સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુડોકુ, ભાગ – ૩ : એક અવલોકન

સુડોકુ …….   ભાગ -૧  ;   ભાગ -૨ 

આ અગાઉ સુડોકુની વાતમાં બોર્ડ, પાસાં, કોયડાની ચોપડી એ બધાં આવી ગયાં હતાં. એ રમતને જીવન સાથે સરખાવી હતી; અને એના પ્રાણસમ ફલકની જીવાત્મા સાથે પણ સરખામણી કરી હતી.

પણ સુડોકુની રમત તો આનાથી ઘણી આગળ વધી ગઈ છે.  એક બાજુએ હાથમાં રખાય તેવી, ઈલેક્ટ્રોનિક સુડોકુ મળે છે; કોમ્પ્યુટર પર રમાય તેવી અને આઈપેડ કે સેલ ફોન પર રમાય તેવી રમત પણ જોવા મળે છે.

આઈપેડ પર સુડોકુ

હેન્ડ હેલ્ડ સુડોકુ

અને બીજી બાજુએ બહુ જટિલ, જિગસો પઝલ જેવા બોક્સ વાળી   કે,     ૧૬ x  ૧૬ ખાનાંની સુડોકુ પણ હોય છે.

ભવિષ્યમાં એના વિવિધ મોડલો નવા શણગાર, રૂપ અને સુવિધા સાથેના આવવાના જ. અને વધારે મુશ્કેલીઓ ધરાવતી એડ્વાન્સ્ડ સુડોકુઓ પણ આવશે.

કદાચ સાવ નવાં ડોકાં પણ શોધાશે! 

પણ આજે આ બધાથી સાવ ભિન્ન અવલોકન કરવા બેઠો છું.

આપણે આ રમત કે આવી બીજી ઘણી બધી રમતો રમીએ; પણ એ બધાંની પાછળ એક અદૃશ્ય અને બહુ જ જટિલ હોવાપણું છે; એનો કદી આપણને ખ્યાલ નથી આવતો.

આજે એમ થયું કે, આ રમત શી રીતે બનાવી હશે? લાખો શક્યતાઓ શી રીતે શોધી કઢાતી અને આપણને રમવા અપાતી હશે? ગુગલ મહારાજને આ સવાલ પૂછ્યો અને પટ દેતાકને જવાબ મળી ગયો.

સુડોકુનો એલ્ગોરિધમ

જટિલ ગણિતીય પદ્ધતિ અને એવા જ જટિલ સોફ્ટવેરની મદદથી  સુડોકુનો એક કોયડો બને છે. પછી તો બધાં બાહ્ય રૂપ જ.

એ એલ્ગોરિધમ સમજવા પ્રયત્ન કર્યો; પણ તરત હાથ ધોઈ નાંખવા પડ્યા. આપણા પલ્લે આ ન પડે.

આપણે જીવન વિશે કલ્પનાઓ કરીએ, માન્યતાઓમાં અટવાયા કરીએ; પણ કદી જીવન શું છે; તે જાણી ન શકીએ. એનો પ્રોગ્રામર જ એ તો જાણે! એ આપણા મનની મર્યાદાની બહારના ક્ષેત્રની વાત છે. એને મનથી, જ્ઞાનથી, વિજ્ઞાનથી, તર્કથી કદી સમજી ન શકાય.

જીવંત તત્વનો એલ્ગોરિધમ શું હશે?

5 responses to “સુડોકુ, ભાગ – ૩ : એક અવલોકન

  1. bgjhaveri2009B.G.Jhaveri જુલાઇ 23, 2011 પર 7:57 એ એમ (am)

    I also tried many times to formulate sudoku matrix,but not able to complete it.

  2. Pingback: સુડોકુ – કોલાજ « ગદ્યસુર

  3. Pingback: સુડોકુ – ભાગ ૪ , એક અવલોકન « ગદ્યસુર

  4. Pingback: સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન « ગદ્યસુર

  5. Pingback: ભુલભુલામણી – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: