સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાણીની શીશી – એક અવલોકન

     હમણાંથી પાણી વધારે પીવાની ટેવ પાડવા માટે હું પાણીની શીશી સવારથી ભરી રાખું છું. સવારમાં આ શીશી ભરવા નળ નીચે ધરી, અને પૂરા જોશથી ચાલતા નળે એને છલકાવી દીધી. શીશીમાંથી ઉભરાઈને પાણી બહાર વહેવા લાગ્યું. નળ બંધ કરી દીધો.

    પણ આ શું?

     શીશી તો એક ઈંચ જેટલી ખાલી હતી. ફરી નળ નીચે ધરી પણ એ રામ તો એ ના એ જ.

      નળમાંથી આવતા પાણીનો ફોર્સ ઓછો કર્યો – માત્ર ઝીણી સેર જ રાખી. અને છેવટે શીશી આખી ભરાઈ ગઈ.

અધૂરો ઘડો છલકાય.

अधजल गगरी छलकत जाय।

        જ્યારે શીશી ખાલી હતી; ત્યારે એ છલકાતી ન હતી. અધૂરાપણાનું જ આ લક્ષણ!

       આપણે સહેજ જાણકાર થઈએ, અને અભિમાનથી છલકાવા માંડીએ. કશું નવું ગ્રહણ કરવાની શક્તિ ખોઈ બેઠીએ. એક ટીપું પણ આપણી અંદર આવી ન શકે. જ્ઞાનના તો સાગરના સાગર લહેરાતા હોય છે. પણ એ કશા કામના નહીં.

      કશુંક નવું ઉમેરવા બહુ ધીમી, પણ મક્કમ ગતિથી પ્રયાસ જારી રાખવો પડે.

       પણ ગમે તેમ કરો, શીશીની ક્ષમતા કરતાં કશું વધારે અંદર ન આવી શકે.

       અરેરે! આપણને મળેલા મનની ક્ષમતા તો અપરંપાર છે. આખો સાગર સમાવી શકે એટલી. પણ આપણે જ એની દિવાલો જડ શીશી જેવી બનાવી દીધી છે. આ તો આપણાથી ન થાય. પેલું તો પરધર્મ. જ્ઞાન વિજ્ઞાનમાં આપણું કામ નહીં. યોગાસન? છી.. છી.. છી.. એવો ખોટો સમય બરબાદ ન કરાય. હોબી? એ તો બાળકો કરે.

       કેટકેટલી મર્યાદાઓ બાંધી દીધી છે? આપણી જાતે જ આપણી જાતને જંજીરોમાં જકડી દીધી છે. સહેજ પણ ચસકી જ ન શકીએ.

    આપણી શીશીમાં એક મિલીમીટર પાણી પણ ઉમેરી  ન શકીએ.

     માલી’પા ઘૂઘવતો સાગર સમાવવો હોય તો ખુલ્લા થઈ જવું પડે- આઝાદ બનવું પડે. શીશી નહીં – સાગરમાં સમાઈ જવું પડે.

8 responses to “પાણીની શીશી – એક અવલોકન

 1. Qasim Abbas ઓગસ્ટ 9, 2011 પર 2:18 પી એમ(pm)

  અધૂરો ઘડો છલકાય.
  अधजल गगरी छलकत जाय।

  Similar thoughts can be epxpressed in English by this proverb:

  “Slow and steady wins the race.”

 2. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 9, 2011 પર 6:19 પી એમ(pm)

  ઘડિયાળના કાંટા સાથે પૈસાનો સંબંધ માણસની સલામતિ સાથે બંધાઈ ગયો છે અને આપની શીશી પરથી ધોધમાર પાણીની સમય વહ્યો જાય છે શીશીને અધૂરી રાખીને!

 3. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 9, 2011 પર 6:21 પી એમ(pm)

  સુધારો: ઉપરની કોમેંટમાં આપની ને બદલે આપણી શીશી વાંચવું

 4. Sharad ShahSharad Shah ઓગસ્ટ 10, 2011 પર 8:09 એ એમ (am)

  Nobody can give you the meaning of your life. It is your life, the meaning has also to be yours. Himalayas won’t help. Nobody except you can come upon it. It is your life and it is only accessible to you. Only in living will the mystery be revealed to you.
  The first thing I would like to tell you is: don’t seek it anywhere else. Don’t seek it in me, don’t seek it in scriptures, don’t seek it in clever explanations — they all explain away, they don’t explain. They simply stuff your empty mind, they don’t make you aware of what is. And the more the mind is stuffed with dead knowledge, the more dull and stupid you become. Knowledge makes people stupid; it dulls their sensitivity. It stuffs them, it becomes a weight on them, it strengthens their ego but it does not give light and it does not show them the way. It is not possible.

  Life is already there bubbling within you. It can be contacted only there. The temple is not outside, you are the shrine of it. So the first thing to remember if you want to know what life is, is: never seek it without, never try to find out from somebody else. The meaning cannot be transferred that way. The greatest Masters have never said anything about life — they have always thrown you back upon yourself.

  – OSHO

 5. dhavalrajgeera ઓગસ્ટ 10, 2011 પર 6:50 પી એમ(pm)

  ટીપે ટીપે સરોવર ભરાયા તો ખાલી બાટલી પણ નળ ના પાણી ના ટીપે ટીપે ભરાય જ.

 6. Pingback: અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક) « ગદ્યસુર

 7. Pingback: અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક) | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: