સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરિવર્તન ભાગ : ૧૨ – ગરાજ સેલ

કેટલા ઉમંગ અને પ્રેમથી એ ડ્રેસ જીવનસાથીએ જન્મદિવસે ભેટ આપ્યો હતો? માંડ એક બે વખત જ પહેર્યો હતો. અને પછી તો અહીંની વ્યસ્ત જિંદગીમાં એ પહેરવાનો અવસર જ ક્યાં મળ્યો?

સેલમાંથી સાવ સસ્તા ભાવે એ શર્ટ લાવ્યા હતા. પણ જ્યારે જ્યારે પહેરવાનો સમય આવે ત્યારે; એનો રંગ ગમતો ન હતો, એટલે એ પહેરાયું જ નહીં.

બાબા માટે કેટલા બધા, સરસ મજાના બાબાસૂટ લાવ્યા હતા; અને બર્થડે પાર્ટી વખતે ભેટમાં મળ્યા હતા. પણ બાબલો તો માળો ઝટપટ એટલો તો વધવા લાગ્યો કે, એ બધા એમનાં એમ પડી રહ્યાં.

રમકડાંના ઢગલે ઢગલા ભેગા થઈ ગયા છે. સહેજ વપરાયા, ન વપરાયા અને એ પણ સાવ અણગમતા થઈ ગયા.

દર વરસે અહીં તો નવા ઈલેક્ટ્રોનિક સાધનો ખરીદી લાવીએ. અને જૂનાં પડ્યાં જ રહે. કોમ્યુટર તો  ત્રણ વરસ થાય અને નવું મોડલ આવી જ ગયું હોય. જૂનું આઈપોડ તો એમનું એમ પડી રહ્યું છે.

ચોપડીઓના ઢગલે ઢગલા ભેગા થઈ ધૂળ ખાઈ રહ્યા છે.

કસરત કરવાનું ટ્રેડ્મિલ લાવ્યા. પણ બહાર ચાલવા જવાની મજામાં એય ક્યાં ખાસ વપરાય છે?

આમ ને આમ કેટલો બધો સામાન – સાવ વપરાશ વગરનો, નકામો, મહામૂલી જગ્યા રોકતો કે ગરાજમાં ધૂળ ખાતો, ભેગો થઈ ગયો છે?

નવી ચીજો મૂકવા જગ્યા જ નથી!

….

અને એ બધો વેચી દીધો – પાણીના મૂલે – ગરાજ સેલમાં.

કોઈક એક ડોલરમાં તો કોઈક બે ડોલરમાં. ૨૫૦ ડોલરમાં કેટલા હરખથી કીબોર્ડ લાવ્યા હતા – બેબી બીથોવન જેવી મહાન સંગીતકાર બને તેવાં ખ્વાબો સાથે. પચીસ ડોલરમાં એ ગયો ત્યારે હાશ થઈ!  અને જુનું નોટબુક કોમ્પુટર ૬૦ ડોલરમાં એક મેક્સિકન એની બેબીને તાલીમ માટે લઈ ગયો ત્યારે તો હરખ છલકાઈ ગયો.

ગરાજ સેલ પાંચ દિવસ ચલાવ્યું! કેટલા ઉમંગથી ખરીદેલો આ બધો કાટમાળ વેચતાં ગાડાંના પૈડાં જેવા ૫૦૦ ડોલર હાથમાં આવ્યા ત્યારે ઊનાળાની બળબળતી બપોરે આસમાનમાં મેઘધનુષ્ય દેખાવા લાગ્યું!

વસ્તુની કિમ્મત કેટલી ક્ષણિક હોય છે? દુકાનમાંથી પગ બહાર મૂક્યો અને એની કિમ્મત અડધી થઈ જાય. થોડોક વપરાશ કે વપરાશ વગરનો સમય વીતે અને એની કશી કિમત જ નહી.

અને પાણી મૂલે વેચતાં મળેલી એ મહાન રકમ પણ બીજી વસ્તુઓ ખરીદી આપશે.

અને એ વસ્તુઓની પણ આ જ ગતિવિધી.

પરિવર્તન.. પરિવર્તન..પરિવર્તન..

કશું શાશ્વત જ નહીં. કિમત બદલાય, વપરાશ બદલાય, રૂચિ બદલાય, ચીજો બદલાય.

અને આપણે પણ ક્યાં એવાં ને એવાં?

8 responses to “પરિવર્તન ભાગ : ૧૨ – ગરાજ સેલ

 1. pragnaju મે 29, 2011 પર 8:29 એ એમ (am)

  સ રસ ચિંતન

  થોડું ઉમેરુ

  જે વસ્તુનો એક વર્ષ સુધી ઉપયોગ ન થયો હોય તે કાઢી નાંખી મોકળાશ કરવી

  નાણાને ફરતા રાખવા આ જરુરી છે.

  ફરી યાદ રહે ….

  દાન કરો

 2. Sharad Shah મે 30, 2011 પર 6:46 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  મીરદાદની વાત દેવડાવું
  “ઓછી મિલ્કત, ઓછું બંધન.
  વધારે મિલ્કત, વધારે બંધન.
  વધારે મિલ્કત, ઓછું મૂલ્ય.
  ઓછી મિલ્કત, વધારે મૂલ્ય.”
  મને ક્યારેક લાગે છે, “બહુમુલ્ય ચીજો પર પ્રાઈસ ટેગ નથી હોતી” પણ આપણી પાસે આંખ નથી બહુમુલ્ય ચીજોને ઓળખવાની અને પ્રાઈસ ટેગથી વસ્તુનુ મુલ્ય આંકીએ છીએ અને જીવનભર કચરો ભેગો કર્યા કરીએ છીએ. બીનજરુરી કે અલ્પ જરુરી ચીજોથી આપણા ઘર ભરેલા પડ્યા છે. મનતો ભરાતું નથી એટલે ઘર ભર્યે રાખીએ છીએ. ગેરેજ સેલ એક બાજુ ઘર ખાલી કર્યાની રાહત આપે છે અને બીજીબાજુ ઓછી કિંમત મળ્યાનો ડંખ કે ક્યારેક ધાર્યા કરતાં વધારે મળ્યાનો આનંદ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

 3. Ramesh Patel મે 30, 2011 પર 11:44 પી એમ(pm)

  સંઘર્યો સાપ પણ કામ આવે એ વાત ગઈ. કોઈ વસ્તુ રાખી મૂકીએ ને તે ઘરમાં જ બીજાને કામ આવશે
  એ વાત હવે મેળ ખાય એવી રહી નથી. જે દિવસે વાપર્યુ તો બરાબર ,નહીંતો નવું આવ્યું એટલે પછી
  ચાલું વસ્તુ ને નાખ ગેરજમં ને પછી આપો તેને વિદાય.
  એકદમ સાચો મજાનો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. hirals નવેમ્બર 20, 2015 પર 11:08 એ એમ (am)

  જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.
  જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.

 5. hirals નવેમ્બર 20, 2015 પર 11:10 એ એમ (am)

  પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.

 6. P.K.Davda નવેમ્બર 20, 2015 પર 1:14 પી એમ(pm)

  કેટલા સરળ શબ્દોમાં કેટલી સાચી વાત કહી દીધી? સમજે બધા છે પણ અમલ કોઈ કરતું નથી !!

 7. Pingback: ( 813 ) જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ | વિનોદ વિહાર

 8. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: