સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દીકરો અને દીકરી


સાભારશ્રી, વિનુભાઈ સોની – મેન્સફિલ્ડ , ટેક્સાસ

સ્રોતઅજ્ઞાત 

———————————————————-

 • દીકરો વારસ છે
  • દીકરી પારસ છે!
 • દીકરો વંશ છે
  • દીકરી અંશ છે!
 • દીકરો આન છે
  • દીકરી શાન છે!
 • દીકરો તન છે
  • દીકરી મન છે!
 • દીકરો માન છે
  • દીકરી સ્વમાન છે!
 • દીકરો સંસ્કાર છે
  • દીકરી સંસ્કૃતિ છે!
 • દીકરો આગ છે
  • દીકરી બાગ છે!
 • દીકરો દવા છે
  • દીકરી દૂવાં છે!
 • દીકરો ભાગ્ય છે
  • દીકરી વિધાતા છે!
 • દીકરો શબ્દ છે
  • દીકરી અર્થ છે!
 • દીકરો ગીત છે
  • દીકરી સંગીત છે!
 • દીકરો પ્રેમ છે
  • દીકરી પૂજા છે!
 • દીકરો વાદળ છે અને વરસે છે
  • દીકરી ધરતી છે અને તરસે છે!
 • દીકરો એક પરિવારને તારે છે 
  • દીકરી દસપરિવારને તારે છે!!

 

8 responses to “દીકરો અને દીકરી

 1. juzar vora જૂન 7, 2011 પર 6:06 એ એમ (am)

  ■દીકરો દવા છે
  ■દીકરી દૂવાં છે!
  very good composition…..

 2. સુરેશ જાની જૂન 9, 2011 પર 7:42 એ એમ (am)

  શ્રી. લક્ષ્મિકાન્ત ઠક્કર્ના ઈમેલમાંથી …
  દીકરી એટલે……. આંસૂઓના સગપણ
  આંસૂઓના પડેપ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?

  કહ્યા વિનાયે સઘળું સમજે એવાંસગપણ ક્યાંછે?-કુમુદ પટવા

  પતિ-પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ ઉપરાંત તે સંબંધનું ફરજંદ-પિતા/માતા પુત્રી,સંબંધનુંપારસ્પરિક “લ્હેણું”એ જે સગાઈ, “દીકરી” નામ સાથે જોડાયેલી છે,તે અંગે એટલું તો મહેસૂસકરી શકાય કે,-એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,જેમ કાશ્મીરને માટે કહેવાય છે,”‘બેહિસ્ત’ યાનેકે,’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે… તેમ!

  દીકરી ,-એટલે હક-દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે છે.એ પિતા-પુત્રી સંબંધનું જોડાણ ને પિતાને હૈયે

  વસતી લાડકડી-‘લાડોરાની’માં સામાહિત લાડ-કોડ એની ધ્યોતક પણ છે.દીકરી એટલે, લાલ આંખવાળાકરડીનઝરવાળા એક અક્કડ વટવાળા ‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ ,કૂણો ખૂણો પણછે.ભલભલાખમતીધર પહાડ જેવા સખત કડક બાપને પણ પીગળાવી ઢીલો-ભીનો કરી શકે તે દીકરી.તેની સાથે જોડાયેલો છે,-નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.

  સામાજિક જીવનમાં દીકરીને ઘણી ઉપમાઓ મળી છે! દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’ એ હવે જૂનું થયું, બદલાયેલા નવા સમયમાં એ કમાઉ,પોષક દીકરો બની છે,આધાર બની છે. પવિત્રતા,મૂલ્યો,પ્રભાવ,જાન,નવતરતા,ઝંકાર,ચિંતા,અતિપ્રિયતા,જુદાઈનો ગમ એવા ભાવો પણ જોડાયેલા છે.

  દીકરી,-એટલે મળેલું કુદરતનું વરદાન !

  દીકરી,-એટલે અમારી સૌથી મોંઘી આન.

  દીકરી,-એટલે અમારા ઘરની શાન.

  દીકરી,-એટલે તુલસી દળનું પાન.

  દીકરી,-એટલે પવિતર પ્રભાતિયું ગાન.

  દીકરી,-એટલે સુબહની પાક આઝાન.

  દીકરી,-એટલે ઘરની કાયમની મુસકાન.

  દીકરી,-એટલે ઘરની વસતી,માહોલ,જાન.

  દીકરી,-એટલે પરમ પવિત્ર કન્યાદાન.

  દીકરી,-એટલે ઘરનું મહામૂલું રતનજાજરમાન.

  દીકરી,-એટલે જાણે હક્દાવે થાતું રાણીનું ફરમાન.

  દીકરી,-એટલે યાનેમૂડ-મસ્તી હંસી-ખુશીના પ્રાણ।

  દીકરી,-એટલે સલૂણી સવાર। તાઝ્ગીભર્યું નામ.

  દીકરી,-એટલે રસોડાની રાણી નામે રણકાર.

  દીકરી,-એટલે “ક્યારે આવશે?” નો પ્રતીક્ષિત ભણકાર.

  દીકરી,-એટલે ગર્વ,સન્માન,પ્યાર,દુલાર,હૈયાનો હાર.

  દીકરી,-એટલે એક સમયની આંસૂની વણઝાર.

  દીકરી,-એટલે ગમે તેવા સખત પત્થરદિલ બાપને,કૂંપળશી તડ પાડી પીગળાવી રડાવી દે તે શખ્શિયત .

  દીકરી એટલે અ-મારી (જે મારી નથી’)‘હયાતી! મા-બાપના અસ્તિત્વનું વજૂદ બની રહે છે.

  દીકરી એટલે ઈશ્વરે અ-મને આપેલું,આખરે,વરાયેલા વરને હિચકાતાં ‘કન્યા’ રૂપે અપાતું…અણમોલ(મહામૂલું) દાન !

 3. bharatpandya ઓક્ટોબર 15, 2011 પર 11:35 પી એમ(pm)

  OK ! but real pleasure and source of happiness is when you treat your Daughter in law as Daughter !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: