દાદા ભગવાનના વચનો જીવનના અનેક પાસાંને આવરી લે છે. આ લેખકની ગુંજાઈશ એમના શિખર સુધી તો શું , તળેટીમાં પણ પહોંચે એટલી નથી. પણ અહંકાર વિશે હું જે સમજ્યો છું, તે વાચકમિત્રોના વાંચન માટે અહીં રજૂ કરવાની હિમ્મત અને ધૃષ્ટતા કરું છું.
એક જ આશય કે, જીવનના તમામ પાસાંઓને આવરી લેતું આ મનન દરેકે સમજવું મને જરૂરી લાગ્યું છે. આપવડાઈ લાગે તો ભલે પણ આ બાબત ચપટીક સમજણ આવવાના પ્રતાપે મને જે અનહદ ફાયદો થયો છે; તે જોઈ,જાણી મિત્રો સુધી થોડીક સમજણ પહોંચાડવા મન થયું છે ; તો દરગુજર કરશો.
અહં વિશે મનોવૈજ્ઞાનિકો, ચિંતકો, ફિલસૂફોએ ઘણું બધું લખ્યું છે. દાદા ભગવાન આને બહુ સાદી રીતે સમજાવે છે.
આપણે જેને ‘ હું’ કહીએ છીએ, તે ત્રણ હોવાપણાંનો બનેલો છે-
‘હું’ એ આપણું પાયાનું જિવંત તત્વ છે – એને દાદા ભગવાન ‘શુદ્ધાત્મા’ કહે છે.
‘મંગળદાસ’ એ આપણી ઓળખ, આપણું નામ છે; જે જીવન દરમિયાન એક જ રહે છે, સિવાય કે, ઉપનામ હોય કે, ઘર કે બહારનું જુદું નામ હોય કે, આપણે છેતરામણીના ‘ગોરખધંધા’ કરતા હોઈએ! ( Anonymous or pseudo names)
‘બાવો’ એ આપણું મહોરું છે. એ અનેક હોય છે. આપણે અલગ અલગ વ્યક્તિઓના પુત્ર, બાપ, પતિ, ભાઈ, દિકરી, મા, પત્ની,બહેન, ગ્રાહક, મિત્ર, દુશ્મન, હરીફ વિ. બનીને તે મહોરાંને અનુરૂપ આચરણ કરતા હોઈએ છીએ.
મંગળદાસ અને બાવો એ આપણા અહંકારનાં પાસાં છે. જીવનપર્યન્ત એ આપણી સાથે રહે છે. કદાચ મંગળદાસ બદલાય દા.ત. ‘નરેન્દ્ર’ સન્યાસ લીધા બાદ ‘વિવેકાનંદ’ બની ગયા.
પણ બાવાના વેશ તો અનેક હોય છે, અને નવા નવા ઉમેરાતા હોય છે. દાદા ભગવાને આ મહોરાંઓને ‘ફાઈલ’ એવું નામ આપ્યું છે. જેટલી આ ફાઈલો કોરી થતી જાય, તેમ તેમ બાવાપણું ઓસરતું જાય.
આપણે જેને અહંકાર કહીએ છીએ, તે આ બેને પ્રતાપે હોય છે.
જ્યારે સાચો હું તો સાવ જૂદો જ છે; તેમ આપણે અભાન રીતે જાણતા હોઈએ છીએ. તે સતત પેલા બેની આલોચના કર્યા કરતો હોય છે, એમના પ્રતાપે સુખી કે દુઃખી થતો હોય છે. પણ મૂળભૂત રીતે એને જીવનકાર્ય સાથે ખાસ લેવા દેવા હોતી નથી. એ તો પાયાનું જીવંત તત્વ છે.
અહંને દૂર કરવાની જે વાત થતી હોય છે; તે આપણા આ પાયાના હોવાપણાને મહત્વનું સ્થાન આપવાની હોય છે. બાવો અને મંગળદાસ કદી સમ્પૂર્ણ રીતે નિકળી ન શકે, સિવાય કે, ચેતનાના સર્વોચ્ચ શિખરે પહોંચી શકનાર વીતરાગ, અથવા સહજ ભાવ કે સમતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ.
જેમ જેમ આપણે મૂળભૂત તો શુદ્ધાત્મા જ છીએ, તે ભાવ પ્રબળ બનતો જાય, તેમ તેમ અહં ઓગળતો જાય; એમ આપણે કહી શકીએ.
જો કે, આ બધો તો વાણીવિલાસ જ થયો. એની અનુભૂતિ અને એ સભાનતામાં પ્રગતિ તો અભ્યાસ અને તપથી જ થાય.
—————–
આ વિષય અંગે આધારભૂત માહિતી દાદા ભગવાનની વેબ સાઈટ પરથી મળી શકશે…….. અહીં ‘ક્લિક’ કરો.
દાદા ભગવાનનો ટૂંક પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
Like this:
Like Loading...
Related
એની અનુભૂતિ અને એ સભાનતામાં પ્રગતિ તો અભ્યાસ અને તપથી જ થાય – બસ આ વાત દ્રઢ કરવાની છે.
કોઈને પ્રશ્ન થાયછે કે ભગવાન કોને કહીશું ?
આત્માંશાતાકામ
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ
માંનોબુદ્ધી અહંકાર ચિત્તા નીનાહમ
નાચા શોત્ર જીવે નાચા ઘરના નેત્રે
નાચા વ્યોમા ભૂમીર ના તેજો ના વાયુ
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -1
નાચા પરના સંધનો ના વે માન્ચ્તૂહ
ના વ સપ્તાધાતુર ના વ પન્ચાકોશાહ
ના વક પનીપદું ના ચોપસ્થા પાયું
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -2
ના મેં દ્વેષ રગું ના મેં લૂભા મોહું
માળો નિવા મેં નિવા માત્સર્યભ્વાહ
ના ધર્મો ના ચર્થો ના કામો ના મોક્શાહ
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -3
ના પુણ્યમ ના પાપમ ના સૌખ્યમ ના દુખમ
ના મંત્રો ના તીર્થો ના વેળા ના યજ્ઞ
અહં ભોજનમ નૈવ ભોજમ ના ભોક્તા
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -4
ના મેં મૃતું શંકા ના મેં જતીભેડા
પિતા નિવા મેં નિવા માતા ના જન્મ
ના ભાંડું ના મિત્ર ગુરુર નિવા શિષ્ય
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -5
અહં નીર્વીકાલ્પો નિરાકાર રૂપો
વિભુર્વ્યાપા સર્વત્ર સર્વેન્દ્રિયાની
સદા મેં સમત્વં ના મુક્તીર ના ભંધા
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ -6
http://www.sanatandharma.org/page5.html
બીજા ભગવાન શ્રી રજનીશની ટેપ્સ અંગ્રેજીમાં સાંભળવા OSHO ઉપર ક્લિક કરો.
Ego – The False Center-અહંકાર
http://deoxy.org/egofalse.htm
http://deoxy.org/find/osho?&offset=20
GOD
http://en.wikipedia.org/wiki/God
http://en.wikipedia.org/wiki/God_in_Hinduism
http://kenpatel.wordpress.com/
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
email from Shri Sharad Shah…
પ્રિય સુરેશભાઈ;
પ્રેમ;
દાદા ભગવાન એક સતગુરુ છે. તેમના પછી ડો. નીરુબહેન પટેલ અને ત્યરબાદ શ્રી દિપકભાઈ દાદા ભગવાનનુ કાર્ય આગળ વધારી રહ્યા છે. દિપકભાઈના ટીવી પ્રવચનો કે પ્રશ્નોત્તરી ક્યારેક ક્યારેક સાંભળું છું. દાદા ભગવાનની કૃપાથી દિવસે દિવસે દિપકભાઈમાં ઉઘાડ થઈ રહ્યો છે અને અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે.આપને રુચીકર લાગે તો એમાં ડુબજો. તરી જશો તેની ગેરેંટી.
વર્ષો પહેલાની એક વાત યાદ આવી. અમારા એક ઓશોના સન્યાસી મિત્ર દાદા ભગવાનની વાતથી પ્રભાવિત થઈ એમના સતસંગમાં ગયા અને યેનકેન પ્રકારેણ આગળની પંકતિમા આસન જમાવી બેઠા.ભગવા કપડા, ઓશોની માળા ગળામા, અને આગલી હરોળમા આસન.
થોડીવારે દાદા આવ્યા, અને અમારા આ મિત્ર ઉપર નજર પડી અને દાદાએ ગણકાર્યા વગર નજર ફેરવી લીધી. અમારા મિત્રને તો હતું કે તેમનુ દાદા સ્વાગત કરશે, પણ તેમ ન થયું.પ્રશ્નોત્તરી દરમ્યાન અમારા મિત્રએ દાદાનું ધ્યાન આકર્ષવા પ્રશ્નોની ઝડી વરસાવી, અને દાદા બગડ્યા. એ મિત્રની સારી એવી ધૂળ કાઢી નાંખી.ઓશોના સન્યાસી હોવાનો પણ માણસને ઘમંડ વ્યાપી જાય છે અને ઓશોની વાણીનો દુલીલોમા દુર ઉપયોગ કરવા માંડે. પણ ગુરુતો આખરે ગુરુ હોય છે. ઉધાર જ્ઞાનીઓને કેમ ઠેકાણે લાવવા તે સારી રીતે જાણતા હોય છે.એટલે જ ક્યારે વિદ્વાન જણાતા લોકોને સતગુરુઓ પાસે બહુ ફાવતું નથી.
એ મિત્ર આખી જીંદગી દાદાને ગાળૉ આપતા રહ્યા.જેઓ પહેલાં વખાણ કરતાં થાકતા ન હતા. માણસ કેવાં કેવાં કારણોસર અટવાઈ જતો હોય છે તેનું આ ઉદાહરણ છે.
કેટલાંય સતગુરુઓ ઓશોને પ્રગટરુપે ગાળો દેતા અને એવા સતગુરુઓને ઓશો માથે બેસાડતા. જે કૃષ્ણમુર્તિ આવા જ એક સતગુરુ હતા. ઓશોએ તેમના આશ્રમમાં જે. કૃષ્ણમુર્તિના નામે એક ફુવારાને નામ આપેલ અને તેમના ખૂબ વખાણ કરતા. પણ જે. કૃષ્ણમુર્તિને ઓશો માટે પૂછો તો ભડકી જતાં. ક્યારેક સન્યાસીઓ ઓશોને પૂછતા કે, “આવું કેમ છે” ઓશો હસીને ઉત્તર આપતા કે, ” મારું તો મોટું જહાજ છે એમા હું તો આવા અનેક ને સમાવી શકું છું પણ એમની નાનાકડી નૌકામાં તેઓ મારો સમાવેશ કરી શકે તેમ નથી, અને કરવા જાય તો તે ડૂબી જાય. માટે તેઓ જે કરે છે તે બરાબર છે. નાવડી પણ પાર ઉતારી શકે છે તેની ખાત્રી રાખજો.”
આવા હતા ઓશો.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ.
ચિદાનંદા રૂપસ શિવોહમ શિવોહમ ! એની અનુભૂતિ અભ્યાસ થી જ થાય.
No one can see or express Thy.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
Pingback: અહંકાર વિશે દાદા ભગવાન - GujaratiLinks.com
શ્રી સુરેશભાઈ
ઉઘાડ ફોડ પાડતી બોધ કથા સરળ પણ મહામૂલી વાત શાસ્ત્રીય અટપટા વગર ધરી દે એ દાદાઈ
વાણી.અનેક સત્સંગીઓ મનફાવે તેવા સંશય દૂર કરવા પ્રશ્નો પૂછતા અને દાદા જવાબ આપતા.અહંકાર
વિશે કહેતા કે કઈંક અવળી સળી કરીએ એટલે તુરત જ નાગની જેમ ફૂંફાડા મારે ,ઘૂંટાયેલી સ્લેટમાં
લખેલ ભૂસવા તૈયાર ના થાય એટલે સાચી વાતો સમજવાને બદલે માન્યતાઓને વળગી રહે.
મને જીવનમાં દાદાની આ પ્રત્યક્ષ વાણીના લાભ બાદ ઘણી શાસ્ત્રીય વાતોનો સાચો સંદર્ભ સહજ
રીતે સમજાઈ જતો અને જીવનમાં શાતા અનુભવાતી.
રમેશ પટેલ(આકાશદીપ)