સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિકૃત વૃક્ષ – અવલોકન ઉપર એક અવલોકન

આ ચિત્ર જુઓ –

વિકૃત વૃક્ષો અને વચ્ચેથી પસાર થતી પાવર લાઈન

વૃક્ષોની આખી હારમાળા; એમની કુદરતી અવસ્થાથી સાવ વિકૃત. બાજુમાંથી પસાર થતી, શહેરની ૧૧ કેવીની પાવર લાઈન, ——ક્રીક રસ્તાનું સાઈન બોર્ડ અને કોન્ક્રિટનો રસ્તો.

કશું કહેવા જેવું છે ખરું?

શું અવલોકી શકીએ?

 • વૃક્ષનું મૂંગું રૂદન?
 • પાવર લાઈન પર ફોલ્ટ થતા અટકાવવા જીવનની જરૂરિયાત?
 • પ્રકૃતિ ઉપર સંસ્કૃતિનું અતિક્રમણ?
 •  શહેરી માણસની પાશવતા?
 • એ તો આમ જ હોય

આપણે ઘણું બધું વિચારી શકીએ. પણ સઘળાં અવલોકન આપણી ચિત્તવૃત્તિ પર આધારિત હોય છે. આ લખાય છે; તે ૨૩૨ મું  અવલોકન છે. દરેકમાં એ વખત મને સૂઝેલો વિચાર. એનાથી સાવ વિપરિત વિચાર પણ હોઈ શકે! કયા દૃષ્ટિકોણથી જોઉં એના પર જ અવલોકનનો આધાર રહે.

અને આમ જ બધા અભિપ્રાયો અને પ્રતિભાવોનું પણ હોય છે ને? ચર્ચાઓ , સંવાદો અને વિસંવાદોનું હોય છે ને?

નજર સૌની નોખી,
નિયમ સૌના નોખા
– ચીનુ મોદી

વૃક્ષને વિકૃત કરનાર માણસ અને આ દૃષ્યને જોનાર માણસ – બેય વિકૃત?

અવલોકન જ શા માટે?

જેને મારાં અવલોકન ગમે છે, તે ટેકો આપશે – સરસ નિજાનંદ.

જેને એ નથી ગમતાં , તે કહેશે ,’ આના કરતાં વાર્તા કે કવિતા લખતા હો તો?’

અને કોઈક એમ પણ કહેશે ,’ આ બધી લખાપટ્ટી અને માથાકૂટી છોડો ને યાર! કશુંક કામ કરો, અથવા ગોદડામાં મોં ઘાલી, ઊંઘી જાઓ!’

તો તો પછી એમ પણ પૂછાય – આ વૃક્ષ જ શા માટે? અને એને જોનાર પણ શા માટે? લખનાર અને વાંચનાર પણ શા માટે? જગત શા માટે?

પૂછવાના તો હજાર રસ્તા હોય છે. જવાબ આપવા જ અઘરા હોય છે !

આમ કેમ?

રામ જાણે !

Advertisements

8 responses to “વિકૃત વૃક્ષ – અવલોકન ઉપર એક અવલોકન

 1. Atul Jani (Agantuk) જૂન 14, 2011 પર 8:45 એ એમ (am)

  જ્યારે અમુક પ્રશ્નોના ઉત્તર ન મળે તો આપણે કહી દઈએ કે રામ જાણે !

  પણ મને તો હવે લાગે છે કે રામ પણ ક્યાં બધું જાણતા હશે ?

  અથવા તો રામને આપણે ક્યાં જાણીએ છીએ ?

  એક જ રામ કે અનેક પ્રકારના રામ હશે ?

  આ બધું શોધવા કરતાં તો રામ રામ કરવું સહેલું નથી શું ?

  મર્યાદા પુરુષોત્ત્મ હોવાથી શું રામને પણ મર્યાદા હશે ?

  રામ જાણે !

 2. Sharad Shah જૂન 14, 2011 પર 9:25 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  હજારો કે લાખો વર્ષોથી લીમડાના ઝાડ ઉગે છે. લીમડાના ઝાડની સંખ્યા પણ લાખો કે કરોડોમા હશે. દરેક લીમડાના ઝાડમા લાખો પાન ફૂટે છે. આ બધા પાન જે અત્યાર સુધીમાં ઉગ્યા છે તેની સંખ્યા કોઈ ગણી ન શકે તેટલી થાય. છતાં હજી સુધી બે લીમડાના પાન કદી એક સરખા ઉગ્યા નથી.આવું જ બીજા બધા વૃક્ષો માટે પણ સત્ય છે. ક્યારેક એકજ ઝાડના બે સરખા પાન શોધવા પ્રયત્ન કરજો અને તમે નિષ્ફળ જશો.પ્રકૃતિ ક્યારે પણ પુનરાવર્તન નથી કરતી.કેવી અજબ વાત છે. કલ્પના પણ ન કરી શકાય. ચારેબાજુ ચમત્કારો સર્જાઈ રહ્યા છે અને આપણે કોઈ ચમત્કારી બાવા સાધુને શોધતા હોઈએ છીએ જે હવામાંથી ભભૂત કાઢે કે મોંમાથી તાવીજ કાઢે અને આપણા દુઃખો દુર કરી નાખે. આવા ચમત્કારી બાવા સાધુઓથી આપણે પ્રભાવિત થતા હોઈએ છીએ અને તેના પગ પકડી લઈએ છીએ અને અકલ્પનીય ચમત્કારો આપણી ચારેબાજુ રોજ સર્જાતા હોય છે તે જોવાની આંખ આપણી પાસે નથી. અને પાછા આપણે આપણી જાતને બુધ્ધીમાન ગણતા હોઈએ છીએ.
  વાહ રે માણસ જાત.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 3. Chirag જૂન 14, 2011 પર 12:44 પી એમ(pm)

  જવાબની શોધમાં જ માણસજાત પુરા ઇતિહાસથી ગુંથાયેલી છે. એ જ વિકાસ માટેની ચાવી છે. ભલે એ વિકાસમાં વિનાશની પણ શક્યતા હોય, ગાયને પવિત્ર ગણી શકાય પણ એનો કોઈ વિકાસ નથી અને માણસ ભલે અપવિત્ર રહ્યો, વિકાસ તો તેને જ જડ્યો.

 4. chandravadan જૂન 15, 2011 પર 2:03 પી એમ(pm)

  Dear Sureshbhai,
  This is your AVLOKAN as a Post.
  Your AVLOKAN is YOUR way of seeing a EVENT…or seeing an INCIDENT.
  For the same thing others may have a DIFFERENT VIEW POINT..that becomes an AVLOKAN for that person.
  If your Avlokans are are your SEARCH to know more then you may get your DESIRE OR you may FAIL to do so.
  If you are trying to provoke the INQUIRING MINDS of others & expect some ANSWERS you may get or get DISAPPOINTED.
  This is ALL in the GYAN PATH.
  One must learn to draw the LINE when you reach a stage when you think that you have reached your HIGHEST POINT in your Journey & you are in towards that PARAM TATVA. If you do that you will hade ALL ANSWERS & PEACE !
  OM SHANTI !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  SJ…hope you find that Peace !

  • Suresh Jani જૂન 15, 2011 પર 6:48 પી એમ(pm)

   આ વાત જેટલી ‘અવલોકન’ માટે સાચી છે; તેટલી જ સઘળાં સાહિત્ય સર્જન માટે પણ સાચી છે. દરેક કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, નાટક ……..બધું જ લેખકની મનોવૃત્તિ પર આધાર રાખે છે.
   જ્યારે ‘ અંતરની વાણી;’ સંભળાય છે; ત્યારે આર્ય મૌન અને બ્રહ્મનાદનો પ્રદેશ શરૂ થાય છે – પરા વાણીથીય પર.

   • chandravadan જૂન 16, 2011 પર 12:39 એ એમ (am)

    True ! Very true !
    This the Key we all search for as Humans.
    Often this search is DENIED/POSTPONED at the given FREE WILL inherited by ALL HUMANS.
    This is the Path to PARAM TATVA !
    DR. CHANDRAVADAN MISTRY

   • Sharad Shah જૂન 16, 2011 પર 6:07 એ એમ (am)

    પ્રિય સુરેશભાઈ;
    પ્રેમ;
    હું કાંઈ ઝાઝી ટિપ્પણીઓ કે સલાહ આપવા માટે સક્ષમ નથી જ. પણ કેટલીક વાતો મને સમજાણી છે તેને અથવા ક્યારેક મારા ગુરુની વાતો કોઈને મુઝવણ દુર કરવામા સહાયક થશે તેમ લાગે તો મિત્રો સાથે શેર કરું છું. બાકી તો દરેક જીવની પોતાની યાત્રા હોય છે અને તે મુજબ તેની ગતી હોય છે.ધ્યાનની ગહરાઈઓ નો એકવાર આનંદ મળતો થાય છે એટલે જે નકામી ચીજ આપણું ધ્યાન ખેંચતી હોય તે તરફથી આપોઆપ આપણી એનર્જી વળવા માંડે છે. જેમ સાચા હીરાની સમજ અને ઓળખ થવા માંડે એટલે હાથમાં ઝાલેલા પત્થરો કે જેને અત્યાર સુધી આપણે હીરા સમજતા હતા તે આપોઆપ આપણે છોડી દઈએ છીએ આપણને કોઈને પુછવા જવાની જરુર નથી પડતી કે હું આ પત્થરો ને છોડું કે નહીં. જવાબ આપણો વિવેક જ આપી દે છે.બસ આમજ બધા જવાબો આપણી ભિતર જ છે. ગુરુ તો ફક્ત એ જવાબો આપણને આપણી ભિતરથી કેવી રીતે મેળવી શકીએ તે તરફ ઈશારા જ કરી શકે છે એથી વધૂ કાંઈ નહી.મારી સમજ પ્રમાણે જ્યાં પણ તમને જણાય કે આનંદ મળે છે તે દિશામા ગતી કરતા રહો. જુઠો આનંદ હશે તો કાળક્રમે ખબર પડી જશે જ કે આ જુઠો આનંદ હતો.(જો આંખ ખુલ્લી રાખશો તો) જુઠા આનંદની ઓળખ જ એ છે એ ટકાઊ નથી, તકલાદી છે અને બીજા પર આધારીત છે.જ્યારે અસલી આનંદ સ્વપર આધારીત કે સ્વ કેંદ્રિત છે શાસ્વત છે અને આપણૉ મૂળભુત સ્વભાવ પણ. અસલની ઓળખનુ નામ જ વિવેક છે. એકવાર વિવેક કેળવાતો જશે એટલે સમસ્યાઓ સમસ્યાઓ નહી રહે પણ રમત બની જશે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: