સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાલોકન

આ એક સાવ નવો નક્કોર પ્રયત્ન છે.

અત્યાર સુધીમાં ઘણાં અવલોકનો કર્યાં અને છાપ્યાં! પણ સઘળામાં અમૂક વાતો સામાન્ય હતી.

 • કશુંક દેખાય અને એની ઉપર મારું અર્થઘટન હોય
 • અનુભવો
 • જાણકારી
 • અધૂરું જ્ઞાન
 • આઘાતો
 • પ્રત્યાઘાતો
 • મૂલ્યાંકનો
 • સાર ગ્રહણ
 • ઉપદેશ.

………… એવું બધું; પણ બધું જ ભૂતકાળના આધાર પર. કદીક ભવિષ્યની કલ્પના પણ હોય.

માટે જ એનું નામ હતું  ‘અવલોકન’ –  પાછળ, નીચે જોવું તે.

પણ જેમ જેમ વર્તમાનમાં જીવવાની રીત પર મહાવરો વધતો જાય છે; તેમ તેમ આ બધું અર્થહીન અથવા સીમિત અર્થવાળું લાગ્યા કરે છે – લાગ્યા કરતું હતું .

આવી જ વાત સ્વાભાવિક રીતે ‘સ્વાનુભવો’ની હતી. ‘સુવિચારો’ પણ મોટે ભાગે ભૂતકાળ કે ભવિષ્ય પર આધારિત હતા.

સાવ વર્તમાનમાં જીવવાની અભિવ્યક્તિ કેવી હોય?

કશું જ ન સૂઝ્યું; લખવાનું જ બંધ કરવાનું વિચાર્યું. પણ મૂંઝારો થવા લાગ્યો; મિત્રો પણ પ્રેમથી પાછળ લાગી ગયા –‘ આમ ન કરો’ .  અને  ચાર વરસની લખવાની તલપ એમ છૂટે પણ શી રીતે?

એટલે સાવ નવું નક્કોર સર્જન 

બીજો કોઈ શબ્દ  ન  જડવાને કારણે હાલમાં જોવાની અને એને અભિવ્યક્ત કરવાની રીતને આ નામ આપ્યું  -આ  સ્વયંફોઈએ ! 

અને પહેલું હાલોકન આ રહ્યું     ( તમને કોઈ યોગ્ય શબ્દ જડે , તો જણાવજો.)

કોઈ શબ્દ નહીં, ચિત્ર પણ નહીં … અને શિર્ષક પણ નહીં !

પણ .. આમ તો લાંબું નો હાલે ને! કેટલાં ખાલી માટલાં ચીતરવાં?

આવતીકાલે પહેલું શબ્દ- હાલોકન …

7 responses to “હાલોકન

 1. Pingback: હાસ્ય દરબારનો નવો ચહેરો | હાસ્ય દરબાર

 2. sapana53 જૂન 30, 2011 પર 9:42 એ એમ (am)

  સુરેશભાઇ,
  આનંદ અંતરમાથી ઊઠતો હોય છે..અને અંતરમાં દોસ્તોની મહોબત હોય છે દોસ્ત જ્યારે દોસ્તનું ખરાબ ઈચ્છે ત્યારે અંતર બળે છે..હાલોકન શબ્દ ગમ્યો આનો પર્યાય મળવો મુશ્કેલ છે…

 3. સુરેશ જાની જૂન 30, 2011 પર 11:18 એ એમ (am)

  હા, સપનાબેન!
  એ જ આપણા સૌના જીવનની રીત રહી છે.
  પણ એ સિવાય પણ આનંદના બહુ મોટા દરિયા અંદર ઘૂઘવતા હોય છે; જેની એક જ ઝલક મળી જાય તો. આપણા લાગણીના ઉછાળા બહુ ક્ષુલ્લક લાગવા લાગે છે.

  આ જીવનો અનુભવ આમ કહે છે.
  એ દરિયામાં ઝૂકાવવાનો એક પ્રયત્ન તો કરી જુઓ; પાછા આવવાનું મન નહીં થાય. ઈસ્લામના સૂફી સંતો પણ આ જ વાત કહે છે – કબીર સાહેબ પણ.

 4. Pingback: પાર્કમાં હાલોકન – પહેલું અને છેલ્લું « ગદ્યસુર

 5. P U Thakkar જુલાઇ 2, 2011 પર 11:23 પી એમ(pm)

  જ્યારે વિજ્ઞાનનો પ્રયોગ થાય છે, ત્યારે ‘‘અવલોકન’’ – Findings છેલ્લે આવતા હોય છે. ભાવ જગત (ઇશ્વરવિષયક કહી શકાય એમ મને લાગે છે.) અજબ દુનિયા છે. જ્યારે સ્નેહની સરવાણી વહેવા માંડે ત્યારે (પ્રેમ સિવાયનું) નિત બદલાતુ જગત નિરર્થક લાગતું હશે. પૃ
  થ્થકરણના અનેક પ્રયોગો પછીનું અવલોકન એ આવી જતું લાગે છે કે, નિત બદલાતી પરિસ્થિતીઓનું પૃથ્થકરણ શું અને વર્ણન શું??

  મુરબ્બીશ્રીની આવી નિખાલસ અભિવ્યક્તિ સ્નેહ બની જઇ અચૂક આકર્ષે છે.

  ભાવજગતમાં ઉભરતા ઝરણાને ખલ ખલ વહેવા દેવામાં જ માલ છે. જો આ જગતને અનુભવવાનું જ ના હોતો તો જગતને જોવા, વિચારવા અને વ્યક્ત કરવા માટેની સીસ્ટમ જ ભગવાને ના રાખી હોત. માનનીય સરેશભાઇ વિચારોની યાત્રાને શબ્દોનું સ્વરૂપ આપવાનું ચાલુ જ રાખવાનું હોય. અમારા જેવાને માર્ગદર્શન અને પ્રેરણારૂપ ભાસશે અને એ સ્નેહરૂપે નિરંતર વહેતો રહેશે…

  સમાન બાબતની એક રચનાઃઅંતરના ઓરડેઃ

  ‘‘એક ડૂબકી, શાંત અંતરના ઓરડે,
  શાંતિની ચીર નિદ્રામાં જાગૃત,
  બીજુ કંઇ નહીં, બસ, જાગૃતિ.
  ન અંજપાનો અહેસાસ, બસ, શાંતિનો સાથ.
  ન આશા, ન ઉર્મિ, ન અપેક્ષાનો કોલાહલ,
  ન ઇચ્છા, ન અપેક્ષા ન અજંપાની પ્રત્યાશા.
  જાણે અંતરના ઉંડાણથી ઉભરતુ એક ઝરણું,
  આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.
  ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,
  ન વાત કે ચીત, બસ સત્ ચિત અને આનંદ.
  ન જીત કે અસ્તિત્વની મથામણ.
  કલ્પનાઓના ગગનોનો ક્ષય,
  ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,
  અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.’’

  ઉપરની રચના @ http://puthakkar.wordpress.com/2010/01/19/%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B0%E0%AA%A1%E0%AB%87/

 6. સુરેશ ઓગસ્ટ 12, 2012 પર 10:35 એ એમ (am)

  સરળ સીધું,વાંસળી જેવું :
  જીવવું મારે જીવન એવું
  મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
  ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?
  ———–
  ગુરૂદેવ ટાગોર – અનુવાદ સુરેશ દલાલ
  આખી રચના અહીં …
  http://layastaro.com/?p=8700

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: