સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પોતું – એક અવલોકન

આમ તો આ અવલોકન રસોડામાં પેપર નેપકિન પરથી સર્જાયું છે.

ચા ગાળતાં થોડીક ચા કુકિંગ પ્લેટફોર્મ પર ઢોળાઈ. તરત પેપર નેપકિન લઈ લૂછી લીધી. ફરી ચોક્ખાઈ થઈ ગઈ.

બાથરૂમમાં ઘણું બધું પાણી ઢોળાયું હતું. પોતું લીધું અને ફર્શ પર ફેરવી, ડોલમાં નિચોવતો ગયો. ચારેક વખત આમ કર્યું અને છેલ્લે કોરાં પોતાંથી સમાપન કર્યું. સાથે ફર્શ પર વળગેલો મેલ પણ સાફ થઈ ગયો અને બાથરૂમની ફર્શ સાફ સુથરી થઈ ગઈ.

આમ તો આ ઘટના કેશાકર્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. સાદો કે પ્લાસ્ટિકનો કાગળ આ કામ ન કરી શકે. નેપકિન કે પોતાંના રેસાઓમાં અસ્તિત્વ ધરાવતી અનેક પાતળી નળીઓ આ કામ ઝપાટાભેર કરી નાંખતી હોય છે.

અને અવલોકનકારની નજરે?

ચૈતન્યના, સંવેદન જન્માવે એવી પ્રવાહિતાના વિશાળ દરિયા આપણી ચારે બાજૂ પથરાયેલા જ હોય છે. પણ કશું જ ગ્રહણ ન કરી શકે તેવું, પ્લાસ્ટિકના કાગળ જેવું મન એને ઝીલી, આત્મસાત્  નથી કરી શકતું. એ સંવેદનાઓને ઝીલવા મગજના ન્યુરોનના રેસાઓમાં સત્વ અને સત્ય ગ્રહણ કરવાની કાબેલિયત કેળવવી પડે છે.

અવલોકનકાર થવું પડે છે!

અને…….

‘ વાહ રે! મેં વાહ! ‘ ! મારો અહમ્  પુષ્ટ બન્યો !

અને બહુ ચર્ચાયેલી ‘પોતું’ લઘુકથા પણ વાંચી લો

3 responses to “પોતું – એક અવલોકન

 1. Suresh Jani જૂન 12, 2011 પર 11:58 એ એમ (am)

  વાચકોને આ પણ વાંચવા ભલામણ …

  પોતું – એક વિશ્લેષણ …

  https://gadyasoor.wordpress.com/2009/11/15/mpo-analysis/

 2. sapana જૂન 12, 2011 પર 3:35 પી એમ(pm)

  સુંદર અવલોકન ..મારું મન પ્લાસીટ્કના પેપર જેવૂ નથી મને પ્રકૃતિના નાનકડા ફેરફારથી હ્ર્દય વલોવાઈ જાય પ્લિઝ મારી કવિતા વાંચો…મૂંગું રુદન…લેખક પાસે આવી સમ્વેદના ના હોય તો
  લખી ના શકે સુરેશભાઈ તમને મળી ચૂકી છું અને તમે એક સંવેદનશીલ વ્યકતીતવ ધરાવો છો…
  સપના

 3. nabhakashdeep જૂન 12, 2011 પર 4:47 પી એમ(pm)

  સંવેદના ઝીલતાં શીખીએ તો સાચું જીવન માણવા મળે જાણવા મળે. સુંદર અવલોકન
  આધ્યાત્મિક ભાવો જગાડતું.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: