(* સ્વ. આદરણીય ક.મા.મુન્શીની
આત્મકથાના પહેલા ભાગ
‘ અડધે રસ્તે’ ના
એક પ્રકરણનું નામ)
( ક. મા. મુન્શી ની જીવનઝાંખી –
ગુજરાતી પ્રતિભા પરિચય પર )
તેની સાથે ફોન પર વાત થઈ. સ્વીટ હોમ સોસાયટીમાં આવેલા તેના ‘સ્વીટ હોમ’ નું સરનામું લીધું. ( અગાઉ એક વખત, એને ઘેર આમ તો ગયો હતો; પણ પંદરેક વરસ પહેલાં; એટલે ખાસ યાદ ન હતું.) અને સ્કૂટર હંકારી ત્યાં પહોંચી ગયો. રસ્તાથી સહેજ ઊંચે તેનો બંગલો હતો. આથી તેને માટે શાળાજીવન દરમિયાન વાપરતો હતો તે વિશેષણ ‘ટેકરાના મુન્શીઓ’ યાદ આવી ગયું.
અને એ તો મારો વ્હાલો બંગલાના દરવાજાની આગળ આવીને તો ઊભો હતો. મેં શાળાજીવનની ધિંગામસ્તી યાદ કરી, સડસડાટ સ્કૂટર એની સાવ લગોલગ, જુવાનિયા ઈસ્ટાઈલે હંકાર્યું- ધસાવ્યું. એ સહેજ પાછો હટ્યો. અને મેં સ્કૂટરને ચઈડ દઈને બ્રેક મારી !
ઘરમાં પ્રવેશીએ, ત્યાં સુધી થોડી રાહ જોવાય? અમે ચસચસાવીને ભેટ્યા. ભણતા’તા ત્યારે તો બાખડેલા; કદી ભેટ્યા નો’તા! પણ કિશોરાવસ્થામાં અવ્યક્ત રહેલ એ વ્હાલ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વરસી ગયું. એના ઘરમાં ગયો; અને તેની પત્ની ‘લીલી’ તો અમારી વચ્ચે વરસી રહેલ વ્હાલની ઝડી જોઈ રાજીના રેડ થઈ ગઈ. માર્કંડ એનું સાંભળતો નથી, એ ફરિયાદ કરી, મારું હિયરિંગ એઈડ એને પહેરાવી પણ જોયું!

માર્કંડ અને લીલી મુન્શી - તેમના ઘરમાં

માર્કંડ અને સુરેશ - શાળાના ગોઠિયા - ૫૩ વર્ષ પછી!
ચાર વર્ષ, દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં એક જ પાટલી પર સાથે બેસી ગાળેલી એ દિવસોની કેટ કેટલી યાદો ઊભરાઈ આવી?
પછી સુદામોજી બોલિયા,મને સાંભરે રે!
વળી નાનપણાંની પ્રીત, મને કેમ વિસરે રે!
… જેવી વાતો.
એણે મારા ખરાબ અક્ષર જોઈ કેવો ટોણો મારેલો?
‘ સુરેશ! તું ભણવામાં આટલો હોંશિયાર,
પણ તારા અક્ષર આટલા ખરાબ?’
અને પછી તો હું અક્ષર સુધારવા મચી પડેલો. અને એટલે જ મારા અને ગાંધીજીમાં અક્ષરો પૂરતુંય સરખાપણું ના આવ્યું!
સ્વ. ક. મા.મુન્શીનો એ માળો કાંઈક સગો થાય. અમારી શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા મુન્શીજી આવેલા, ત્યારે કોલર ઊંચા કરી કરીને, ઈવડો ઈ ફરતો! મુન્શીજીનાં પત્ની લીલાવતી અમારી શાળાનાં વિદ્યાર્થીની, એટલે મુન્શીજીએ અમારી શાળાને ‘સાસુ શાળા’ કહેલી, તે મેં યાદ દેવડાવ્યું અને ફટાફટ ઈવડા ઈને યાદ પણ આવી ગયું.
કેટકેટલી યાદોના ખડકલા થઈ ગયા?
પણ નેટ પરના મારા કોઈ મિત્ર આ ટેકરાના મુન્શીને જાણતા નથી – સિવાય કે, માર્કંડના નાના ભાઈ , ‘નીલકંઠ મુન્શી’. માર્કંડે મારી એક પણ વાત મારા બ્લોગ પર વાંચી નથી; અને નીલકંઠ ભાઈએ તો? મોટા ભાગના મારાં ગાંડાંવેડા ખમી ખાધાં છે ! એમની એક કોમેન્ટ …
Short cut is always dangerous. Short cut means you want to avoid regular steps, which can lead to trouble. In banking industry, first lesson given is to refrain from shortcut. Shortcut leads to human failure or system failure.
અને એ અવલોકન .. ‘શોર્ટ કટ‘ …
(નોંધ – બન્ને ભાઈઓ બેન્કર હતા. હવે તો મારી જેમ નવરા ધૂપ!)
પણ અહીં થોડી ‘ ગદ્યસુર’ની વાત કરવાની છે?
અને પછી તો કિશોર કાળના આ ગોઠિયાને બીજી બે વાર મળવાનું થયુ.
બીજી વાર બન્ને એમની પત્નીઓ– લીલીબેન અને દર્શનાબેન -સાથે ‘લાલાને વ્હાલાં’ નાં ભજન સાંભળવા મારા ફ્લેટ પર આવ્યા હતા. પણ એ વખતે તો ભજનરસમાં અમારી વચ્ચે માંડીને વાત જ શી રીતે થાય?

નીલકંઠ મુન્શી - ભજન માણતા

માર્કંડ, નીલકંઠ, દર્શના અને લીલી મુન્શી - લાલ ચક્કરમાં !
પણ અમારી ત્રીજી મૂલાકાત તો યાદગાર બની રહી. કર્ણાવતી ક્લબના સભ્ય હોવાના સબબે માર્કંડે એક રવિવારે મને ત્યાં લન્ચ માટે બોલાવ્યો; અને અમે ત્રણે મિત્રોએ દિલથી એ મિલન અને એ જમણ માણ્યું. પછી, એના ઘેર સત્સંગ અને આજ દિન સુધીની વસમી વિદાય.

મુન્શી ભાઈઓ - કર્ણાવતી ક્લબમાં
નીલકંઠ ભાઈ અને દર્શના બેનનો દિકરો યાત્રિક તો ફોર્ટવર્થમાં જ રહે છે; આથી તે બન્ને તો વારંવાર અહીં આવીને રહે છે. ( હાલ પણ તેઓ અહીં જ છે.) પણ માર્કંડ અને લીલીબેનને મળવા બહુ મન થાય છે. અને……
અઢી મહિનાનાના દેશવાસની
મહામૂલી યાદોમાં
ટેકરાના મુન્શીઓ
હમ્મેશ માટે જડાઈ ગયા.
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ,
તમારી ભારતની મુલાકાત દરમિયાન કોણ જાણે તમારા કેટલાય પરિચિતો સાથે મારા પણ ગાઢ સંબંધો થયા હોત, પણ તેમ ન થઈ શકવામાં તમારું ‘ દ્વિચકડિયું’ વેરી બન્યું. તમે એક્બે વાર મને પટકવા માટે આમંત્ર્યો પણ ખરો, પણ હું Emergency સિવાય એ સવારીનું જોખમ ઊઠાવતો નથી. અમદાવાદ એક સમયે કાપડની મિલોનું નગર હતું. કાયમી મિલકામદારો ઉપરાંત બદલી- કામદારો પણ રહેતા. આ મુન્શીભાઈઓ અને એવા અન્યોના ગાઢ પરિચયમાં મને લાવ્યા હોત તો બદલી-સુરદાનો Role ભજવીને તમને અને એવાઓને ઉપયોગી થયો હોત! ખેર! બીત ગઈ સો બાત ગઈ.
Munshi માંથી Munish નામ બની શકે અને કેનેડાસ્થિત મારા ભત્રીજાનું નામ પણ એ જ છે. મુન્શીભાઈઓ અને મુસાભાઈઓની પરસ્પરની ઓળખ માટેનો એક મજબૂત આધાર એ છે કે એવણ (પારસી લઢણમાં) ટેકરાવાળા તરીકે ઓળખાય તો અમે ટેબા(ટીંબા)વાળા મુસા તરીકે ઓળખાઈએ છીએ. અમે અમારા ગામમાં બહારના અનેક ધંધાઓ ઉપરાંત એક રવિવારી દુકાન (Sunday Shop) શરૂ કરવા ઈચ્છતા હતા, જેનું નામ “Tebawala Musa & Sons) રાખવા ધારેલું. આડવાતો બાજુએ કરતાં મુખ્ય વાતે આવું તો મોડા પડવાના કારણે અમે આરતી પ્રસંગે જ હાજર રહી શક્યા હતા. લીલીબેન અને દર્શનાબેને અમારી સાથેની બે સ્ત્રીઓને ધ્યાને લીધી હશે. એક ગરવી ગુજરાતણની વિશભૂષાએ Mrs. William (લાડકીબાઈ) અને અન્ય મારી પુત્રવધૂ શાહિન ઈરાનીઅન હિજાબમાં હતી. મારો દીકરો અકબરઅલી અને હું ઈરાનીઅન Cut માં દાઢીધારી હતા.
સાંકડી મઢી અને બાવા ઘણાની જેમ અમારે બહાર બધાયનાં જુતાં સંભાળવા અને લિફ્ટ સામે જોઈને બેસી રહેવાનું હતું કે ક્યારે caterer આવે અને બધાંયનું જમવાનું જલ્દી જલ્દી પતી જાય, કેમ કે અમારે બંનેને કવિસંમેલનમાં જવાનું હતું.
છેલ્લે સમાપને કહું તો જુલાઈ મહિનામાં હું અમેરિકાની યાત્રાએ (સફરે) જવાનો છું અને ફોર્ટવર્થ ખાતે યાત્રિક અને તેના પરિવારને મળવાનું કદાચ થશે. યાત્રિકને મળીને મહાદેવનાં દર્શનનો જરૂર લાભ લઈશ અને જો તે શક્ય ન બન્યું તો ઈન્શા અલ્લાહ અમદવાદ તો મળીશું જ.
માર્કંડભાઈ- લીલી બહેનને તથા જ્યોતિબેનને અમારી યાદ પાઠવશો.
વ્હાલા વલીદા
એક રિસર્ચ કરી….
મારા લખાણના શબ્દો – ૫૦૧
તમારા લખાણના શબ્દો- ૨૭૮
પ્રેમ કેમ વરસાવવઓ એની ટ્રેનિંગ આપવાના ધંધામાંય ઝૂકાવતા હો તો બાપુ!
આપણા હાદજનોની જોક્સ એપાર્ટ…. આવા બધા મિત્રો આ ઉમ્મરે પ્લેટિનમનાં ઘરેણાં જેવા છે.
એ ભાઈ, એ માટે પૂનામાં ફિલ્મ ઈન્સ્ટીત્યુટ છે જ. ગ્લીસરીનનાં આંસુ અને ઘણું બધું. આપણી પાસે નકલી તો મળે જ નહિ. લાગણીઓના વેપાર નોં હોય બાપલા. કોઈ એલ્યુમિનિયમ ધાતુવાળા મિત્રો મળી પણ જાય, તેથી મિત્રો બનાવવાનું છોડી દેવાય નહિ.
શ્રી સુરેશભાઈ
આપે આપની યાત્રા સંબંધોની મીઠાસથી ભરી દીધી. સમયની સારપનો બોધ માણ્યો અને
જીદગીને જાણવા ને માણવાની તમારી રીત અંતરને સ્પર્શી ગઈ.. ફરીથી ‘ Live this moment
powerfully’ ના તમારા સૂત્રને માણું.
આદરણીય શ્રી અલીભાઈની કલમ પ્રસાદીમાં એટલો જ ભાવ રમે છે..આનંદ થાય છે તેમને
વાંચતાં.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી વલીભાઈની કલમ પ્રસાદીમાં એટલો જ ભાવ રમે છે..આનંદ થાય છે તેમને
વાંચતાં.
રમેશ પટેલ(આકાશદીપ)
Wonderful.Friendship of childhood is Precious.
Enjoyed
Knowing another Friend of Sureshbhai with this Post.
Nice knowing !
Best wishes to you & to your Friendship !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar ¬ Inviting Munshibhai to Chandrapukar too.
Nice knowing Bhai Suresh!!!