સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Appointing the first Indian Army Chief

આ વાત સાચી છે કે નહીં, તે જણાવવા કેપ્ટન નરેન્દ્રને વિનંતી.

પણ આને કહેવાય……

ભારતીય જુસ્સો

After getting freedom, a meeting was organized to select the first General of Indian Army. Jawahar Lal Nehru was heading that meeting.
Leaders and Army officers were discussing to whom this responsibility should be given.

In between the discussion Nehru said, “I think we should appoint a British officer as a General of Indian Army as we don’t have enough experience to lead the same.

“Everybody supported Nehru because if the PM was suggesting something, how can they not agree?

But one of the army officers abruptly said, “I have a point, sir.”

Nehru said, “Yes, gentleman. You are free to speak.”

He said ,”You see, sir, we don’t have enough experience to lead a nation too, so shouldn’t we appoint a British person as first PM of India?”

The meeting hall suddenly went quiet.

Then, Nehru said, “Are you ready to be the first General of Indian Army ?”

He got a golden chance to accept the offer but he refused the same and said, “Sir, we have a very talented army officer, my senior, Lt. Gen. Cariappa, who is the most deserving among us.”

The army officer who raised his voice against the PM was Lt. General Nathu Singh Rathore, the 1st Lt. General of the Indian Army.

2 responses to “Appointing the first Indian Army Chief

 1. સુરેશ જાની જૂન 28, 2011 પર 3:58 પી એમ(pm)

  કેપ્ટન નરેન્દ્ર તરફથી – ઈમેલ દ્વારા ( કોમેન્ટો બંધ રાખેલી તે ઈ ઈમેલ જ કરે ને!)
  ——————

  ૧)
  લેફ્ટનન્ટ જનરલ ઠાકુર નાથુસિંહજી વિશેની આ આખ્યાયિકા સાંભળવામાં આવી હતી. જો કે તેનું અધિકૃત સ્રોત જાણમાં નથી. એક વાત સાચી છે કે ભારતના બ્રિટીશ કમાંડર-ઇન-ચીફ ફીલ્ડ માર્શલ કલૉડ
  અૉકિનલેક (જેઓ ‘ધ અૉક’ના નામથી ઓળખાતા હતા) જનરલ નાથુસિંહની સેનાપતિ તરીકેની કાર્યક્ષમતા, કાબેલીયત અને પરંપરા જોઇ તેમને સ્વતંત્ર ભારતના પહેલા કમાંડર-ઇન-ચીફ બનાવવા માગતા હતા અને તે પ્રમાણે તેમણે સંરક્ષણ પ્રધાન સરદાર બલદેવસિંહ પાસે શિફારસ કરી હતી. આ એક પરંપરા છે, જ્યારે નિવૃત્ત થનાર સેનાપતિ પોતાના વારસની ભલામણ કરે. બલદેવસિંહે જનરલ નાથુસિંહજીને આ બાબતમાં વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જનરલ કરીઆપ્પાને ભલે ભારતમાં ટ્રેનીંગ લઇને કિંગ્ઝ કમીશન મળ્યું હોય, પણ કમીશનીંગની તારીખ પ્રમાણે તેઓ ઠાકુર નાથુસિંહથી સિનિયર હતા, તેથી આ માન તેમને મળવું જોઇએ.

  સૅન્ડહર્સ્ટમાંથી કિંગ્ઝ કમીશન મેળવનારા તેઓ બીજા ભારતીય હતા – પહેલા મહારાજ રાજેન્દ્રસિંહજી હતા અને બીજા ઠાકુર સાહેબ પોતે.

  અહીં એ વાત કહેવી જોઇશે કે ભારતીય મિલિટરી ઇતિહાસના એક અભ્યાસુ વિંગ કમાંડર રવીંદ્ર પારસનીસના લખાણ મુજબ પંડિત નહેરૂ પોતે રાજેન્દ્રસિંહજીને પસંદ કરતા હતા. તેમણે તેમને ખાનગીમાં બોલાવી C-in-Cના પદની અૉફર કરી હતી, પણ પરંપરામાં માનનારા રાજેન્દ્રસિંહજીએ પણ તેમને એ જ જવાબ આપ્યો, જે ઠાકુર નાથુસિંહજીએ બલદેવસિંહને આપ્યો હતો.
  ———————

  ૨)
  તમને નવાઇ લાગશે કે આવું ભારતીય સેનામાં અગાઉ થતું હતું. પં. નહેરૂના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન લેફ્ટનન્ટ જનરલ થિમય્યાને જરા પણ પસંદ નહોતા કરતા. મેનન તેમના જનરલોનો વિના કારણ તેજોવધ કરવાનો પ્રયત્ન કરતા અને તેમની સાથે rudely પેશ આવતા. કેવળ થિમય્યા તેમના માથાના નીકળ્યા હતા. આથી જ્યારે પ્રમોશનની વાત આવી ત્યારે તેમને સુપરસીડ કરી મેનન લેફ્ટનન્ટ જનરલ એસ.પી.પી. થોરાતને ચીફનું પ્રમોશન આપવા માગતા હતા. આ માટે તેમણે થોરાતને બોલાવ્યા પણ ખરા, થોરાતે મેનનને એ જ કહ્યું જે નાથુસિંહજીએ કહ્યું હતું. “ટીમ્મી મારાથી સિનિયર છે. તેમને સુપરસીડ કરી તેમના હકની જગ્યા હું ન લઇ શકું.”

 2. સુરેશ જાની જૂન 28, 2011 પર 3:59 પી એમ(pm)

  આટલી મહાન શિસ્ત, માની ન શકાય તેવી વાત.

  કેવળ સ્વાર્થ અને સ્વીસ બેન્ક એકાઉન્ટની ભયાવહ દેશદ્રોહી વાતો જોતાં આ જુસ્સો ક્યાં જતો રહ્યો?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: