સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક ડૂબકી, શાંત અંતરના ઓરડે- શ્રી. પ્રવીણભાઈ ઠક્કર

અંતરયાત્રાના સહપ્રવાસી મિત્ર શ્રી. પ્રવીણભાઈ ઠક્કરની આ રચના વાંચતાં જ ગમી ગઈ.

એક ડૂબકી, શાંત અંતરના ઓરડે,

શાંતિની ચીર નિદ્રામાં જાગૃત,

બીજુ કંઇ નહીં, બસ, જાગૃતિ.

ન અંજપાનો અહેસાસ, બસ, શાંતિનો સાથ.

ન આશા, ન ઉર્મિ, ન અપેક્ષાનો કોલાહલ,

ન ઇચ્છા, ન અપેક્ષા ન અજંપાની પ્રત્યાશા.

જાણે અંતરના ઉંડાણથી ઉભરતુ એક ઝરણું,

આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.

ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,

ન વાત કે ચીત, બસ સત્ ચિત અને આનંદ.

ન જીત કે અસ્તિત્વની મથામણ.

કલ્પનાઓના ગગનોનો  ક્ષય,

ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,

અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.

આ રચના પર મિત્રોના પ્રતિભાવો અને સરસ મજાની ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. 

3 responses to “એક ડૂબકી, શાંત અંતરના ઓરડે- શ્રી. પ્રવીણભાઈ ઠક્કર

 1. DR SANJAY RAVAL જુલાઇ 4, 2011 પર 3:24 એ એમ (am)

  I LIKE THE GAP BETWEEN NA KOI ADHAR , PAN NIRADHAR NAHI

 2. nabhakashdeep ઓક્ટોબર 2, 2011 પર 4:16 પી એમ(pm)

  મનની આ સ્થિતિ એ ઉંચામાં ઉંચી પદવીની શરુઆત. જગતના બંધનોને
  અણદેખ્યા કરી , નિસ્પૃહ થઈ આવી સાધનાનો પ્રારંભ એ અગોચર શક્તિ
  પાસે જવાનાં દ્વાર ખોલી દેશે. સ્વ અનુભવ જ ઉપયોગી.
  સુંદર દર્શન.

  રમેશ પટેલ (આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: