સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓકે! આપણે જઈશું?- એક અવલોકન

ઓકે! આપણે જઈશું.  

૬ જૂન ૧૯૪૫ ડી-ડે ની એ યાદગાર ઘટના.

આવી તો અનેક અતિ મહત્વની ઘટનાઓ વિશ્વ ઈતિહાસમાં કંડારાયેલી છે. કદાચ આનાથી પણ વધારે અગત્યની અને રોમાંચક. પણ ૨૦૧૧માં શા માટે?

ઘણા વાચકોને આ પ્રશ્ન થયો હશે. આજે એનું રહસ્યોદ્ઘાટન કરવાનું છે, અવલોકન કરવાનું છે!

ડિસે. ૨૦૦૦માં ભારત છોડી અમેરિકા આવ્યો. પહેલા ચાર પાંચ મહિના ન  વર્ણવી શકાય એટલી મનોવેદના અને નિર્વેદમાં ગુજર્યા. પણ એની વાત તો ફરી કોઈક વાર. પણ કોઈક શુભ પળે, અહીંની લાયબ્રેરી સાથે નાતો બંધાયો અને વાંચનયાત્રા શરૂ થઈ. એ યાત્રાએ આશરે દસ વર્ષ પૂરા કર્યા; ત્યારે આ પુસ્તક વાંચવામાં આવ્યું.  અને આ અનુવાદ કરવા ઊછાળો આવ્યો. 

પણ એ મૂખ્ય વાત નથી- એ તો સંજોગ જ છે. મૂળ વાત એ છે કે, આ પુસ્તક અહીંની બાળ લાયબ્રેરીમાંથી લાવ્યો હતો! આ દસ વર્ષમાં મેં કેવળ ત્યાંથી જ પુસ્તકો લાવીને વાંચ્યા છે- અંદાજે ૨૦૦-૩૦૦ આવાં પુસ્તકો વાંચ્યા છે; અને હજી ઘણો મોટો જથ્થો વણ વાંચેલો પડ્યો છે. અને નજીકના બીજા બે શહેરો, કે જેમાંથી પણ હું પુસ્તકો લાવી શકું એમ છું; ત્યાં તો અમારા નાના ગામના પુસ્તકાલય કરતાં ઘણાં વધારે સમૃદ્ધ બાળ પુસ્તકાલયો છે.

અને આનાથી સર્જાયું – આ અવલોકન. 

આ પુસ્તક, આ વાંચનયાત્રા, એ યાત્રાની શરૂઆત …. આ બધા વિશે ઘણું બધું લખી શકાય એમ છે; પણ થોડાક અગત્યના લાગ્યા એવા મુદ્દા ટૂંકમાં અહીં રજૂ કરું છું.-

1. જે સમાજમાં બાળપુસ્તકાલયો, પ્રાથમિક શાળાઓ અને શિક્ષકો સમૃદ્ધ / સન્માનનીય છે – એ સમાજને શત શત વંદન.

2. જીવન ચરિત્રો, પ્રેરક ઘટનાઓ, જ્ઞાન વિજ્ઞાનની વાતો આ સૌ વ્યક્તિના જીવન અને ઘડતરમાં નવો જ પ્રાણ પૂરી શકે છે. જો એક સાઠમાં પ્રવેશીને, વયમાં ઘણે આગળ પહોંચી ચૂકેલા જણને આવાં પુસ્તકો નવી તાજગી, બળ અને દર્શન આપી શકતાં હોય તો, બાળમાનસમાં આ ખાતર કેટકેટલી ફસલ પેદા કરી શકે?

3. કોઈ પણ સફળતા માટે કઠોર પરિશ્રમ અને આયોજન જરૂરી છે. ઈશ્વર તેમને જ મદદ કરે છે; જેઓ પોતાની જાતને મદદ કરે છે.

4. જેહાદ, ક્રુઝેડ .. એ શબ્દો અરૂચિકર લાગે – લાગવા જ જોઈએ. પણ એના એ પાસાંને ન ભૂલીએ; જે એક પાગલપનને જન્મ આપે છે. મહાન સિદ્ધિઓ કોઈક ને કોઈક પ્રકારના પાગલપનના કારણે જ પ્રાપ્ત થતી હોય છે. એ મોના લીસાનું ચિત્ર, ડી-ડે, સાપેક્ષતાનો સિદ્ધાંત કે પરમ તત્વની અનુભૂતિ પણ હોઈ શકે છે.

5. બ્રાહ્મણત્વનું જેટલું મહત્વ છે; એટલું જ ક્ષાત્રત્વનું છે. એવું જ વણિકત્વનું (management) પણ છે.  ધર્મ સંસ્થાપના અને દુષ્કૃત્યોના વિનાશ માટે આ ત્રણમાંથી ક્ષાત્રત્વ વિસરાતું જાય છે; એ કમનસીબી છે.

6. ડી-ડે સંઘબળ ( teamwork) તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.  

આ ઉપરાંત ઘણા બધા વિચારો આ વાંચને પેદા કર્યા. પણ એનો એક જ નિષ્કર્શ .

ઓકે! આપણે જઈશું?

18 responses to “ઓકે! આપણે જઈશું?- એક અવલોકન

 1. Bhikhubhai Mistry મે 20, 2011 પર 7:00 એ એમ (am)

  પુસ્તકાલય એ તો જ્ઞાનનો ભંડાર છે. બચપણથીજ જો બાળકોને પુસ્તકો વાંચવાની ટેવ પાડવામાં આવે તો તેમનું સારું ઘડતર થાય. મારા ૭ થી ૧૦ વર્ષના પૌત્રો વિજ્ઞાનમાં જેટલું જાણે છે તેટલું તો હું કોલેજ કરી રહ્યો ત્યારે પણ જાણતો ન હતો. હજીયે ઘણી બાબતો તેઓ જાણે છે તે હું નથી જાણતો.

  સારા સારા પુસ્તકો વાંચવાથી બાળક એક આદર્શ વ્યક્તિ બની શકે છે. મોટે ભાગેના મહાન વ્યક્તિઓને નાનપણથીજ આવા સંસ્કાર પડેલા હોય છે. કહેતાં શરમ આવે છે કે અહીની એટલેકે પશ્ચિમના દેશોની સ્કુલમાં ભણતા છોકરાઓ આપણને સલાહ આપતા હોય છે કે “આવું ન થાય” અને તેઓ બિલકુલ સાચા હોય છે. કોલેજ ભણી રહ્યા પછી અને નોકરીએ વળગ્યા પછી પણ પડેલા સંકારો ચાલુ રહેતા હોય છે. એવું કહેવામો આવે છે કે બાળકોમાં ૭ વર્ષ સુધીમાં જેટલા સંસ્કારો નાંખવા એટલા નાખી શકાય.

  આવા સંસ્કારો આપણાં ધાર્મિક પુસ્તકો પણ નાખી શકે. અમે નાના હતા ત્યારે ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહલાદ વિગેરેના ચરિત્રો, મા-બાપ થકી સાંભળેલા તે હજીયે ભુલાતા નથી. જીવન દરમ્યાન પડેલી મુશ્કેલીઓમાં સહાયભૂત થયા છે. સચ્ચાઈ અને પ્રમાણિકતાનું બળ પણ માણસને મળતું હોય છે. અસ્તુ.

  Bhikhubhai Mistry
  Houston, Texas, USA
  Phone: 281 879 0545

 2. Atul Jani (Agantuk) મે 20, 2011 પર 7:09 એ એમ (am)

  દાદા અવલોકન સરસ છે:

  ૨૦૦-૩૦૦ પુસ્તકો વાંચ્યા અને હજુ ઘણાં વણ વંચાયેલા છે તે પણ સમય મળ્યે જરૂર વાંચજો.

  આ પુસ્તક, આ વાંચનયાત્રા, એ યાત્રાની શરૂઆત …. આ બધા વિશે ઘણું બધું લખી શકાય એમ છે; પણ થોડાક અગત્યના લાગ્યા એવા મુદ્દા ટૂંકમાં અહીં રજૂ કરું છું.-

  ૧ થી ૬ બધા અવલોકન સારા છે.

  મને તો ઘણીએ વાર અને મોટા ભાગે આ પુસ્તક, જાણે કે માનવ મનમાં એક તુમુલ ઘર્ષણ જાણે કે કુરુક્ષેત્ર જગાવનાર હોય તેવા લાગ્યા છે. તેથી પુસ્તકોનું અનુસંધાન વાંચનયાત્રા સાથે હોવા કરતાયે વધુ તો તે મનના સંઘર્ષ (કુરુક્ષેત્ર) સાથે હોય તેમ મને લાગ્યું છે.

  મારું અવલોકન સાવ ખોટું નહીં હોય – હા, એ ખરું કે પુસ્તક વગર વાંચનયાત્રા અટકી પડે પણ કુરુક્ષેત્ર કે માનસીક સંઘર્ષને કાઈ ન થાય.

  આ તો મારું અવલોકન છે તમારું અવલોકન પણ મજાનું છે.

 3. pragnaju મે 20, 2011 પર 7:23 એ એમ (am)

  મઝાનું અવલોકન
  સંઘ બળ જરુરી છે જ તેમા વધુ જરુરી …લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ બટ ફોલો વન..
  વયમેકસ્ય શ્રુણ્વાના મહાબુદ્ધિમતો રણે
  ભવન્તસ્તુ પૃથક્‌ સર્વે સ્વબુદ્ધિવશવર્તિનઃ”
  એક કાબેલ સેનાપતિ ના કહેવા પ્રમાણે જ લડે ત્યારે સફળતા મળે
  ……………………………………………………………………………………………..
  અહીંના પુસ્તકાલય કાયદાઓની જાણકારી પુરી પાડે ,તમારે ઘર કે કાર લેવી કે વેચવી હોય તો તે અંગે ખૂબ જરુરી માહિતી મળે,પુસ્તકાલયમા ન હોય તે પુસ્તક તમને મંગાવી આપે તથા તે અંગે તમને ખબર આપે અને કોઇ પણ વિષયના સંશોધન માટે વાતાવરણ પ્રેરણાદાયી અને બાળ વિભાગમા બાળકોના પુસ્તકો તથા રમવાના રમકડા પણ હોય.તે ઉપરાંત બોલતા પુસ્તક તમે કાર ચલાવતા પણ માણી શકો અને અપાર વિડીયો અને કોમ્પ્યુટર,સ્કેનર અને કોપીઅર…
  સાથે અહીંના નાગરિકો પણ પુસ્તકોના દાન આપે..
  સ્વયંસેવક તરીકે સેવા આપે.

 4. atul bhatt મે 20, 2011 પર 7:46 એ એમ (am)

  alya bharatmato libraryma books dhul khay che.vanchan…nahivat thui gayu..kai nahi apane apana dharma shambhalava dharmno marm levo vichari.
  atul

 5. Rajiv Jani મે 20, 2011 પર 9:26 એ એમ (am)

  Excellent article and great observations. In the context of present generation, I may have to add here that we may have to extend the concept of “book reading” to “knowledge gathering” as present generation in india and abroad do get the knowledge but instead of reading books, new mediums are used now. Mediums like watching videos in youtube or listening to mp3 cds of the books in the car or surfing websites that adds up to the knowledge and increase life values are equally important and perhaps more effective. Being a practitioner of how our subconscious mind works, I also feel that our subconscious mind works better with images and hence when we watch videos, it gets faster into the subconscious. All parents have to do is to motivate kids on watching videos that spread message of harmony, love and inspiration.

 6. Harnish Jani મે 20, 2011 પર 9:52 એ એમ (am)

  Very interesting- Plz suggests 5 of your fav entertaining books- 5 books which are inspiring literary books, to us- Thank you-
  and yes, tell us your fav writers-

  • સુરેશ જાની મે 20, 2011 પર 10:19 એ એમ (am)

   હું માત્ર બાળકો માટેની ચોપડીઓ વાંચું છું! એમાં વિષય અગત્યનો હોય છે – લેખક નહીં.
   આવાં પુસ્તકોમાં લેખકનું પ્રદાન સંશોધન સિવાય ખાસ હોતું નથી. પણ આ દસ વર્ષમાં
   ૭૦ દેશો , ઢગલાબંધ જીવનચરિત્રો, અસંખ્ય વિજ્ઞાન, પુરાતત્વ વિ. વિષયો ખૂંદી વળ્યો છું.
   જેક ઓફ ઓલ – માસ્ટર ઓફ નન!
   આ પુસ્તકોમાંથી સા.જ્ઞા. ઘણું મળ્યું છે. ક્ષિતીજ વિસ્તરી છે – ઊંડાણ ખાસ નહીં!
   પણ એનાથી એ સમજાયું છે કે, જિજ્ઞાસુ માટે આકાશ અમર્યાદિત રીતે ખુલ્લું છે.
   રાજીવે સાવ સાચી વાત કહી કે, જ્ઞાનનો અપાર ભંડાર ઈન્ટરનેટે ખોલી દીધો છે.

   આવનાર પેઢી આપણાં કરતાં અવશ્ય ઘણી બળવત્તર હશે; એવી શ્રદ્ધા છે.

 7. Chirag મે 20, 2011 પર 10:39 એ એમ (am)

  દાદા, શુદ્રત્વ ભૂલ્યા… એ પણ જરૂરી છે.

  સાચે જ પુસ્તકો ઉત્તમ મિત્રો છે.

 8. Capt. Narendra મે 20, 2011 પર 12:06 પી એમ(pm)

  અવલોકન ગમ્યું! તેમાં આપનો વિનય સ્પષ્ટ વર્તાઇ આવે છે. પુસ્તકો સારા મિત્રો હોય છે તેન અનુસંધાનમાં બે કથન નમૂદ કરવાની ઇચ્છા થઇ! બન્ને અંગ્રજી છે:

  1. A man is known by the company he keeps; પુસ્તકો પરણ આપણા સાથીદારો જ હોય છે ને!અાનો સંદર્ભ નીચેના કથન સાથે કેટલો અનુરૂપ છે તે જણાઇ આવશે:

  2.”Tell me what you read and I will tell you what you are!”

 9. Valibhai Musa મે 20, 2011 પર 2:09 પી એમ(pm)

  “ઓકે! આપણે જઈશું? “ના ત્રણેય ભાગ અને અંબોણ( In addition)માં ‘અવલોકન’ ગમ્યાં. સાચે જ તમે અન્ય પ્રકારના સમ્રાટ ઉપરાંત અવલોકન સમ્રાટ પણ ખરા, ખરા અને ખરા જ! ખરે જ પોતાના જ લેખનું પોતે જ યથાર્થ અવલોકન આપી શકે. હવે મારા માટે આવી બધી ઐતિહાસિક વાતો ‘ગાલિબ એન્ડ ગેટે અને ઈ ન્ડીઆ એન્ડ જર્મની’ જેવી હોવા છતાં સુરદાની કલમ (કી બોર્ડ)ના પ્રતાપે આ શ્રેણી મને અન્યોની જેમ સ્પર્શી ગઈ. આ તો લશ્કરી તાલીમ, જોખમ ઊઠાવવાની માનસિકતા, સાથી દળોનો સહકાર અને એવાં ઘણાં બધાં પરિબળો સફળતા માટે સહાયરૂપ બન્યાં.

  હવે તો Disaster Management ભણાવાય છે, પણ ગામાડાંઓમાં આવી સહાયની રાહ જોવાના બદલે કેટલાક માણસો બચાવ પ્રક્રિયામાં પોતાની સૂઝબૂઝ પ્રમાણે લાગી જતા હોય છે. વળી જોવાની ખૂબી એ પણ હોય છે કે એકત્ર થએલા માણસોમાંથી કોઈ એક સર્વમાન્ય નેતા તરીકે ક્ષણોમાં ગોઠવાઈ જતો હોય છે અને તેના જ આદેશો અનુસાર લોકો કામને અંજામ આપતા હોય છે. અમારા ગામમાં વર્ષો પહેલાં લાગેલી એક આગ અને બે પાડાઓ લડતાં લડતાં ગામકૂવામાં પડેલા એ બંને ઓપરેશનો સામાન્ય લાગતા માણસોના નેતૃત્વમાં પાર પડ્યાં હોવા અંગે બહારગામ હોવાના કારણે ચશ્મદીદ ગવાહ બનવાનું તો નહોતું થયું, પણ વિગતે સાંભળવા મળ્યું હતું.

  આજે પણ ગામડાંઓમાં આવી વેળાએ બૂમિયો ઢોલ વગાડવામાં આવતો હોય છે. આગના સંજોગોમાં તો લોકો ઘરેથી નાનાં મોટાં વાસણોમાં પાણી લઈને જ જતા હોય છે. ઘટનાસ્થળે લોકો માત્ર તમાશો જોવા માટે ખોટી ભીડ કરીને કામ કરનારાઓ માટે અવરોધરૂપ બનતા નથી હોતા.

  • સુરેશ જાની મે 20, 2011 પર 2:52 પી એમ(pm)

   ‘રીડર્સ ડાઈજેસ્ટ’ માં આવી વાતો ‘ સ્મોલ હિરોઝ’ શ્રેણી નીચે છપાતી રહી છે.
   આપણા દેશમાં પ્રેસ અને મિડીયા આવા નાના, પણ દાખલો લેવા જેવા બનાવોને થોડુંક પણ મહત્વ આપે તો ચોક્કસ નાનું પણ હકારાત્મક કામ થાય.

   આ યાદ દેવડાવવા માટે ખૂબ ખૂબ આભાર.
   આ બ્લોગ પર ‘ પાણીનું ટીપું’ આવા જ એક નાના હીરાની વાત છે.
   https://gadyasoor.wordpress.com/2010/01/20/water-drop/

 10. DR. CHANDRAVADAN MISTRY મે 20, 2011 પર 2:58 પી એમ(pm)

  સુરેશભાઈ,

  પોસ્ટ વાંચી.

  તમારી “પુસ્તક-વાંચન યાત્રા” અમેરીકા આવ્યા બાદ, શરૂ થયાના ઉલ્લેખ સાથે તમે પુસ્તકાલય્માં જઈ “બાળ પુસ્તકો” લાવી વાંચવાની શરૂઆત કરી તે વિષે લખ્યું.

  અને….”ડી ડે”નું અવલોકન કર્યું તેનું જણાવ્યું.

  ત્યારબાદ, અગત્યના ૬ મુદ્દાઓ લખ્યા.

  તો હવે….

  આપણે વધુ ચર્ચાઓ કરીએ.

  બાળ પુસ્તક કે કોઈ પણ પુસ્તક હોય, એક પુસ્તક સ્વરૂપે એ “જ્ઞાન” જ છે…અને જ્યાં પુસ્તકોનો સંગ્રહ થાય તે “પુસ્તકાલય” એ એક “જ્ઞાન મદિર” કહેવાય. એથી, એકવાર મેં મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એવા જ ભાવે એક પોસ્ટ પ્રગટ કરી હતી…જેના માટે “લીન્ક” છે>>>>

  http://chandrapukar.wordpress.com/2009/10/04/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE/

  પુસ્તક વાંચન દ્વારા માનવી “જ્ઞાન માર્ગ” પર હોય…આ શરૂઆત એટલે એનું “પ્રથમ પગલુ”.

  આ વાંચનનું “મનન” કરવું એ રહે એનું “બીજું પગલું”.

  આ બે પગલાની ખાસ જરૂઆત હોય. કારણ કે “શરૂઆત” અને “સમજણ” વગર બીજું નકામું થઈ જાય.

  ત્યારબાદ, આવે “ત્રીજુ પગલું” ..અને એ છે જે જાણ્યું તેનો અમલ ..યાને “કાર્ય યાત્રા”.

  માનવ જીવનમાં આ એક “બહુ જ અગત્ય”નું છે.

  તમે તમારા વાંચનનું “અવલોકન” કર્યું..એ એક કાર્ય છે.

  કોઈ એવા વાંચન બાદ, “જીવન સફરમાં કંઈક પરિવર્તન” લાવે એ પણ કાર્ય પંથ જ છે.

  કોઈ જો કક્ત વાંચન બાદ, જ્ઞાનને “જ્ઞાન ભંડાર”રૂપે ફક્ત સંગ્રહ જ કરે તો…એનું મુલ્ય કમ છે કારણ કે એ ત્યારે “પોતાના”માટે જ કંઈ કરે છે.
  અંતે તો મારે એક જ કહેવું છે….પુસ્તક વાંચન કેળવવું એ અગત્યનું છે..અને એવા મુળ જો બાળરૂપે હોય તો માનવીની સફર સફળતાના પંથે જ હોય..સત્ય તરફ હોય શકે !

  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  SJ..Thanks for your visit/comment on my Blog !

 11. Ramesh Patel મે 22, 2011 પર 12:29 એ એમ (am)

  આદરણીય શ્રી સુરેશભાઈ એટલે સુરેશભાઈ
  અવલોકન આપનું ફક્ત પ્રેરણાદાયી નહીં એક અભિગમ પ્રત્યે સચોટ નિશાન.
  મારા માટે ..આપની જેમ જ રજવાડા ભર્યું જીવનને બદલે અમેરિકામાં રેહવા ટેવાવા માટે
  મને’ Live this moment powerfully’ ની આપની વાત બરાબર ફીટ થઈ ગઈ ને
  વાત ગબડી ગઈ અને એક બેલેન્સ લાઈફ ,ખૂટતી દાદાઈ કડી ઉમેરી ,જીવન સાર્થક થયાનો
  અહોભાવ પ્રગટ્યો.
  આપની આ અવલોકન કથા એ આધુનિક સુરેશ પુરાણ બની મહેકશે જ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. hemapatel મે 22, 2011 પર 8:52 એ એમ (am)

  આપની પુસ્તક વાંચન યાત્રામાં , વાંચન બાદ મનન અને અવલોક્ન .
  બહુજ સરસ અવલોક્ન.

 13. Pingback: Super 30 | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: