તે દિવસે હું ઓફિસમાં ગયો; ત્યારથી ચેન પડતું ન હતું. સવારનો રાબેતા મુજબનો રાઉન્ડ બેળે બેળે પતાવ્યો. પેસાબ કરવાની હાજત થતી હતી; પણ પેસાબ થતો ન હતો.
ભૂતકાળના અનુભવે તરત ખબર પડી ગઈ કે, હું ફરી પથરીનો શિકાર બન્યો છું.
એ પીડા યાદ કરી હું કમકમી ગયો. ‘અરેરે! ફરી વાર એ પીડા?’
હું પાવરહાઉસના દવાખાનામાં પહોંચી ગયો. ડોક્ટરે મને કહ્યું ,” બોલો સોનોગ્રાફી કરાવવી છે કે, પથરી કાઢવી છે?”
મને થયું ,’આ એક વરસમાં ઓપરેશનથી પથરી કાઢતા હશે.’ સર્જરીના એ ખયાલે શરીરમાં વિના ઠંડીએ, અમદાવાદની ગરમીમાં ઠંડીનું લખલખું ફરી વળ્યું.
પણ ડોક્ટરે હૈયાધારણ આપી,” ના, ના, આ તો એક નવી જ જાતના ઈલાજની મને ખબર પડી છે. તમે ત્યાં પહોંચી જાઓ; અને ચોવીસ કલાક પહેલાં તમને રાહત થઈ જશે.”
મને આપેલા સરનામે હું તો પહોંચી ગયો. એ હતા હોમિયોપથી ડોક્ટર. એમણે મારી વાત સાંભળી. તરત ગળી ગળી, ઝીણી ગોળીઓની શીશી મારા હાથમાં પકડાવી દીધી. દર બે કલાકે સાત આઠ ગોળી ગળી જવાની સૂચના આપી અને બને તેટલું વધારે પાણી પીવા કહ્યું.
હું ઘેર તો ગયો પણ કોઈ પેન કીલર વિના શી રીતે આવતા ચોવીસ કલાક જશે, એમ વિચારતો રહ્યો.
પણ આ અફલાતૂન તબીબની થીયરી કાંઈક અજબ જ હતી.
‘ઝેરથી ઝેર મરે.’
એવા હોમિયોપથીના સિદ્ધાંત વિશે સાંભળ્યું હતું. મને એમ કે , આ મીઠી ગોળીઓમાં જરૂર ધૂળ ભરેલી હશે !
જે હોય તે, પણ સાંજ થતાં થતાં તો પેશાબ કરકરો આવવા માંડ્યો. જૂના અનુભવે પથરીને ઝીલવા કાચનો પ્યાલો હાથમાં તૈયાર જ રાખ્યો હતો. પણ એ માળી ન જ ઝીલાઈ. આ અફલાતૂન દવાએ એ રાઈ જેવડી માયાની હજારો ઝીણી કરચો કરી નાંખી હતી. ત્રણેક વાર આમ કકરો પેશાબ થયો; અને રાતે હું આરામથી સૂઈ ગયો.
સવારે છેલ્લો પેશાબ અને બધી કરચો નીકળી ગઈ. હજુ ચોવીસ કલાક પુરા થયા ન હતા!
ત્યાર બાદ અમેરિકા આવ્યા પછી પણ પથરી થઈ હતી; પણ અહીં એ અફલાતૂન તબીબ કયાં? અહીંની માન્યતા મૂજબ, પથરીના ઈલાજ માટે, જિંદગીમાં પહેલી વાર ત્રણ કેન બીયર પીવો પડ્યો હતો! પથરી તો બે દિવસે મટી; પણ પછી એ અફલાતૂન તબીબની ગોળીઓનું પાર્સલ ટપાલમાં મંગાવી લીધું હતું. પણ સદ્ભાગ્યે ફરી એ વાપરવા વારો ન આવ્યો. હજુ એ બોટલ દવાઓના કબાટમાં અકબંધ સચવાયેલી પડી છે.
Like this:
Like Loading...
Related
Avoid all drinks except Beer !!!
Ha… Ha… Ha…
પ્રિય સુરેશભાઈ;
પ્રેમ;
ડુંગરપુર આમ તો અહીં રામાઓ માટે જાણીતું છે. મોટાભાગના અમદાવાદી રામાઓ ડુંગરપુરથી આવતાં હોય છે. પણ એક ડુંગરપુરવાળા બાબા જેમને છ એક માસ પહેલાં જ દેહ છોડી દીધો તેઓ વગર ઓપરેશને પથરી કાઢી આપતા અને તેમના ડુંગરપુરના નિવાસે રોજ ૪૦૦-૫૦૦ માણસોની લાઈન લાગતી તેવું સાંભળેલ. મારા એક વકીલ મિત્ર જાત અનુભવ કરી આવેલા.
ભારતમા આવું બધું જોવા મળે, જે કદાચ વિદેશોમાં નહી મળતું હોય.
તમારી પથરીએ મારા ગુરુના બહુમુલ્ય વચનો સાંભળ્યા. તેઓ કહેતા,” મોટાભાગે લોકોને રોગમુક્ત નહીં પણ રોગની પીડા મુક્ત થવું હોય છે અને તે જ માણસ જાતની સમસ્યા છે.” સામાન્ય લાગતા આ વચનો પર ચિંતન કરી જોજો તો સમજાશે કેવાં ગુઢ વચનો છે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ
શરદભાઈ
સાચી વાત. મૂળમાંથી રોગ જાય એનું મૂલ્ય નથી હોતું. અને અમૂલ્ય ચીજો કોઈને જોઈતી નથી હોતી.
આ રોગ માટે નહીં, બધી ચીજ માટે લાગુ પડે છે.
અંદર આનંદનો દરિયો ઘૂઘવે છે; પણ મનની માયાને એની કોઈ કિમત નથી.
જાતે અનુભવી ને જે ઇલાજ થયો એના પરિણામ થી ખુબ ખુશ થવાય છે. મારા પુત્ર ને પણ આવી જ 8mm ની પથરી હતી આવા હોમિયોપેથીક ગોળીઓ થી જ એનો ઉપચાર આરામ દાયક થયો; આવા અમુલ્ય અનુભવો અમૂલ હોય છે.
મોટાભાઇ, દવા, દારૂ કે ડૉક્ટર એમાંથી કો’કનું તો નામ આપો ને! અને રાજેન્દ્રભાઇ, બીયરને બદલે wee dram ન ચાલે?
શ્રી હેમલ પટેલ
સ્વસ્તિક સોસાયટી
નવરંગપુરા
અમદાવાદ- ૩૮૦ ૦૦૯
આ ૧૨ વરસ પહેલાંની વાત છે/ કદાચ આ વિગત બદલાઈ પણ હોય.
resp. sureshbhai
pls. send me address of this homeopathy doctor for my mother in low
-palak
RS. SURESHBHAI,
મહેરબાની કરીને મને પણ એ હોમિયોપેથીક દાકતરનું સરનામું આપશો.
૯૮૯૮૩૩૦૩૩૭
pgavaniya@gmail.com
http://www.prashantgavaniya.blogspot.in
Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*