સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી ઘર , ભાગ -૨ – એક અવલોકન

‘ખાલી ઘર’

લખ્યાંને ત્રણથી પણ વધારે વર્ષ થઈ ગયાં. એમાં બે જાતનાં ખાલી ઘરની વાત કરી હતી. આજે એક ત્રીજા પ્રકારના ખાલી ઘરની વાત કરવાની છે.

આમ તો આ ત્રીજું ઘર ખાલી નથી. એ માણસોથી ભરચક ભરેલું છે!

વાત જાણે એમ છે કે, ગઈકાલે ભાડે આપેલા અમારા એ ઘરમાં રહેતાં ભાડવાત પાસે ભાડાની રકમ લેવા ગયો હતો. એ ઘરને સોગિયું, ઉજ્જડ, ખાલીખમ્મ, ડૂસકાં ભરતું નિહાળ્યું હતું.  કાલે એ ઘરના બારણા આગળ હું ભાડવાતની રાહ જોતો ઊભો હતો. એમને બોલાવવા મારે ઘંટડી મારવી પડી હતી. તાળું ખોલી એમાં  પ્રવેશવાનો મારો અધિકાર હું ગુમાવી બેઠો હતો.

અને બારણું ખૂલ્યું. ભાડવાતનો પુત્ર ચેક લઈને આવ્યો. મેં એને રસીદ આપી; અને કશી વાતચીત વગર બારણું બંધ થઈ ગયું. વ્યવહાર પતી ગયો હતો. કોઈ આત્મીયતા નહીં. સાવ પારકું ઘર, – એ ઘરના માલિકનો બાપ હોવા છતાં પણ.

….

ભાડે આપેલું ઘર – ભરેલું પણ સાવ ખાલી. ઓલ્યા સોગિયા, ઉજ્જડ, ખાલીખમ્મ, ડૂસકાં ભરતાં ઘર કરતાં પણ વધારે ખાલીપો આપી ગયું.

આત્મીયતા વિનાનો સંબંધ, નંદવાયેલો સંબંધ. સમય વીતી ચૂકેલો સંબંધ.

‘ પરિચિત છું , છતાંયે દૂર ખૂણામાં ઊભેલો છું.

મને શું ઓળખે લોકો, સમય વીતી ચૂકેલો છું.”

ગુલામ અબ્બાસ 

એ ગઝલ અહીં વાંચો અને સાંભળો

11 responses to “ખાલી ઘર , ભાગ -૨ – એક અવલોકન

 1. સુરેશ જુલાઇ 11, 2011 પર 9:25 પી એમ(pm)

  કશાકનો ખાલીપો સતત અનુભવાય, એ કદાચ માનવ મનની એક પાયાની વૃત્તિ હશે; એમ લાગે છે. દા.ત. અબજોપતિને પણ કોઈક , કશોક ખાલીપો હોય જ છે ને?

  સાચો ખાલીપો અનુભવાય ; ત્યારે બધા ખાલીપી કે ભરેલાપણાં ક્ષુલ્લક બની જાય છે. એક ક્ષણનો જ શૂન્યની અનુભૂતિ … અને બધું , કણેકણ જિવંત બની જાય.

  કદાચ ખાલીપો જ બધાં ભરચકપણાંનો સ્રોત હશે?

 2. Sharad ShahSharad Shah જુલાઇ 12, 2011 પર 2:08 એ એમ (am)

  Dear Sureshbhai;
  Love.

  Emptiness arises from aloneness is divine, but emptiness arises from loneliness is mental sickness.

  His Blessings;
  Sharad

 3. rajeshpadaya જુલાઇ 12, 2011 પર 9:00 પી એમ(pm)

  વાહ સુરેશદાદા, વાહ, ઘણા સમયે આપના બ્લોગ ઉપર હૈયુ હલાવી મુકે એવુ મળ્યુ….. અભિનંદન…… માનવિય સંબંધો ખાલિપો જ આપે છે પણ “આપણો બાપ” પણ આપણી પાસેથી ભાડુઆતી ચેક લઈને વગર કાંઈ બોલે આવીને જતો રહે છે, કેમ કે આપણે પણ સ્વાર્થ પુરતો જ એમની જોડે સંબંધ રાખીએ છીએને……!!!

 4. dhavalrajgeera જુલાઇ 13, 2011 પર 7:56 એ એમ (am)

  Emptiness one feels when one is lonely,
  But, loneliness you fell closer to thy.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 5. dhavalrajgeera જુલાઇ 13, 2011 પર 1:42 પી એમ(pm)

  આપણું શરીર પણ એક ઘર જ છે .

 6. readsetu જુલાઇ 31, 2011 પર 12:02 પી એમ(pm)

  ક્યારેક પોતાના ઘરમાંય ન અનુભવાય ?
  Lata

 7. Pingback: ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન « ગદ્યસુર

 8. Pingback: ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન | | GujaratiLinks.comGujaratiLinks.com

 9. Pingback: ખાલી ઘર – ૪ « ગદ્યસુર

 10. Pingback: » ખાલી ઘર – ૪ , વાર્તા » GujaratiLinks.com

 11. Pingback: ખાલી ઘર, ભાગ -૫ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: