સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખારું પાણી – એક અવલોકન

      ગઈકાલે સવારના પહોરમાં ઊઠ્યો અને  નિત્યક્રમ મુજબ  બાથરૂમના સિન્કમાં મોં સાફ કરવા કોગળો કર્યો.
      કાંઈક વિચિત્રતા જણાઈ.
આ શું?
પાણી ખારૂં કેમ?
       મ્યુનિસિપાલિટીવાળાની કશીક ભૂલ થઈ કે, દરિયાનું પાણી મોકલી દીધું? દરિયાથી ૪૦૦ માઈલ દૂર ડલાસમાં આમ કરવું હોય, તો રાજા ભગીરથને બોલાવવા પડે!
       અને ત્યાંજ ખ્યાલ આવ્યો કે, રાતે સૂતી વખતે થોડીક સૂકી ખાંસી આવતી હતી; એટલે ‘હોલ્સ’ની ગોળી મોંમાં ચૂસવા રાખી હતી. ક્યાં ઉંઘ આવી ગઈ, તે ખબર જ ન પડી અને ગોળીનો નાનકડો ટુકડો સવાર સુધી બચેલો પડી રહ્યો. આખી રાત મોંમાં હોલ્સનો રસ રહ્યો.
        અને એટલે મોંના સ્વાદરસના પિંડો એ ગળપણથી ટેવાઈ ગયા, તે સવારના નળનું પાણીય દરિયાનું બની ગયું!
        નિશાળમાં ભણતા હતા ત્યારે બોરનો ઠળિયો ટ્વિસ્ટ કરેલી આંગળીઓ વડે એકનો બે બનાવી દેતા હતા; તે યાદ આવી ગયું!
….
    કેટલી બધી મર્યાદાઓવાળા મન સાથે આપણો પનારો પડ્યો છે? જે ટેવ પડી તેના આપણે ગુલામ. સાચી વાત પણ ફિલ્ટર થયેલી જ દેખાય!
સમ્મોહન….સમ્મોહન….સમ્મોહન….
જાતજાતનાં અને ભાતભાતનાં સમ્મોહન.

4 responses to “ખારું પાણી – એક અવલોકન

 1. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 30, 2011 પર 1:08 પી એમ(pm)

  મનના એકબીજાથી વિરોધી વિચારો અથડાઈને મનમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે આ દ્વન્દમાં જે વિચાર જીતે મન પર કબજો લઈ શરીરને આજ્ઞા આપે છે તેનો અનુભવ તો દરેકને હોય જ પણ આપણે ક્યાં આપણી પોતાની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ પ્રત્યે પણ જાગૃત હોઈએ છીએ અને તેથી જ તો સંમોહનને વશ થઈ જઈએ છીએ ને?

 2. Guest જુલાઇ 31, 2011 પર 9:09 એ એમ (am)

  This is extremely bad for you teeth. Sugar, coffee etc. should never stay in your mouth over nite. One should always clean teeth before bedtime.

 3. readsetu જુલાઇ 31, 2011 પર 12:08 પી એમ(pm)

  બંન્ને કૉમેંટ્સનું પૂર્વપશ્ચિમપણું ….

  Lata

 4. સુરેશ ઓગસ્ટ 2, 2011 પર 10:23 એ એમ (am)

  Guest July 31, 2011 at 9:09 am
  This is extremely bad for you teeth. Sugar, coffee etc. should never stay in your mouth over nite. One should always clean teeth before bedtime.
  —————-
  Anonymous sender – shame to you.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: