શહેરના રસ્તા પર મારી ગાડી પૂરપાટ ચાલી રહી છે. આગળ એક ગાડી ધીમી ગતિએ ચાલી રહી છે. મારે થોડી ઉતાવળ છે. હું સહેજ જ સ્ટીયરિંગ વ્હીલ ઘુમાવું છું, મારી ગાડી ડાબી બાજુની લેનમાંથી જમણી બાજુની લેનમાં પ્રવેશે છે; અને હું ઓલી ગાડીને ઓવરટેક કરીને આગળ ધપું છું.

હવે મારે જમણી તરફ વળવાનું છે. સ્ટીયરિંગ વ્હીલ એક જ ચક્કર ઘુમે છે; અને ગાડી ઉત્તરને બદલે પૂર્વ દિશામાં ધસી જાય છે. પણ ત્યાં તો આગળનો રસ્તો સમારકામ માટે બંધ છે. હું સ્ટીયરિંગ વ્હીલનું ચક્કર પૂરું ઘૂમાવેલું રાખું છું . ગાડી હવે ‘એબાઉટ ટર્ન’ કરી, પૂર્વને બદલે પશ્ચિમમાં ફરી, પારોઠનાં પગલાં ભરે છે!
સ્ટીયરિંગ વ્હીલ સહેજ જ ફરે અને યાત્રાની દિશા બદલાઈ જાય. સાવ ઉંધી દિશા પણ સહજમાં જ પકડી શકાય. ગાડી તો ખાતી હોય એટલો જ ગેસ ખાય; પણ ક્યાંને બદલે ક્યાં હાલવા માંડે.
પણ… સ્ટીયરિંગ વ્હીલને ફેરવવાનો નિર્ણય લેતું મન તો કોઈ ગતિ વિના, એક મિલીમીટર પણ ખસ્યા વિના, એને ફેરવી દેવાના હૂકમો આપતું રહે.
જમણી,
ડાબી,
જમણી,
ડાબી,
આગળ,
પાછળ..
અરે! ગાડી સ્થીર ઊભી હોય, તો પણ મન તો ચાલ્યા જ કરે. કશે ગયા વિના આખી દુનિયાની મુસાફરી કરી નાંખે.
એ મનનું સ્ટીયરિંગ વ્હીલ આપણી પાસે છે ખરું?
Like this:
Like Loading...
Related
Yogi ne Indriya nigrah sulabh,
Anya ne Durlabh.