સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એકલો – એક અવલોકન

આજે સવારે પાર્કમાં ગયો; અને બાંકડા પર બેઠો. એક વૃદ્ધજન એના કૂતરાને ફેરવી રહ્યો હતો. થોડીવારે એ બન્ને વિદાય થઈ ગયા.

હું પાર્કમાં સાવ એકલો બેસી રહ્યો.

શું ખરેખર હું એકલો હતો?

ચારે બાજુ ઊંચા ઝાડ હવામાં ઝૂલી રહ્યાં હતાં. બાજુમાં મનને હરી લે તેવી, લીલી કુંજાર વિલસી રહી હતી. દૂર નાનકડા તળાવમાં બતકો અને હંસ તરી રહ્યાં હતાં.

એક ખિસકોલી સરકી, અને ભોય પડી રહેલા બ્રેડના સૂકા ટૂકડાને બે હાથે પકડી, ખાવા લાગી. ત્યાં એક પક્ષીએ ઘાસમાં ઊતરાણ કર્યું; અને એના ખોરાક – જીવડાંને ગોતવા લાગ્યું. થોડી થોડી વારે, એની ચાંચ હલતી દેખાઈ. જરૂર એને ભક્ષ્ય મળી જતું હતું.

કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?

અને હું માનતો હતો કે, હું એકલો છું!

13 responses to “એકલો – એક અવલોકન

 1. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 18, 2011 પર 9:43 એ એમ (am)

  માન્યતાઓ જ દુ:ખ દાયક છે બાકી ગરીબાઈ(ખોરાકનો અભાવ)થી મોટું દુ:ખ જગતમાં બીજુ કોઈ નથી. એકલતા એ તો મનની સ્થિતિ છે. લાખો લોકો વચ્ચે પણ માણસ પોતાને એકલો મહેસુસ કરતો જ હોય છે ને?

 2. Atul Jani (Agantuk) જુલાઇ 18, 2011 પર 10:47 એ એમ (am)

  માન્યતાને જો ચકાસવામાં ન આવે તો તે ઉંડે સુધી પેસી જાય છે. ચકાસેલી માન્યતા સાચી હોય તો હકીકત થઈ જાય છે અને ખોટી હોય તો તેનાથી છુટકારો પ્રાપ્ત થાય છે. સારી વાત તો તે છે કે કોઈ પણ માન્યતા બંધાણા પછી શક્ય તેટલી જલદી તેની ચકાસણી કરી લેવી જોઈએ.

 3. Chirag જુલાઇ 18, 2011 પર 11:36 એ એમ (am)

  Dada,
  You knew it always. Now, you believe it thru’ this experience.

 4. dhavalrajgeera જુલાઇ 18, 2011 પર 5:46 પી એમ(pm)

  How one feels?
  Loneliness is a feeling when you stop expressing the feeling.
  Life is around us as long as one learns how to live.
  એકલો બેસી રહ્યો,
  માનતો હતો એકલો છું!
  But, when one opens eyes,
  Mind and learn with cognition outer and inner world loneliness
  leave.
  Enjoy… life as it is.

 5. readsetu જુલાઇ 28, 2011 પર 12:22 એ એમ (am)

  સાચી વાત એ છે કે તમે માન્યું જ નહોતું કે તમે એકલા છો નહિતર આ બધું નિરીક્ષણ હોત જ નહીં !! correct yr words pl. !!
  લતા હિરાણી

  • સુરેશ મે 25, 2016 પર 8:45 એ એમ (am)

   કોઈ માનશે નહીં – પણ આવા વિચાર આપણા હોતા જ નથી. આપણી અંદર સદા વિલસી રહેલ પરમ ચૈતન્યનો અંશ જ આવા ભાવ અને આવા વિચાર જગાડતું હોય છે.

   બાકી આ વિજેજનેરને મળેલી તાલીમ તો વોલ્ટ,એમ્પિયર અને ઓહ્મની માયાજાળ જ હતી ને?!

 6. Vimala Gohil જાન્યુઆરી 9, 2016 પર 1:42 પી એમ(pm)

  એકલતા??? હોય છે જ ક્યા? આપણી આસપાસ કેટ- કેટલું વેરી દઈને એણે આપણને એકલતામાંથી ઉગારી લઈને સલુણા સહવાસમાં ઘેરી લીધા છે તો એકલતા વળી કઈ બલા???

 7. Pingback: એકલતા | સૂરસાધના

 8. Vinod R. Patel મે 25, 2016 પર 8:32 એ એમ (am)

  એકલતા એ મનની માયા જાળ છે.

 9. pravinshastri મે 25, 2016 પર 11:32 એ એમ (am)

  માત્ર થોડા જ શબ્દો અને કેટલી મોટી વાત!

 10. Pingback: એકલતા | સૂરસાધના

 11. pragnaju ઓક્ટોબર 30, 2016 પર 7:29 એ એમ (am)

  પીડા કરતાં પણ એકલતા વધારે ભયંકર છે.
  કારણ કે પીડા સહ્ય થઈ જાય છે,
  એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે
  પણ
  કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?
  એ ક્યાં એકલો………………………………………

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: