સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ – ૩

અને આ નિર્ણય લીધા બાદ આઈક સાવ અસહાય બની ગયા. લડાઈ હવે મોરચા પરના સૈનિકોના હાથમાં હતી. લશ્કરી ઈતિહાસમાં સૌથી મોટો  જલસ્થલીય ( એમ્ફિબિયન) હૂમલો આગળ વધતો ગયો; ત્યારે એમણે માત્ર પરિણામની રાહ જ જોવાની હતી. જે સૈનિકો પ્રારંભિક હૂમલા પછીને હરોળ માટે તૈયાર થઈ રહ્યા હતા; તેમને તે મળવા ગયા. તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી.

૬ જૂનની સવારના ૭-૦૦ વાગે તેમને પહેલા ખબર મળ્યા કે, પેરાટ્રૂપરોનું રાત્રિ ઉતરાણ સફળ રહ્યું હતું. આ વખતે કિનારા પરના દળો દરિયો ઓળંગી રહ્યા હતા.

બ્રિટીશ અને કેનેડિયન દળોને તેમના કિનારા પર મામૂલી પ્રતિકાર જ નડ્યો. જનરલ ઓમર બ્રેડલીની આગેવાની હેઠળના અમેરિકન દળો એટલા સદભાગી ન હતા. ખાસ કરીને ઓમાહા મોરચે એમને ભયાનક પ્રતિહૂમલા સામે ઝઝૂમવું પડ્યું. (હજુ પણ અમેરિકામાં એ ‘બ્લડી ઓમાહા’ તરીકે યાદ કરાય છે.) સૈનિકો છાતી સમાણા દરિયામાંથી વરસતી મશીન ગનની ધણધણાટી સામે આગળ ધપી રહ્યા હતા. સૈનિકોનાં શબો દરિયા પર તરતાં હતાં અને કિનારાની રેતી પર પણ ઠેર ઠેર લોથની લોથ પડેલી હતી. જો કે, આ વખતે ઓમાહા બીચ પરની નાની ટેકરીઓ અને ઢોળાવો અમેરિકી સૈનિકોને આડશ લેવા માટે બહુ ઉપયોગી નીવડ્યાં. જો સૈનિકો આગળ વધવા જાય તો તરત જ તેઓ મશીનગનના ફાયરના ભોગ બની જાય તેમ હતું.

બ્રેડલીને તો એક ક્ષણે ઓમાહાનો હૂમલો સમેટી લઈ, પીછેહઠ કરવા પણ વિચાર આવ્યો હતો. પણ તેણે પોતાની જાતને ખાળી કારણકે, આવી પીછેહઠ આખા હૂમલાને સજ્જડ હાનિ પહોંચાડે. તેણે કેસરિયાં કરવા નિર્ણય લઈ લીધો – આ પાર કે પેલે પાર! અમેરિકન નેવીએ એના યુદ્ધ જહાજો અને ક્રૂઝરો પરથી ઓમાહા બીચ પરના જર્મન રક્ષણ સ્થળો પર અવિરત બોમ્બ મારો ઝીંક્યે રાખ્યો. જર્મન નિશાનો પર બોમ્બ વર્ષા કરવા અમેરિકન ડિસ્ટ્રોયરોએ છીછરા પાણીમાં જવાની હિમ્મત પણ કરી; જેથી લક્ષ્યાંકોની નજીકથી આમ થઈ શકે.

આ બધાને કારણે અસર જરૂર થઈ. કિનારા પરના ‘વી કોર’ નામની લડાયક ટૂકડીએ પછીથી હેવાલ પણ આપ્યો હતો કે, “અમેરિકન નેવીને પ્રભુ મદદ કરે. (God bless US navy.)” આ બધાની સામૂહિક તાકાતના કારણે અમેરિકી દળો ઓમાહા બીચ ઉપર પણ આગળ ધપી શક્યાં અને લડાઈ દુશ્મનની નજીક પહોંચવા માંડી.

લોહિયાળ ઓમાહા

ખાસ એમ્ફિબિયન બોટમાંથી ઊતરાણ

ગ્લાઈડરો સાથે જુગલબંધી

 આ દરમિયાન, ઊટા અને બ્રિટીશ/ કેનેડિયન મોરચાઓ પર ફતેહ વધારે જોરથી આગળ ધપી રહી હતી. દિવસના અંતે બધાજ કિનારાઓ પર મિત્ર દળોનો કબજો જામી ગયો હતો. બીજા દિવસે – ૭મી જૂને આઈકે બ્રિટીશ જહાજ ‘એપોલો’ પરથી લડાઈનું નિરીક્ષણ કર્યું. અધાં ઉતરાણ ભારે જાનહાનિ છતાં સફળ રહ્યાં હતાં. થોડાક દિવસો બાદ, તે અમેરિકન  લશ્કરના સર્વોપરી ( ચીફ ઓફ સ્ટાફ)  જનરલ જ્યોર્જ માર્શલ સાથે કિનારા પર પણ ગયા. તેમની સાથે જનારાઓમાં અમેરિકી નેવીના એડમિરલ અર્ન્સ્ટ જે. કિન્ગ અને લશ્કરી જનરલ હેન્રી આર્નોલ્ડ પણ હતા. રાહત અને છૂટકારાની લાગણી સાથે આ બધાએ નોર્મન્ડી, ફ્રાન્સ ખાતે સવારનું ખાણું ( લન્ચ) લીધું.

 આ દરમિયાન અમેરિકી પ્રજાએ હૂમલાની સફળતાને મૂક્ત કંઠે અને ઉત્સાહથી વધાવી લીધી. તેમને એ સમજાયું કે, પશ્ચિમ યુરોપિયન મોરચા પર આગળ ધપવા માટે નોર્મન્ડીનું આ ઝંપલાવ બિંદુ (Launching point) બહુ જરૂરી હતું.  આ સફળતાએ આ આકરા સમયમાં અમેરિકી પ્રજાને બહુ મોટી હૈયાધારણ અને વિશ્વાસ સમર્પિત કર્યાં. ન્યૂયોર્ક શહેરમાં તો લડી રહેલા જવાનો માટે દેવળોએ યોજેલી પ્રાર્થના સભામાં લોકોનાં ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. ફિલાડેલ્ફિયાના મેયરે તો જવલ્લિત રીતે જ વપરાતા લિબર્ટી ઘંટને વગાવડવા હૂકમ કર્યો હતો. બધાં અખબારોમાં આઈઝનહોવરની અખબારી મૂલાકાતો અને છબીઓ પહેલાં પાનાં પર છપાયાં હતાં. આઈકે યોગ્ય રીતે આ હૂમલાને નાઝીઓની નાગચૂડમાંથી યુરોપને મૂક્ત કરવાની જેહાદ ( crusade) ગણાવી હતી.

જેમ જેમ લડાઈ આગળ વધતી રહી; તેમ તેમ મિત્ર દેશોના દળો ધીમી પણ મક્કમ આગેકૂચ કરતાં રહ્યાં. નોર્મન્ડીના હૂમલાના એક મહિના બાદ, આ દળોએ જર્મન હરોળોને તોડી પાડી અને તેમની પીછેહઠની શરૂઆત થઈ ગઈ.

૧૯ જૂને ઈન્ગ્લીશ ખાડીમાં ફરીથી અને વધારે જોરથી ખાબકેલા વાવાઝોડાંના કારણે, ૬ જૂને હૂમલો જારી રાખવાના આઈકના નિર્ણય પાછળનું ડહાપણ અને તેમનું સારું નસીબ યોગ્ય પૂરવાર થયાં.   

આ મહાન હૂમલાની સફળતાના કારણે આઈઝનહોવર બન્ને અર્થમાં, સમગ્ર જગતનો હીરો બની ગયા. આ સફળતા આઈઝન હોવર માટે અમેરિકાના ભાવિ પ્રમુખ બનવાની પાયાની ઈંટ બની રહી.  

– સમ્પૂર્ણ 

ડી.ડે.  અંગે અમેરિકન લશ્કરની ઓફિસિયલ સાઈટ

આવતીકાલે આ રોમાંચક ઘટના પર અવલોકન (!) જરૂર વાંચજો. 

5 responses to “ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ – ૩

 1. સુરેશ જાની મે 19, 2011 પર 5:43 પી એમ(pm)

  Translation from 1st chapter of …
  “Dwight D.Eisenhower” – D.Clayton Brown

 2. pragnaju મે 19, 2011 પર 6:04 પી એમ(pm)

  ઓમાહા ની અનેકવાર વાંચેલી વાત ફરી હ્રુદય કંપાવી ગઇ!
  બીજી તરફ મનના તરંગે આડવાત ડૉલર ક્ષેત્રે લડવૈયાની અદ્દભૂત રોકાણ શૈલી, માર્કેટને લઈને કરવામાં આવતી તેમની કોમેન્ટ અને રોકાણ કરવા માટેની તેમની પસંદગી ઇન્વેસમેન્ટ કોમ્યુનિટીને મળતી આવે છે. એક જ વ્યક્તિમાં આટલી બધી વસ્તુઓનો સમાવેશ થતો હોવાના કારણે વોરેન બફેટને ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખવામાં આવે છે.
  જેહાદ ( crusade) ને બદલે ક્રુઝેડ ( crusade) લખો તો કેમ?
  રાહ જો ઇ એ અ વ લો ક ન ની

 3. Pingback: ઓકે! આપણે જઈશું?- એક અવલોકન | ગદ્યસુર

 4. Capt. Narendra મે 20, 2011 પર 10:48 એ એમ (am)

  આપનું ભાષાંતર અમને “The Longest Day” નામના ચિત્રપટની યાદ આપી ગયું! સરસ અને સુવાચ્ય. આવા બીજા અનુવાદ અપતા રહેશો એવી વિનંતિ!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: