સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાર્કમાં હાલોકન – પહેલું અને છેલ્લું

એ જ પાર્કમાં હું આવ્યો છું , અલબત્ત બાળકોની સાથે. એ જ પાર્ક જ્યાં અનેક ‘ અવલોકનો’ સૂઝ્યાં હતાં.

બાળકો રમવામાં તલ્લીન છે; અને હું બધા વિચારો બાજૂએ મૂકીને માત્ર મારા શ્વાસને આવતો જતો જોઈ રહ્યો છું. શરીરની નસોમાં વહેતા લોહીના પ્રવાહને પણ અનુભવી શકું છું. સામે લીલાંછમ ઝાડની ડાળીઓ મંદ મંદ પવનમાં હળુ હળુ ઝૂલી રહી છે. એમના હોવાપણા સાથે મને પણ ઝૂલનની અનુભૂતિ થઈ રહી છે.

અરે! પણ આ તો અવલોકન છે, વર્ણન છે! દરેક શબ્દ જાણીતો, ભૂતકાળમાં મળેલા જ્ઞાનમાંથી ઉપજેલો છે. દરેક ક્રિયા મનની જાણીતી છે.

બાળકો પાર્કમાં આમ જ રમે, ઝાડની ડાળીઓ આમ જ ઝૂલે. આને ઝાડ કહેવાય; આને બાંકડો કહેવાય; આને રસ્તો કહેવાય. બાજુમાં બેસેલ મેક્સિકન યુગલના મનમાં પણ આમ જ વિચારો ચાલતા હશે. એમના શબ્દો સાવ અલગ હશે – મને સમજ ન પડે તેવા.

અને આ બધા વિચારોમાં ‘વર્તમાનમાં જીવવાનો સંકલ્પ’ ક્યાં સરી ગયો તે તો ખબર જ ન પડી!

————-

અમે આગળ ચાલવા જઈએ છીએ. એક નાનકડા તળાવની પાળે, કોઈ ફિશિંગ કરી રહ્યું છે. બાળકો એમની જાળમાં માછલી પકડાઈ કે નહીં ; તે જોવાના  કુતૂહલમાં તલ્લીન ઊભા છે. હું બાંકડે બેસી આ બધી લીલા નિહાળું છું .

ઘડી બે ઘડી ધ્યાન અને ફરી ‘હાલોકન’નું મેટર મેળવવાનો ચાળો ઊપડે છે. અને ફરી એ જ વિચારોની હારમાળા.. એ જ જંજાળ ફરી પાછી મોજૂદ.

અને ફરી વર્તમાનમાંથી વિચારોમાં અવગતિ!

ન લખાય,
ન લખાય,
ન લખાય,

કદી હાલોકન ન લખી શકાય.
એ તો અનુભવી જ શકાય,
એની અભિવ્યક્તિ કદી ન હોય.

    પણ એ હકીકત છે કે, એ ઘડી બે ઘડીમાં મારું અને આજુબાજુનું અસ્તિત્વ, સઘળી ચીજોનું હોવાપણું  એકરૂપ થયેલું અલપ ઝલપ ભાસી ગયું હતું. કેવો અદ્‍ભૂત આનંદ; કેવી સુખદ પળો!

આ લખું છું ત્યારે પણ લખવાના આનંદની અનુભૂતિ થઈ રહી છે. આંગળીઓનો કિબોર્ડ પરનો થપકારો, શ્વાસની આવન જાવન, લોહી ફરવાની મધુર ઝણઝણાટી…..

અવર્ણનીય
આનંદ, છતાં કેવો
અનભિવ્યક્ત?

————

બસ! આ છેલ્લું હાલોકન છે. હાલમાં જીવી શકાય, હાલોકન કદી લખી ન શકાય. એનું ચિત્ર,  શિલ્પ કે નાટક ન હોઈ શકે.

અલવિદા હાલોકન…

વર્તમાનમાં જીવતાં રહીશું અને સરી ગયેલી પળોને સ્મરતા રહીશું. પણ માત્ર સ્મરણ જ. કશો બોજો નહીં; કોઈ વળગણ નહીં. કોઈ ગમો કે અણગમો નહીં.

હવે અવલોકનોની મઝા જ મઝા માણીશું.

ભલે એ ભૂત અને ભાવિ પર અવલંબિત  હોય.

Advertisements

15 responses to “પાર્કમાં હાલોકન – પહેલું અને છેલ્લું

 1. Chirag જૂન 30, 2011 પર 3:55 પી એમ(pm)

  સરસ વાત, દાદા. હાલોકન માત્ર અનુભવી શકાય, લખી ના શકાય.

 2. મુર્તઝા પટેલ જૂન 30, 2011 પર 4:15 પી એમ(pm)

  અવર્ણનીય
  આનંદ છતાં કેવો
  અનભિવ્યક્ત?

  દાદા, આ હાઈકુમાં જ તમે કેટલું બધું કહી દીધું રે!

 3. dhavalrajgeera જૂન 30, 2011 પર 4:56 પી એમ(pm)

  गीरा अनयन नयनबीनूबानी.

  હાલોકન.
  અનુભવી શકાય વર્ણવી ના શકાય.

  નયન થકી દેખી શકે પણ મગજના જોવાના ને વર્ણન કરવાના કેન્દ્રો જોડાયેલા ના હોય તો …”હાલોકન.”
  અવર્ણનીય
  આનંદ, છતાં કેવો
  અનભિવ્યક્ત?

  રાજેન્દ્ર ત્રિવેદી

 4. Capt. Narendra જૂન 30, 2011 પર 5:03 પી એમ(pm)

  મને કેવળ એક સમસ્યા નડે છે. કોઇ એવી અવર્ણનીય અનુભૂતિ થાય કે જેને share કર્યા વગર જીવન અધુરૂં લાગે, ત્યારે શું કરવું? પહેલા હાલોકનની સજ્જડ રીતે સીલ કરેલી ફ્રેમમાં મૂકેલું વર્તુળ વિસ્તાર પામતું જાય, અને ફ્રેમની પાર જવા માગતું હોય ત્યારે? ફ્રેમ વિસ્તાર પામી શકે નહિ; વર્તુળનું કેન્દ્ર સ્થિર છે પણ તેના પરીઘનો વિસ્તાર નિ:સિમ છે. સરોવરમાં પત્થર નાખીએ તો તે જ્યાં પડ્યો હોય તે કેન્દ્ર બને છે, જ્યારે તેનાં વલયો વધતાં વધતાં સરોવરના કિનારાને અડીને તેને પાર જવા પ્રયત્ન કરતા હોય છે. આવું થાય ત્યારે શું કરવું? આવી મુંઝવણમાંથી બહાર નીકળવા શું કરવું?

  “હાઇકુ કાઇકુ નૈ કરનેકા? છાનામાના એક ખૂણેમેં, ખાલી કાઇકૂ બૈઠને કા?”
  “દર્દી એક હૈ મગર દાદી (મતબલ દાદ દેનેવાલે) હૈ હજાર. એક એક લફઝ સૂનને કો બૈઠે હૈ બેતાબ. ના બંધ કરો દિલમેં જઝબાત, કર દો ઉસકા જલ્દ-ઇઝહાર! આ સેર મારા મિત્ર નૈરોબીના નફીસનો છે. appropriate લાગ્યો તેથી લખી નાખ્યો.

 5. અક્ષયપાત્ર/Axaypatra જૂન 30, 2011 પર 5:10 પી એમ(pm)

  અભિવ્યક્તિ છલકાય ત્યારે લખવું પડે તે સ્થિતિમાં લખાય તે હાલોકન હોય કે અવલોકન કે પરલોકન લોકોને વાંચવું ગમશે જ. !

 6. chetu જૂન 30, 2011 પર 5:12 પી એમ(pm)

  અમુક અહેસાસ-અનુભૂતિને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. અક્ષર કે શબ્દનુ સામર્થ્ય નથી કે એને સ્પર્શ કરી શકે ..!!..

 7. સુરેશ જાની જૂન 30, 2011 પર 5:24 પી એમ(pm)

  “હાઇકુ કાઇકુ નૈ કરનેકા? છાનામાના એક ખૂણેમેં, ખાલી કાઇકૂ બૈઠને કા?”

  કેપ્ટન સા’બ ..જોરદાર સેલ્યૂટ સ્વીકારી લેજો. જલસા કરાવી દીધા.

  અમારા હાહાકાર ગુરુ અને મારાં ક્લાસમેટ હાહાકાર પ્રજ્ઞાજુબેન હમણાં બીઝી છે; નહીં તો હાહા પર આ અત્યાચાર ન સાંખત!
  એમને શીશી મોકલાવું છું – પ્રતિહાઈકુ આવ્યું જ સમજો ને?!

  જોકે, એ પંક્તિ મૂળ તો ગદ્યમાં હતી. પણ મમીના પાડોશી ( એટલે કે, કેરોવાસી!) નેટ વેપારી , દિલાવર દિલવાળા , જહાંપનાહ મુર્તુઝાઅલીએ એનું આ હાઈકુ બનાવ્યું અને મને ગમી ગયું.

 8. chandravadan જૂન 30, 2011 પર 8:22 પી એમ(pm)

  સુરેશભાઈ,

  નમસ્તે !

  આજની પોસ્ટ વાંચી.

  “અવલોકન” પછી “હાલોકન”…અને આ પોસ્ટરૂપે તમે જણાવો છો કે આ “છેલ્લુ હાલોકન”!

  પાર્કમાં બેસી, તમે વિચારોમાં પડો છો, અને અંતે લખો છો કે….
  હાલોકન ન લખી શકાય, એ તો અનુભવી જ શકાય..અને અભિવ્યતિ કદી ન હોય શકે”

  અલવિદા કરતા, તમે લખો છો કે “હવે અવલોકનની મઝા માણીશું”……આવા શબ્દો રેડી, તમે આ પોસ્ટને સમાપ્ત કરો છો !

  સુરેશભાઈ, તમે “કાળ” કે “સમય”ને વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરો છો તે જ એ જ “અયોગ્યતા”ના ભાવો લાવે છે !

  ભલે, વિચારો વર્તમાન/ભુતકાળ કે ભવિષ્ય ના હોય, પણ જ્યારે એ હૈયામાંથી વહે અને સત્ય તરફ દોરે ત્યારે એ જરૂર નિજાનંદ

  કે પરમ તત્વ તરફ જ વહે છે…અને ત્યારે જે આનંદ હોય તે હૈયામાંથી હોય અને એ જ “ખરો આનંદ”!…..એ સિવાયનો આનંદ

  ફક્ત પળભરની મનની અવસ્થા જ છે !

  તમે લખો છો કે તે લખતા રહો !…….જે વિચાર હૈયામાંથી વહે તે લખો અને સમયના સબંધ વિષે જરા પણ ના વિચારો ..આવી હાલતે

  તમારી “આત્મપૂકાર”જ શબ્દોમાં હશે ! એવું આ મિત્ર તમોને ભારપુર્વક કહે છે .

  સુરેશભાઈ, તમો તો જ્ઞાની છો !તમારૂં પુસ્તક-વાંચન ઉંડુ છે !

  હવે , તો જે મનમાં છે તેને હૈયામાં લાવી શબ્દોસ્વરૂપ આપવાની ઘડી છે !

  જે કંઈ પ્રગટ થાય તે “એની” જ પ્રેરણાથી થયું એવો “ભાવ” ખીલવી, તમે પોસ્ટો પ્રગટ કરો !

  આવા કાર્ય દ્વારા તમારા મન/હૈયે “સેવા” જાગૃત થશે …આવા “પરિવર્તન” ને જ હું કહું “પરમ તત્વ-જ્ઞાન” !

  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  SJ….Now back to USA from UK.
  I just wrote my thoughts. I wish you all the best always !

 9. nabhakashdeep જૂન 30, 2011 પર 8:33 પી એમ(pm)

  સુરેશભાઈનું ‘સુલોકન’ ગમી ગયું. હૃદયને સ્પર્શી જે સ્પંદન જાગૃત થાય ,વહે એ
  આપણને આનંદમાં ડૂબાડે જ. કુદરત અને આપણે એકબીજામાં જો ખોવાતા જઈએ,
  નિજાનંદનાં ઝરણાં વહેતાં જ રહે. આપ એ ખળખળ નાદ સંભળાવતા જ રહેશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. અખિલ સુતરીઆ જૂન 30, 2011 પર 8:47 પી એમ(pm)

  વરસ્યા કરોને દાદા, લોકો તો ત્રણેય જાત ના હશે … ભીંજાઇને છબછબાછબ … રેઇનકોટના આવરણ નીચે કે પછી પોતાના ઘરમાં સીલબંધ.

  આ લ્યો, વાંચો નીચે :
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  … અરે ભઇ, આ તો મારું મૌન છે !! અવલોકન કરવાનું અનિવાર્ય સાધન.

 11. Sharad Shah જુલાઇ 1, 2011 પર 1:31 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  નાના નાના અનુભવો પણ શબ્દોમાં અભિવ્યકત કરવા મુશ્કેલ છે. સ્વાદિસ્ટ રસોઈનો આનંદ પણ ગમે તેવા શબ્દોમા કંડારવામાં આવે તો પણ સાંભળનાર કે વાંચનારને તેનો રસાસ્વાદ આપી ન શકે તો તો વિરાટના આનંદને તો વ્યક્ત જ કેમ કરવો? આજ સુધી બુધ્ધા, મહાવીર, કૃષ્ણ જેવાં અને ક માનવ રત્નોએ કોશિશ કરી છે અને તે તમામ અસફળ રહ્યા છે. કૃષ્ણની ગીતા સો વાર વાંચો કે શબ્દે શબ્દ ગોખી નાંખો પણ તેથી કૃષ્ણએ કરેલો અનુભવનો છાંટો પણ તમારા અનુભવમાં ન ઉતરે. ગીતા વધુમા વધુ ઇશારો કરી શકે જે ખુલ્લા હૃદયના માનવી ને. બાકીનાને માટે તો તે વ્યર્થ બકવાટ સિવાય કાંઈ નથી. બંધ હૃદયના તો ગીતાને વધુમાં વધુ વિવાદનુ માધ્યમ બનાવી કે તર્કનો સહારો બનાવી ચર્ચાઓ જ કર્યે રાખવાના.
  મારી સમજ છે કે સાધકે ધ્યાનના અનુભવો કે ક્યારેક મળતી ઝલકને પબ્લિક પ્લેટફોર્મ પર ક્યારે પણ ન મૂકવી જોઈએ. નહીતો અંધે અંધા ઠેલીયા જેવો ઘાટ થાય અને વાહ વાહ કે નીંદાત્મક પ્રતિભાવો ક્યારેક મોટા બ્લોકસ્ બની જાય છે અને સાધક બીજા રવાડે ચઢી જાય છે. આવા અનુભવો હંમેશા કોઈ સદગુરુ સાથે જ શેર કરવા જોઈએ. જીવનમાં સદગુરુની જરુરીયાત આને કારણે જ હોય છે તેવો મારો અનુભવ છે. આ યાત્રા તલવારની ધાર પર ચાલવાની યાત્રા છે જરાસી ચુક અને જન્મો જનમનો ધક્કો વાગી જાય.
  એક પ્રસંગ યાદ આવ્યો. મારા એક સાધક મિત્ર સુભાષભાઈ જેઓ વિમલાતાઈના માઊન્ટ આબુના આશ્રમમા સેવાઓ આપતા. વિમલાતાઈને અમે દીદીમા કહેતાં. સુભાષનુ કામ હતું કે સવારે સાડાચાર વાગે બંબો સળગાવવો જેથી આશ્રમવાસીઓ અને બહારના સાધકોને સમયસર ગરમ પાણી મળી શકે.
  શિયાળાની કડકડતી ઠંડીના દિવસો હતાં. અને એક દિવસ સુભાષ ચાર અને ચાળીસ મિનિટે બંબો સળગાવવા ગયો. બંબો દીદીમાના રુમમાંથી દેખાઈ શકે તે રીતે હતો. તે દિવસે સવારની ધ્યાનની બેઠક પછી દીદીમાએ સુભાષને મળવા બોલાવ્યો અને તેમને પૂછ્યું,” તારી તબિયત કેમ છે?” સુભાષે કહ્યું, ” બરોબર છે દીદીમા”. “તો પછી આજે ઉઠવામાં મોડું કેમ થયું, રાતના ઉજાગરો કર્યો હતો? ” દીદીમાએ બીજો પ્રશ્ન કર્યો.સુભાષે કહ્યું, ” ના રાત્રે દસ વાગે તો હું સૂઈ ગયો હતો, પણ સવારે સહેજ આળસ આવી ગઈ એટલે સાડાચારનો એલારામ વાગ્યા પછી પણ પાંચ મિનિટ પડ્યો રહ્યો.” દીદીમા કહે,” પાંચ કે દસ મિનિટનો પ્રશ્ન નથી, પણ પાંચમિનિટની આળસ, સાધકને પચીસ જન્મનો પાછળ ધક્કો મારી દે છે તેની સાધકને ખબર હોવી ઘટે. એટલે જ તને બોલાવ્યો હતો. જા અને કામે લાગી જા”
  બસ આવી છે આ યાત્રા પરમ મૃત્યુની. સહેજ ચુક કે બીજી મિનિટે ઉંડી ખાઈમાં.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 12. સુરેશ જાની જુલાઇ 1, 2011 પર 6:48 એ એમ (am)

  સરસ પ્રતિભાવો.
  એક લેખ અને અનેક અર્થઘટન- અલગ અલગ દૃષ્ટિબિંદુઓ. અહીં કશો વિવાદ નથી; પણ એ પણ હોય.
  માટે જ વિચારવિહીન ક્ષણની મજા.વિચાર જ ન હોય તો કોઈ શબ્દ તો હોય જ ક્યાંથી? ફરીથી પુનરાવર્તન…
  અવર્ણનીય
  આનંદ, છતાં કેવો
  અનભિવ્યક્ત?

 13. La Kant Thakkar જાન્યુઆરી 20, 2015 પર 10:28 એ એમ (am)

  સલામ સા’બ ! …….[અક્ષયપાત્ર/Axaypatra June 30, 2011 at 5:10 pm] કી બાત અચ્છી લગી.
  “અભિવ્યક્તિ છલકાય ત્યારે લખવું પડે તે સ્થિતિમાં લખાય તે હાલોકન હોય કે અવલોકન કે પરલોકન લોકોને વાંચવું ગમશે જ. !” [ ને, ન ગમે તે અભિવ્યક્ત કરનારની જવાબદારી નથી ! મૂળ વાત આનંદની થયેલ;ee અનુભૂતિ ….
  આપણને શું ? શામાટે ? ગમતું હોય છે તે સમજાવવું પણ ક્યારેક કઠિન ભાસે ! ]

  “વિરાટના આનંદને તો વ્યક્ત જ કેમ કરવો? ” + “…..ઇશારો કરી શકે જે ખુલ્લા હૃદયના માનવી ને. ”
  “મારી સમજ છે કે સાધકે ધ્યાનના અનુભવો કે ક્યારેક મળતી ઝલકને પબ્લિક પ્લેટફોર્મ પર ક્યારે પણ ન મૂકવી જોઈએ” આવા અનુભવો હંમેશા કોઈ સદગુરુ / યા (એક લેવ લે પહોંચેલા ” સમતોલ(બેલેન્સ્ડ-તટસ્થ ) જણ સાથે જ શેર કરવા જોઈએ. જીવનમાં સદગુરુની જરુરીયાત આને કારણે જ હોય છે તેવો મારો અનુભવ છે.-[શ.શા] કી ઈન બાતોંમેં પૂરા ‘વજૂદ’ લગતા હૈ !
  છતાં,એક વાત નમ્રપણે કહેવાનું મન:- ” ….સ્ટીલ , નથીંગ ઈઝ, ” The ULTIMATE” ,AS SUCH EXPERIENCES ON THIS PATH…JOURNEY ARE Individual’s independent ones …and are UNIQUE TOO ! How the other person CAN EVALUATE YOUR s or SU.JA. ‘s Experience ? Feeling within
  is PURELY non comparable -“Sacrosanct” such sharing may or CAN BE HELPFUL FOR EACH INDIVIDUAL AT DIFF. LEVELS …
  -લા’ કાન્ત / ૨૦.૧.૧૫

 14. aataawaani ઓક્ટોબર 18, 2016 પર 8:14 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ
  તમારી સાચી છે . વિચારોમાં , મગજમાં હોય એ બધું લખી નથી શકાતું હોતું .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: