સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફ્રીસેલ ભાગ -૨ : એક અવલોકન

ભાગ -૧ લખ્યાને એક વરસ થયું.

ત્યારે માત્ર દસ જ પત્તાં લક્ષ્યસ્થાને પહોંચેલાં હતાં અને એક જ પત્તું ખસેડતાં આખો મહેલ કડડભૂસ પડી ગયો – એનો હરખ હતો.

પછી તો આમ આ રમત રમવાની આદત ઘર ઘાલી ગઈ. ઉત્તરોત્તર વધારે ને વધારે નવા જંગ જીતાતા ગયા.

લો એની આ તવારીખ.

૨૮ એપ્રિલ-૨૦૧૧, સાત પત્તાં

૧૭ - મે -૨૦૧૧, ચાર પત્તાં

અને કાલે તો આ બધા રેકર્ડ ટૂટી ગયા. માત્ર બે જ પત્તાં સુધી પહોંચી ગયો.

૩૧ મે - ૨૦૧૧, બે જ પત્તાં !

અને મિત્રોને ખબર આપી દીધી –

વાહ, રે! મેં વાહ.

….

અને અવલોકન શરૂ!

અરેરે! જીવડા. રમત બનાવનારે એમાં દસ લાખ વિકલ્પો ભરેલા છે. એમાં આ બધા ઈડરિયા ગઢો હતા જ. તેં કાંઈ એ પેદા નથી કર્યા! હજુ વળી રમીશ તો એક જ પત્તા સુધી પહોંચીશ અને કદાચ બધાંય નીચે જ રહે – એમ પણ બને. 

તો શાને ખાલી ગુમાન કરે?  રમત રમવાની મજા માણ.

પણ ભાઈયું અને બેન્યું! આમ નવા શિખરો હાંસલ કરવાના ધખારાથી એ મજા બમણી, ત્રણ ગણી, અરે! અનેક ગણી વધી નથી જતી?

માનવ જીવનનો બધો પ્રપંચ આવા ધખારાને કારણે જ  છે ને? કશું લક્ષ્ય જ ન હોય, તો શી મજા?

ફિલસૂફો એવી મજા ગોતવાનું કહે છે – જે આમ ક્ષણિક ન હોય; શાશ્વત હોય.

પણ આ જીવને એમ થાય છે કે, એવી કાયમની મજા જ્યારે મળે ત્યારે એ માણીશું. આજે તો આ બે પત્તાંની મજા માણી લઈએ. 

‘ આજની ઘડી તે રળિયામણી’

માત્ર એક જ વાત – ગુમાન નો હાલે ! એને તો બાય બાય !   

 

6 responses to “ફ્રીસેલ ભાગ -૨ : એક અવલોકન

 1. hemapatel જૂન 3, 2011 પર 3:43 પી એમ(pm)

  જે વસ્તુ શાશ્વત છે તેમાંજ સાચુ સુખ સમાયેલુ છે . છતાં પણ દરેક મનુષ્ય
  ક્ષણિક સુખની પાછળ ભાગે છે .અને માણસ જીવનમાં આ ક્ષણિક સુખજ
  ભોગવી લેવા માગે છે અને આનંદ માણે છે .કારણ જેમાં શાશ્વત સુખ સમાએલુ
  છે તે અવસ્થાએ ઘણી બધી સાધના પછી પહોચી શકાય છે .

 2. P U Thakkar જૂન 10, 2011 પર 1:12 એ એમ (am)

  વિકાસ અને પ્રગતિ એ માનવની મૂળભૂત લાક્ષણિકતા અને ગુણ ઇશ્વરે મૂકેલો છે. એ સતત પ્રગટ થયા કરે છે. જીવન અમાપ અને અગણિત શક્યતાઓથી ભરપૂર છે. મુક્ત પસંદગીનો અધિકાર માનવને મળેલો છે. ફ્રી-સેલની રમત કદાચ એટલે ગમતી હશે કે એમાં આ બધા ગુણો છે. કોમ્પ્યુટર પર હું કદી કોઇ ગેમ રમ્યો નથી રમતો નથી-તે માટે ગમે તે કારણો હોય. પણ ફ્રી-સેલની રમતને અનુભવવાની આ રીત અત્યંત ગમી. મુરબ્બીશ્રીને એની મઝા પડે છે એ તેમનો મઝા માણવાનો સ્વભાવ લાગે છે. લાવ, હું તેમની થોડી નિર્દોષ (!!) ઇર્ષા કરી લઉં !

 3. Pingback: હોબીવિશ્વ » Post Topic » સ્પાઈડર સોલિટેર - બે શક્યતાઓ

 4. Pingback: સ્પાઈડર સોલિટેર – બે શક્યતાઓ « હોબીવિશ્વ

 5. Pingback: ફ્રીસેલ – અંતિમ « હોબીવિશ્વ

 6. Pingback: ફ્રીસેલ – અંતિમ | હોબી લોબી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: