સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગદ્યસૂર – નવું નામ, નવું રૂપ

ગદ્યસુર વિદાય લે છે – ગદ્યસૂર ના નવા નામ,રૂપ, અવતાર સાથે 

—————————————————————————————–

‘ગદ્યસુર’ એ સુરેશ જાનીની ગદ્ય અભિવ્યક્તિ હતી.  હવે  બધી ભૂતકાળને આધારિત યાદો, કલ્પનાઓ, અવલોકનોને વિદાય.

માટે સુર બને છે- સૂર

સુરના અવશેષરૂપ પ્રતિકો ઉપર મુખડામાં કંડારી દીધા છે. એ બધાની અભિવ્યક્તિ આપતાં કલમ અને સૂક્ષ્મદર્શક (માઈક્રોસ્કોપ) નવી શોધની નીચે દબાઈ ગયાં છે. જૂની અને નવી નાગરિકતાની ઓળખો પણ સાવ એક બાજુએ છે – માત્ર એની હાજરીની નોંધ લીધી છે. કોઈક નવા જ દેશ – પ્રદેશની સફરે પ્રયાણ શરૂ થાય છે.

ફોકસમાં છે –
મને બહુ જ વ્હાલી કુદરત.
અને..
અંતરની યાત્રાનાં
ઊંચાં,
નીરસ,
દુર્ગમ
શિખરો.

 

હવે ગદ્યસૂર પર શું અભિવ્યક્ત થશે;  એની કશી કલ્પના કે યોજના નથી.

બસ સાવ નવાં કદમ.
અને….
કદાચ એ ન પણ ઉપડે!

———————————————————————-

Advertisements

15 responses to “ગદ્યસૂર – નવું નામ, નવું રૂપ

 1. Capt. Narendra જૂન 19, 2011 પર 9:04 પી એમ(pm)

  શા માટે ન ઉપડે? વર્ષો સુધી તેનો આનંદ લીધો, ઉનાળાના તડકામાં ઠંડા શરબતની જેમ ગદ્યસુરનો સ્વાદ લીધો, ચર્ચાપત્રોમાં ભાગ લીધો અને હવે અધવચ્ચે છોડી જાવ તે ન ચાલે. પુન:વિચાર કરશો?

 2. nabhakashdeep જૂન 19, 2011 પર 9:25 પી એમ(pm)

  કદાચ એ ન પણ ઉપડે!….
  મને લાગે છે કે દોડશે…શ્રી સુરેશભાઈ.
  તવ વિશ્વાસે રમશું ઈન્ટરનેટને સંગ…નવી તકો લખવા માટે ઉભરતી જ રહેશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. arvind adalja જૂન 19, 2011 પર 9:33 પી એમ(pm)

  ગદ્યસૂરના નવા સ્વરૂપ સાથે સુરેશભાઈ પણ નવા સ્વરૂપે જોવા મળશે તેવી અમ સૌની લાગણી અને માંગણી છે જે ને સાકાર કરવાનું આપનું ઉતરદાયિતવ સુરેશભાઈ નિભાવશો જ તેવો અમોને વિશ્વાસ છે. અર્ધે રસ્તે છોડી નહિ જ જાવ તેવી અમારી શ્રધ્ધા અચળ છે.

 4. DR. CHANDRAVADAN MISTRY જૂન 19, 2011 પર 11:16 પી એમ(pm)

  બસ સાવ નવાં કદમ.
  અને….
  કદાચ એ ન પણ ઉપડે!
  With these words Sureshbhai you have ended your Gadhsur YATRA.
  And now a NEW BEGINNING…….a n ANTAR YATRA !
  Kadam NA Upade you say ..Rameshbhai said e DODASHE…….Narendrabhai even Questioned your IDEA…while Arvindbhai had expressed his DESIRE to see you in a NAVA SWAROOP.
  But I say…..
  SJ, my Friend, as you march towards that PARAM TATVA with your ATMAPUKAR, you will do NOTHING & HE(or IT) will do EVERYTHING.
  Best Wishes for your Yatra !
  DR. CHANDRAVADAN MISTRY(Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  But…in your New Yatra, you will see CM..and CM will see SJ…..as your Yatra & my Yatra may appear different but actually are the PATHS that lead to ONE & ONE only !

 5. Atul Jani (Agantuk) જૂન 20, 2011 પર 1:20 એ એમ (am)

  ગદ્યસુરને આવજો.
  ગદ્યસૂરનું સ્વાગત છે.

 6. Sharad Shah જૂન 20, 2011 પર 1:57 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  ગદ્યસુરનુ નવુ કલેવર વાચકો માટે પણ દીવાદાંડી બને તેવી શુભેચ્છાઓ. જે દ્રષ્ટિ અને અવલોકનો અત્યાર સુધી બહાર તરફ હતાં તે ભિતર તરફ વળે અને મન, બુધ્ધી, અહંકાર કેવાં કેવાં ખેલ કરે છે તેની સમજ અનુભવમા ઉતરે અને શબ્દરુપે અવતરે તો અનેક વાચકોને પણ તેમાંથી બોધ મળશે અને વારંવાર છેતરતા મનને અને આપણા સુક્ષ્મ અતિ સુક્ષ્મ અહંકારને કેમ ઓળખવો તે અંગે જાણકારી મળી રહેશે.ધ્યાનની ગહરાઈઓમા ઉતરતા ધીમે ધીમે બધું સ્પસ્ટ થતું જાય છે અને આ અનુભવ આપણને તો નિખારે છે જ પણ અન્યને પણ તેની સુગંધ આવવા માંડે છે.ગદ્યસુરનુ નવું કલેવર આવી સુગંધથી ભરાય તેવી શુભેચ્છાઓ.
  એક ટીપ આપું છું.કદાચ ગમે.
  આપણે જયારે બ્લોગપર કાંઈક મુકીએ છીએ ત્યારે મુકવા પાછળનો આપણો આશય શું છે? તે ચકાશી લેવું. જો આશય લોકોની વાહ વાહ મેળવાનો કે જ્ઞાન પ્રદર્શિત કરવાનો હશે તો તેના પરિણામો મન પર અવળા આવશે. જેવું કોઈ તેની ટિકા ટીપ્પણી કરશે કે મન ખિન્ન થઈ જશે અને કોઈ વખાણ કરશે તો અહંકાર ફુલાઈને ફાળકો થઈ જશે. આ બન્ને પરિસ્શિતિ ખતરનાક છે. પરંતુ જો આપણે જે લખાણ મુકીએ તે વાચકને મદદરુપ થાય કે માર્ગદર્શક થાય અને તેનુ કલ્યાણ થાય તેવા હૃદયના ભાવ સાથે કોઈ વાત આપણે બ્લોગ પર મુકશું તો કોઈ પ્રતિભાવોની અપેક્ષા નહી રહે. જેને જે ઉપયોગી લાગશે તે રાખશે અને જેને તે બીન ઉપયોગી લાગશે તેને તે ફેંકી દેશે. આપણૉ અહંકાર વચમાં નહીં આવે જેથી અમથા થતા દુઃખમાંથી અને સુખમાંથી બચી જશું.અને કોઈને મદદરુપ થવાના ભાવનો આંનંદ લઈ શકીશું.મારો અનુભવ કહે છે કે,” આપણે લોકોના અભિપ્રાયો પર ખુબજ નિર્ભર કરતાં થઈ જઈએ છીએ અને તે દુઃખનું કારણ બનતું હોય છે.”
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  • Atul Jani (Agantuk) જૂન 20, 2011 પર 2:29 એ એમ (am)

   શ્રી શરદભાઈ
   તમારો બ્લોગ છે? હોય તો તેનું એડ્રેસ આપવા વિનંતી. ન હોય તો શરુ કરવા વિનંતી. તમારા જ્ઞાનનો લાભ સહુને મળી રહે તે હેતુથી.

   • Sharad Shah જૂન 20, 2011 પર 8:10 એ એમ (am)

    પ્રિય અતુલભાઈ;
    પ્રેમ;
    મારો કોઈ બ્લોગ નથી એટલે બધાજ બ્લોગ મારા છે.ધીમે ધીમે બધા દોરડા છોડવાની પ્રક્રિયા ચાલે છે ત્યાં બ્લોગનુ નવું દોરડું ક્યાં ગળે બાંધવું? જ્યારે કોઈ બ્લોગ પરની ચર્ચા અંગે મને એમ લાગે કે અહી વાચકો ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારી સમજ પ્રમાણે ચર્ચામાં ભાગ લઊં છું અને મારું મંતવ્ય આપું છું. કદાચ મારો દ્રષ્ટિકોણ કોઈને વિચારવાની એક નવી દિશા આપે એ જ આશય હોય છે. બાકી જ્ઞાનપથ પર હજી ભાંકોડીયા ભરવા જેવી સ્થિતિ છે. મારી કોઈ વાત હૃદયને સ્પર્શિ હોય તો ઉપરવાળાનો આભાર માની લેવો, અને ખુંચે તો મોટું મન રાખી મને માફ કરી દેવો.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.

 7. chetu જૂન 20, 2011 પર 5:45 એ એમ (am)

  Welcome to ” ગદ્યસૂર ” ..! …All the best Dada..!!

 8. dhavalrajgeera જૂન 20, 2011 પર 6:47 એ એમ (am)

  નવુ કલેવર…
  It is part of changing in time.
  Only wise will understand and accept.

 9. અક્ષયપાત્ર/Axaypatra જૂન 20, 2011 પર 8:26 એ એમ (am)

  પરિવર્તનને કોણ રોકી શક્યુ છે? ક્યારેક સ્થગિત થઈ જાય તો પણ ગતિ ચાલુ જ રહેવાની ફક્ત સ્વરૂપ જ બદલાવાના. નવી દ્રષ્ટિ અને નવા આયોજનો માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

 10. sapana જૂન 20, 2011 પર 9:57 પી એમ(pm)

  નવું પીરસવાનું વચન હોય તો જ જવા મળશે ન્હીતર અમે ગદ્યસૂર્ને પકડી રાખીશું..શરદભાઈ સાથે સહમત છું…કર્મ કીયે જા ફલકી ઈચ્છા ન કર…આપણે સાહિત્યનાં સાથી અડધે રસ્તે ના છોડીયે..ફરી મળીશું એ આશાસહ અથવા આ કૉઈ એક જોક છે સાંભળીને ભૂલી જવાની આશાસહ…
  સપના

 11. deep જૂન 21, 2011 પર 6:52 એ એમ (am)

  દાદા,

  આમ એકદમ ગદ્યસુરને વિદાય આપવાનુ કારણ જાણી શકુ?

  આશા રાખુ કે “ગદ્યસૂર” નવુજ નજરાણુ લઈને આવશે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: