સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુડોકુ, ભાગ – ૨ : એક અવલોકન

અગાઉ  સુડોકુની રમતને જીવન સાથે સરખાવતું અવલોકન લખ્યું હતું. અને તે પરથી એક આડવાત જેવી લઘુકથા પણ લખી હતી.

સુડોકુ – અવલોકન

સુડોકુ – લઘુકથા

પણ આજે સાવ જુદી જ વાત કરવાની છે.

છેલ્લા દોઢેક વર્ષથી હું દરરોજ સુડોકુની એક રમત રમું છું. આ માટે મને એક સરસ મજાનો સેટ મળી ગયો હતો; જેમાં ૯ x ૯ ખાનાંવાળું લાકડાનું બોર્ડ; એ ખાનામાં માય એવડા ૧ થી ૯ નમ્બરના નવ નવ ચોરસ પાસા અને તેનાથી ચોથા ભાગના નાના ચોરસ પાસાઓ છે. એ નાનાં પાસાઓ કોઈ ખાનામાં ચોક્કસ નમ્બર ન મુકી શકાય તેમ હોય; ત્યારે જુદી જુદી ચાર શક્યતાઓ સંઘરવા વાપરી શકાય છે. વળી નમ્બરની જોડી ( Pair ) જ આવી શકે તેવી શક્યતા દર્શાવવા મેં ખાલી પાસાઓ પર તીરનું નિશાન ચિતરીને, એ માટેની સુવિધા ઉપજાવી છે.

સુડોકુ-બોર્ડ

સુડોકુના પાસા રાખવાનો પ્લાસ્ટિકનો ડબ્બો

સુડોકુના એક બોક્સમાં ગોઠવેલ પાસાઓ

રમત શરૂ કરતાં પહેલાં બોર્ડ ખાલી હોય છે.

રમત શરૂ થાય છે ; અને કોયડાની ચાવી જેવા ૨૬-૨૭ આંકડા હું ચોપડીની સૂચના મૂજબ ગોઠવું છું. રમત જામે છે; ખરાખરીનો ખેલ ખેલાય છે; અને છેવટે રમત જીતાય છે. આ બધી વાત પહેલા ભાગમાં કરી હતી. રમત પતી ગયા બાદ, બધા પાસાઓ પ્લાસ્ટિકના ડબામાં પાછા મુકી દઉં છું.

રમત પતી ગયા પછી પણ બોર્ડ ખાલીખમ્મ હોય છે.

બોર્ડ અને પાસાંઓનો ડબો રમવાના ટેબલ પરથી બાજુએ, સાવ ખૂણામાં હડસેલાઈ જાય છે.

પણ એ વાત ન ભૂલાય કે, રમત હોય કે ન હોય; બોર્ડ અને પાસાં તો હોય, હોય ને હોય જ – રમતના ડેટાની ચોપડી પણ.

…………..

જન્મ પહેલાં અને મૃત્યુ પછી જીવાત્મા હોય, એવું બોર્ડ!

એ અવસ્થામાં જીવ સાવ ખાલી, સાવ લુખ્ખો હોય છે;  કશીય શક્યતા વિનાનો – સાવ કોરો ધાક્કોર. એમાં કશું ભૌતિક જીવન નથી હોતું. કોઈ રાગ કે દ્વેશ નહીં; કોઈ મૂંઝવણ નહીં; કોઈ અકળામણ નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ રૂકાવટ નહીં; કોઈ ખરાખરીના ખેલ નહીં;  કોઈ રંગભૂમિ, કોઈ વિજય, કોઈ પરાજય નહીં; જીતનો કોઈ દુંદુભિનાદ નહીં. કોઈ ફસામણી નહીં.

બસ સાવ કોરો કટ્ટ જીવ.
જેના માટે શાસ્ત્રોનાં શાસ્ત્રો લખાયાં છે –
એ મોક્ષની/ નિર્વાણની અવસ્થા.

નકામો, સડવા માંડેલો, જીવન વગરનો દેહ કબર અથવા ચિતા ભેગો થઈ જાય છે.

અને પ્રાણ? પાણીમાં આંગળી ફરે એમ વિસરાઈ જાય છે. બાકીની દુનિયા કશા ફરક વગર જેમની તેમ, સમયના ફલકમાં આગળ ધપે રાખે છે.

અને છતાં એ નિર્વિવાદ વાત છે કે, જેમ બોર્ડ અને પાસા વગર રમત શક્ય નથી; રમત હોય કે ન હોય, બોર્ડ અને પાસા તો હોવાના જ – એમ જીવન હો કે ન હો; જીવાત્મા તો હોવાનો જ. સ્થૂળ જગમાં કે સૂક્ષ્મ જગમાં.

અને એમ કહેવામાં આવે છે કે, સુડોકુની રમત રમતા હોઈએ એમ જીવન જીવાવું જોઈએ. બસ એક ખેલ જ – ભરપૂર આનંદ, મસ્તી અને રોમાંચથી ભરેલો ખેલ. ખેલ ચાલતો હોય ત્યારેય બોર્ડ ખાલીખમ જ રહે એમ જીવવું જોઈએ. હર પળે જન્મ; અને એ પળ પત્યે મૃત્યુ.

દરેક પળમાં જીવવાનો આનંદ.
વર્તમાનમાં જીવવાનો આનંદ.
જેવી રમત હોય
– સરળ કે કઠણ
– રમવાનો આનંદ.

અને રમત પત્યે સાવ ખાલીખમ્મ!

Advertisements

8 responses to “સુડોકુ, ભાગ – ૨ : એક અવલોકન

 1. Sharad ShahSharad Shah જુલાઇ 14, 2011 પર 8:56 એ એમ (am)

  ડોકુ જ્યારે ઝુકે હૃદય તરફ ત્યારે બને છે સુડોકુ. ડોકુ જ્યારે ગુરુ ઉતારી લે છે ત્યારે બને છે સુ-સુડોકુ. આ તમારુ લાકડાનુ સુડોકુ પણ આવું જ કાંઈ સુ-સુડોકુ જેવું છે.

 2. Valibhai Musa જુલાઇ 15, 2011 પર 6:19 એ એમ (am)

  શરદભાઈ,
  ગુજરાતી પૂર્વગ ‘સુ’ થી બનેલા સુડોકુ વિષેના તત્વજ્ઞાનીય સરસ સમાચાર (સુવાવડ) લાવ્યા.

 3. Pingback: સુડોકુ , ભાગ -૩ – એક અવલોકન « ગદ્યસુર

 4. Pingback: સુડોકુ, ભાગ – ૩ : એક અવલોકન - GujaratiLinks.com

 5. Pingback: સુડોકુ – કોલાજ « ગદ્યસુર

 6. Pingback: સુડોકુ – ભાગ ૪ , એક અવલોકન « ગદ્યસુર

 7. Pingback: સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન « ગદ્યસુર

 8. Pingback: ભુલભુલામણી – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: