સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કેળાની લૂમ – એક અવલોકન

રસોડાની બાજુમાં નાસ્તાના ટેબલ પર હું બેઠો છું. સામે સરસ મજાનાં, પીળાં ચટ્ટાક  કેળાની, લૂમ પડેલી છે. સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યદાયક કેળાં- લગભગ પૂર્ણ ખોરાક.  ધ્યાનથી હું એનાં બી ક્યાં આવેલાં છે; એ શોધવા કોશિશ કરું છું. હમણાં બગાયતીકામ પર ઠીક હાથ બેઠો છે ને!

અને ત્યાં જ મને ભાન થાય છે કે, કેળનો છોડ તો મૂળમાંથી ફૂટીને જ થાય ને? કેળાંની મસમોટી લૂમ ઉતારવા લાયક થઈ હોય, એની સાથે જ છેક મૂળની નજીકથી ચાર પાંચ નવા અંકૂર ફૂટ્યા જ હોય.

નવી કેળ રોપાવા આતૂર હોય. એને વંશ વૃદ્ધિ માટે કોઈ ફૂલ, ફળ, બીની જરૂર જ નહીં.

અને વિચાર થયો. ‘તો પછી કેળ શીદને આટલો રસ રેડી,  કેળાંની લૂમ પેદા કરતી હશે?’

….

સજ્જનની સજ્જનતા.

ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ સૌની જેમ કેળનેય મળે છે; પણ એનું કલેવર જ એવું છે કે, તે સામે કાંઈક આપવાની સમજદારી/ સજ્જનતા ધરાવે છે. એ લઈને બેસી રહેતી નથી. અને આપે છે ય, કેવું સરસ, મિષ્ટ ફળ? – વંશવૃદ્ધિની  કશીય અપેક્ષા વિના.

ખેતરમાં લહલહાતી હોય ત્યારે એનો લીલૂડી નજારો અને લોભામણી, લચકતી લૂમો કેવું હૃદયંગમ દૃષ્ય ખડું કરે છે?

કદાચ એટલે જ સત્યનારાયણની કથાના મંડપ માટે ખાસ કેળનાં પાનાં વપરાતાં હશે? કેળની જેમ સત્યનારાયણ પણ આપણી ઊપર મહેર વરસાવે?!

Advertisements

One response to “કેળાની લૂમ – એક અવલોકન

  1. dhavalrajgeera જુલાઇ 18, 2011 પર 6:44 પી એમ(pm)

    After knowing and learning from nature – outside world it is time to change the inner world and self.
    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: