ્રદ – ૩ જા ભાગની રાહ જોઈ રહ્યો છું.

 3. Pingback: ઓકે! આપણે જઈશું?- એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: