સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભાષા અને કળા

ભાષા અને કળાનું મહત્વ સમજાવવા આ કોઈ મહા કે લઘુ નિબંધ નથી! માત્ર એટલું જ જણાવવા ઉદ્દેશ છે કે, ગઈકાલે મારી દિકરીના દિકરા જયની સ્કૂલમાં ગયો હતો. તેનો આ અહેવાલ છે.

જય છઠ્ઠા ધોરણમાં અમારા નાનકડા મેન્સફિલ્ડ શહેરની મ્યુનિ. શાળામાં ભણે છે. ( વસ્તી માંડ ૬૦,૦૦૦) એ અને એના જેવા બીજા પચાસેક વિદ્યાર્થીઓ વિશેષ યોગ્યતાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊત્તિર્ણ થયા છે. આ બધાંએ આખા વર્ષ દરમિયાન જાતજાતના પ્રોજેક્ટો જુદા જુદા વિષયો અંગે કરવાના હોય છે.

ગઈકાલે તેમના ભાષા અને કળા અંગેના પ્રોજેક્ટનું પ્રદર્શન હતું.  

એમાં નીચેના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા. 

America on attack Enhancing your baby Oklahoma Uni.
Angels vs demons Fairies Original six of NHL
Architectural progress Growth of plants Pediatrician
Basket Ball Heaven Rain forest
Bermuda Triangle Handbags Say Cheese
Cheer leading Hip Hop Slurpee v/s Icee\
Communication How do we sing? Soccer
Curious cats How humans communicated before language Steroids
Deja Vue Leprechauns Suicide
Demon Possession Looney tunes Vampires
Dinosaurs Mardi Gras Vikings
Dogs around the world Mating of wild cats Werwolves
Donald Duck Mickey Mouse Winnie the pooh
Dreams NIKE Wolves
End of the world Oklahoma WW II
Yeti Zombies

કોણે કયો પ્રોજેક્ટ લેવો; એ શિક્ષક નથી કહેતા. દરેકે જાતે જ તે નક્કી કરવાનું હોય છે. માત્ર નક્કી કર્યા બાદ શી રીતે આગળ વધવું અને તેનું મૂલ્યાંકન શી રીતે કરવામાં આવશે ; તેનું માર્ગદર્શન અને નિયમોની પુસ્તિકા જ તેમને આપવામાં આવે છે.
જયે ‘ બર્મ્યુડા ત્રિકોણ’નો પ્રોજેક્ટ લીધો હતો. અને મને પણ એ માટે તેને મદદ કરવાની તક મળી હતી. એના ડિસ્પ્લે બોર્ડની સાથે મૂકવા માટે મેં નીચેના મોડલો બનાવ્યા હતા.
સ્ટીમર
મિલિટરી પ્લેન
આ ઉપરાંત મારા બીજા ઓરિગામી મોડલો પણ કામમાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટમાં
• તેમણે જે જે સંદર્ભો વાપર્યા હોય, તે દરેક વિશે થોડુંક લખવાનું હોય છે.
• મોડલો, ચિત્રો, લખાણ વિ, થી ડિસ્પ્લે સજાવવાનો હોય છે.
• ત્રણ ચાર વ્યક્તિઓના ઈન્ટર્વ્યુ લઈ, તેમના વિષય અંગે અભિપ્રાય પણ લેવાના હોય છે.

        કળાત્મક અને ઊડીને આંખે વળગે તેવી રજૂઆત, ભાષા, પ્રોજેક્ટના વિષયની જાણકારી કેમ સારી રીતે આપી શકાય તેની ચિવટ – આ બધા પરથી પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

    અને વિષયોની વિવિધતા તો જૂઓ. પોતપોતાની રૂચિ મૂજબ.
નોંધી લો કે, આ કોઈ વિશિષ્ઠ શાળા નથી – કેવળ મ્યુનિ. શાળા જ. માંડ બાર તેર વર્ષના આ બાળકો કોલેજમાં જશે અને પછી તેમના કાર્યક્ષેત્રમાં પરોવાશે; ત્યારે કઈ કક્ષાનું કામ કરી શકશે ; તેનો અંદાજ તમે જાતે જ બાંધી લો.

10 responses to “ભાષા અને કળા

  1. Chirag મે 26, 2011 પર 10:18 એ એમ (am)

    Yes, if such things were provided in schools in India, the new generation become world leader. Allas! We are too busy worrying about tiny things…

    • સુરેશ જાની મે 26, 2011 પર 12:38 પી એમ(pm)

      જ્યારે જ્યારે હું આવું બધું અહીં જોઉં છું; ત્યારે આ જ વિચાર આવે છે. અમે ભણતા હતા; ત્યારે આવી તકો મળી હોત તો?
      આ દસ વર્ષમાં પણ બાળકો સાથે રહીને ઘણું શીખવા મળ્યું છે. પણ એ તો નિવૃત્તિ વેળાની પ્રવૃત્તિ.
      સામાજિક પરિવર્તનો વ્યક્તિઓ જ લાવી શકે; પણ એ વ્યક્તિનું ઘડતર એ સમાજની જવાબદારી છે.

      મારું એક સૂચન છે – સૌ ભારતવાસી વાચકોને –
      શાળાઓ આવી તક આપે કે ન આપે; દરેક કુટુમ્બ પોતાનાં બાળકોને આવા પ્રોજેક્ટો કરવા ઉત્તેજન આપે તો? એક પ્રોજેક્ટ બરાબર કરે તો, એક નાનકડી ભેટનો લોલીપોપ.. અને જો જો .. ગાડી દોડવા માંડશે.

  2. Ramesh Patel મે 26, 2011 પર 11:54 એ એમ (am)

    શ્રી સુરેશભાઈએ તેમની પૂરબહાર ખીલેલી અવલોકન કલા દ્વારા, અમેરિકાની શિક્ષણ પ્રણાલીના
    ઉમદા તત્ત્વોનું નિરુપણ કરી ,સૌને લાભાન્વિત કર્યા છે. સુંદર ભેટ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. pragnaju મે 26, 2011 પર 1:15 પી એમ(pm)

    સુંદર પ્રોજેક્ટો અને પ્રેરણાદાયી માહિતી.
    જય છઠ્ઠા ધોરણમાં અમારા નાનકડા મેન્સફિલ્ડ
    વાંચતા મન વિચારે ચઢી ગયું.
    મેન્સફિલ્ડે ૩૦ વર્ષની સ્ત્રીના દિલની ગ્લાનિ’ વિષે ભાવુક લખ્યું છે.
    સંતાનોને માટે પતિ છૂટતો નથી અને સલામતી માટે સંતાન જરૂરી હોય છે. સંતાન સર્જન છે માટે એ સ્ત્રીની અસહ્ય કમજોરી બની જાય છે. અને ધીરે ધીરે શરીરના સૌંદર્યની તલવાર એક ઢાલ બની જાય છે. પરિસ્થિતિના આકારો બદલાય છે પણ તનાવોમાં ફર્ક પડતો નથી. ઘરકામમાં નવરાશ નથી, પણ ખાલીપો નામનો એક સ્ત્રીસહજ શબ્દ ઘેરાઇ રહ્યો છે. ગૃહસ્થી એક જંજાળ બની ચૂકી છે.ભ્રમવશ સ્ત્રી સમર્પણને સ્થિરતા, સ્વાતંત્ર્ય, સર્વોપરિતા સમજી લે છે.પતિ, પત્ની, સંતાનોના વિભક્ત એકમ પરિવારને સ્પર્શે છે. એ પરિવાર જુદા ફ્લેટમાં રહે છે અને સંયુક્ત નથી. અહીં સ્ત્રીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે માટે એક દિશાહીનતા અને પરિણામે નિરાશા, અને એમાંથી પરિણમતી એકલતાનો અહેસાસ આવી ગયા છે.
    મારી ચારે ય દિકરીઓએ આ ત્રીસોનો દાયકો પસાર કર્યો છે.પણ અહીં રહેતી ચાર સ્નેહીઓની દિકરીઓએ આ ત્રીસીમા ડીવોર્સનો માર્ગ અપનાવ્યો છે.હંમણા તો સુખી લાગે છે! હવે અમારો પ્રોજેક્ટ એ લાગે છે કે ૬૦+ આ અંગે કેવું વલણ રાખવું ?

    મ્યુટેટો નોમીને ડી ફેબ્યુલા નેરેટુર!

  4. Pingback: ભાષા અને કળા | | GujaratiLinks.comGujaratiLinks.com

  5. Rajeshwari Shukla મે 30, 2011 પર 12:20 પી એમ(pm)

    ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે. જયને અને તેના દાદાને હ્રદયપૂર્વકનાં અભિનંદન.હું જજ્યારે જોબ કરતી હતી ત્યારે મેં પણ આવા પ્રોજેક્ટસ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવ્યા હતા. તેમાંનો એક પ્રોજેક્ટ ” ત્રિફળાગુગળળ-એક એન્ટીસેપ્ટીક ઔષધ” પ્રોજેક્ટ ધોરણ ૧૧ ની એક વિદ્યાર્થીની પૄથા દેસાઇએ કરેલો જેમાં ત્રિફળા ગુગળની ગિળીઓ દિવસમાં ૩ ગિળી ત્રણ વખત લેવામાં આવે તો તે અસાધ્ય પાકને( પસ થયું હોય તો તેને)મટાડી શકે છે તેવા પ્રયોગો અને ઉદાહરણો ફોતા(પ્રુફ )સાથે મૂક્યા હતા.તેને CSIR_NEW DELHI તરફથી ૨૫૦૦૦ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. આ જ સંસ્થા દ્વારા તેની External application માટે કોઇ પ્રયોગો અમે કરીએ તો તેની બધી જ વ્યવસ્થા માટેનની આર્થિક સહાય અને પેટન્ટ આપવા તેઓ તૈયાર હતા…પણ તે પછી થોડક જ સમયમાં મેં જોબ છોડી…આપણા દેશમાં આવા પ્રોજેક્ટસ દરેક ધોરણમાં થાય છે જ માત્ર તે હાઇલાઇટ નથી થતા.ફેર એટલો જ કે પ્રોજેક્ટ શિશકો જ આપે છે. અને તેથી તે બધું જ શિક્ષકની સજ્જતા, તેનો રસ (શિક્ષણ, વિદ્યાર્થી અને પોતાના વિષય માટે)મુખ્ય બની રહે છે.કેટલાક બાળકોનાં વાલીઓ તેમાં સારો એવો રસ લે છે બાકી મા-બાપ પાસે બાળકો માટે સમય જ હોતો નથી. મને ખૂબ જ આનંદ થયો. બધા જ પ્રોજેક્ટ્સનાં ટાઇટલ વાંચીને ખૂબ જ સારું લાગ્યું. માહિતી મોકલવા બદલ આભાર.
    હું તો હમણાં મારી રીતે જુદાજુદા પ્રોજેક્ટસ કર્યા જ કરું છું અને ખૂબ આનંદ મેળવું છું.

  6. La' Kant જૂન 2, 2011 પર 11:07 પી એમ(pm)

    ThanQ Saheb…
    It induces enriching imagination power naturally…when one makes a choice.It also promotes self-orientation and power of expression.
    Sharing is also a good practice, it increases selfesteem too! A good method
    -La’kant.

  7. nilam doshi જુલાઇ 9, 2011 પર 5:40 એ એમ (am)

    સરસ વાત કરી.. પૌત્ર સાથે આવા ઉત્સાહી દાદા હોય એ પૌત્ર પણ નસીબદાર જ ને ? આજ કાલ તો બાળકોને દાદા, દાદી એવા સુલભ કયાં રહ્યા છે ?

  8. nilam doshi જુલાઇ 9, 2011 પર 5:41 એ એમ (am)

    સરસ વાત..મજા આવી. જે પૌત્રને આવા ઉત્સાહી દાદા મળે એ પૌત્ર પણ આજે તો નસીબદાર જ ગણાય ને ? આજકાલ બાળકોને દાદા ..દાદી જલદીથી સુલભ કયાં થતા હોય છે ?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: