સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)

હાઈકુની મોસમ જામી છે – બળબળતા બપોરે!

વલીભાઈ – મારા વ્હાલા વલીદાનું હાઈકુ ખંડ કાવ્ય હમણાં જ આ છાપે ચઢાવ્યું અને હવે આ બીજો નવતર પ્રયોગ – અને એ પણ હાહાકાર, વાર્તાકાર, મસ્ત માણસ, વલીભાઈ મુસાના ફળદ્રુપ ભેજાની નિપજ!

————————–

ઓળખી નહિ!

મુજ ભાર્યા તો નહિ?

સાચું કહેજે! (1)

ભાર્યા ન જાણું!

એટલું જાણું, તમે

મુજ કંથડા! (2)

ફરું ફૂદડી

ઊંચકી હર્ષે, સૂણી

શીઘ્ર જવાબ! (3)

પડખાં વેઠ્યાં!

ત્રણ ત્રણ જણ્યાં, ને

તો ય ન શીખું? (4)

તનસૌષ્ઠવ

તવ, સાવ જ ગૌણ

મનમેળાપે! (5)

ચાલો ને નાથ,

ક્યાંક શીખવા જાયેં,

ક્યમ બાઝવું! (6)

કેમ, કેમ શું?

અતિ મિષ્ટ દાંપત્યે,

થયો અપચો! (7)

જાઉં માયકે,

ઈજાજત જો આપો?

જાણે રિસાણી! (8)

ડર રખે ને,

જો હસવાનું થાય

ખરે ખસવું! (9)

આ શું મારીને!

એકધાર્યું સુમેળે

જીવે જવાનું! (10)

ત્રણ છોકરે

હાથ ઉપાડવો, તે

ના શોભાસ્પદ! (11)

તકિયો પોચો,

બસ, આજ તો મારો!

ક્રોધ કરીને! (12)

લે ત્યારે, પણ

આ શું ?તું તો હસતી!

ફ્લોપ ઝઘડો! (13)

સુખ સહીશું!

ભલે દુ:ખ ના પડે,

મિષ્ટ દાંપત્યે! (14)

-વલીભાઈ મુસા

———————————-

 

આ સોનેટનું વિવેચન અને સરસ મજાના વાચક પ્રતિભાવો અહીં માણો… 

સોનેટ મને બહુ જ ગમતો કાવ્ય પ્રકાર છે.

સોનેટ વિશે થોડુંક … 

વલીદાનાં ઢગલાબંધ હાઈકુ વાંચવા તમારે એમની ઈ-બુક ડાઉનલોડ કરવી પડશે-

અહીંથી….  

2 responses to “મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)

 1. ashvin mavani જૂન 26, 2011 પર 1:04 એ એમ (am)

  હાયકુ એ એક જાપાનીઝ સાહિત્ય માંથી આવેલ છે છતાંપણ ગુજરાતીમાં ઘબુ અસરકારક છે.

  http://www.aapnugujarat.co.cc

  વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
  (નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)

  info@aapnugujarat.co.cc

 2. nabhakashdeep ઓક્ટોબર 2, 2011 પર 4:20 પી એમ(pm)

  એક એકથી ચઢીયાતા અને સાચા અનુભવીઓની કલમ પછી
  રંગત લાવી દે જ ને? મજા આવી.

  રમેશ પટેલ (આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: