સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉપર જુઓ – કે અંદર?

CortesyErik Hohn , Arlington, Texas

——–

એક અમેરિકન મિત્ર એરિક હોહ્ને એક બહુ જ સરસ ઈમેલ મોકલ્યો. એનો ભાવાનુવાદ….

ગીધને ૮ ફુટ લાંબા, ૬ ફુટ પહોળા, અને ઉપરથી ખુલ્લા ઓરડામાં પૂરવામાં આવે તો તે હમ્મેશ તેમાં બંદી બની રહેશે.

 • કારણ કે, ઊડવા માટે તેને પહેલાં વીસેક ફુટ દોડવાની ટેવ છે.

*****

ચામાચીડીયું જમીન પર પડી જાય તો, તે તરફડિયાં માર્યા કરશે; પણ ઊડી નહીં શકે,

 • કારણ કે, ઊડતા પહેલાં તેને પડવાની ટેવ છે.

*****

મધમાખીને ખુલ્લી બરણીમાં મુકો તો તે તેમાંથી બહાર નહીં નીકળી શકે.

 • કારણ કે, તે સીધું ઊડવા જ ટેવાયેલી છે.

*****

અને અત્યંત શક્તિશાળી મન ધરાવતા આપણે સૌ આગળ, પાછળ, ઉપર નીચે, આમ તેમ હવાતિયાં મારતાં આપણી વ્યથાઓમાં અને અપેક્ષાઓમાં જીવન ભર ઘેરાયેલા રહીએ છીએ.

 • કારણ કે, આપણે કદી ઉપર જોતા નથી, જ્યાંથી પરમ કૃપાળુ પ્રભુની અમી વર્ષા સતત વરસતી રહે છે.

…………

મારા તરફથી એક નાનકડો ફેર…

 • આપણે કદી આપણી અંદર જોતા નથી – જ્યાં ‘તે’ આપણા કણ કણમાં હાજરાહજૂર વસેલો  છે.
Advertisements

7 responses to “ઉપર જુઓ – કે અંદર?

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 13, 2011 પર 4:57 પી એમ(pm)

  આ બધા જીવોની જેમ જ આપણી મર્યાદાઓ જ આપણને નડે છે ને? અને એ મર્યાદાઓથી પર થવા માટે બહારથી લાદવામાં આવેલા બંધનો કેમ તોડી શકાય? ગીધને 20 ફૂટની જગ્યા નથી તે બહારથી આવેલું બંધન છે. બહારની દુનિયાના વિચારવાદળો અંદરના પ્રકાશને ઢાંકીને મન પર પથરાઈને બધુ ઘુંઘળુ કરીને મનુષ્યને ગુમરાહ કરી દે ત્યારે તે કેમ કરીને અંદર ઝાંકે?

 2. Ramesh Patel ઓગસ્ટ 13, 2011 પર 11:18 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  મર્યાદા અને જીવન ..સુંદર જાણકારીવાળી પોષ્ટ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. razia mirza ઓગસ્ટ 14, 2011 પર 3:04 એ એમ (am)

  આપણે કદી આપણી અંદર જોતા નથી – જ્યાં ‘તે’ આપણા કણ કણમાં હાજરાહજૂર વસેલો છે સાચી વાત છે આપની

 4. Sharad Shah ઓગસ્ટ 20, 2011 પર 1:01 એ એમ (am)

  પ્રિય રેખાબહેન;
  પ્રેમ.
  “આ બધા જીવોની જેમ જ આપણી મર્યાદાઓ જ આપણને નડે છે ને? અને એ મર્યાદાઓથી પર થવા માટે બહારથી લાદવામાં આવેલા બંધનો કેમ તોડી શકાય? ગીધને 20 ફૂટની જગ્યા નથી તે બહારથી આવેલું બંધન છે. બહારની દુનિયાના વિચારવાદળો અંદરના પ્રકાશને ઢાંકીને મન પર પથરાઈને બધુ ઘુંઘળુ કરીને મનુષ્યને ગુમરાહ કરી દે ત્યારે તે કેમ કરીને અંદર ઝાંકે?”
  તમારી ઉપરોક્ત મુંઝવણનો પ્રત્યુત્તર મારા ગુરુના શબ્દોમાં,” પ્રયત્ન, પ્રતિક્ષા અને તિતિક્ષા”
  બુધ્ધપુરુષો કહે છે કે આપણી દરેકની ભિતર જે ચૈતન્યનો અંશ છે તે તેનામા અને પરમ ચૈતન્ કે જેનો આદી નથી કે નથી અંત, જે સત્યમ, સુંદરમ અને આનંદ સ્વરુપ છે અર્થાત સમગ્ર મર્યાદાઓ, આદતો, બંધનો ઉપરથી થોપાયેલાં જ છે અને તે ભ્રામક છે. આ બંધનો અને આદતો તોડવા પ્રયત્ન કરવો પડે છે તેને શાસ્ત્રો તપ કહે છે.
  સચિન તેંડુલકરને પણ સફળ ક્રિકેટર બનવા નેટપ્રેક્ટીસ કે અથક પ્રયત્ન કરવો પડે છે તો પરમાત્માની પ્યાસ કે આપણા મૂળ સ્વરુપની તરફ યાત્રા કરવી હોય તો પ્રયત્ન તો કરવો પડે અને પ્રયત્ન કર્યા પછી પ્રતિક્ષા પણ કરવી પડે. જેમ એક ખેડુત જમીન ખેડે, ખાતર અને બીયારણ નાંખે, પાણી સીંચે અને પછી પ્રતિક્ષા કરે કે યોગ્ય સમયે બીજનું અંકુરણ થશે અને યોગ્ય સમયે એ બીજમાંથી છોડ અને વૃક્ષ બનશે અને એક દિવસ તેમાં ફળ લાગશે. એટલે પ્રયત્નની સાથે સાથે પ્રતિક્ષા પણ જરુરી હોય છે.
  પરંતુ આપણને ધીરજ નથી હોતી. ગ્રજ્યુએટની ડિગ્રી લેવા પંદર વર્ષ સુધી ગધ્ધાવૈતરુ કરીએ (અને તે મળયા પછી પણ નોકરી કે છોકરી મળી જાય તેની ગેરેંટી નથી હોતી) પણ પરમાત્મા આપણને ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. પાંચ પંદર દિવસ કે મહિના ધ્યાન કે અન્ય વિધી આડેધડ કરીએ અને કાંઈ પરિણામ નથી તેમ લાગે એટલે નિરાશ થઈ બેસી જઈએ અથવા કોઈ અન્ય બખડજંતરના રવાડે ચઢીએ. આમને આમ જીવન દુઃખમા અને મુંઝવણમા પસાર કર્યે રાખીએ છીએ. અને વળી પાછા અન્યની ઉપર દોષારોપણ કર્યા કરીએ છીએ. આપણને આપણી બિમારીઓની ખબર નથી તો તેના ઇલાજની ખબર તો ક્યાંથી પડે?
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 5. Sharad Shah ઓગસ્ટ 20, 2011 પર 2:59 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  “આપણે કદી આપણી અંદર જોતા નથી – જ્યાં ‘તે’ આપણા કણ કણમાં હાજરાહજૂર વસેલો છે.”
  તમાર ઉપરોક્ત કથને એક વાત યાદ આવી. કદાચ તમને ગમશે.
  મારા એક મિત્રને સેલીબ્રિટિના હસ્તાક્ષર મેળવવાનો ભારે શોખ અને તે માટે તેઓ ગમેતેવું સાહસ ખેડતા પણ અચકાતા નહીં. તેઓ ૧૯૬૮માં રજનીશજી(ઓશો)ને મળ્યા હતા ત્યારે એમના હસ્તાક્ષર મેળવતી વખતે તેમને રજનીશજીને વિનંતિ કરી કે કોઈ સારું બોધવચન લખી પછી હસ્તાક્ષર કરજો. અને રજનીશજીએ લખ્યું” પરમાત્મા ભિતર હૈ, ભિતર ખોજો” અને પછી નીચે તેમના હસ્તાક્ષર કર્યા.
  ત્યારબાદ કેટલાંક સમય પછી તેઓ રામદુલારે બાપુ ને મળ્યા.(રામદુલારે બાપુ પણ એક એન્લાઈટન્ડ માસ્ટર હતા)ને બાપુને વિનંતિ કરી કે બે શબ્દો લખી હસ્તાક્ષર કરજો. બાપુએ ઉપર રજનીશજીનું કથન વાંચ્યું અને નીચે લખ્યું,” બહાર ભિતર સબ જગા પરમાત્માહી હૈ જહાં ચાહો વહાં ખોજો”
  કેટલાંક સમય પછી આ મિત્ર સ્વામી બ્રહ્મવેદાંતજી ને મળ્યા અને તેમના હસ્તાક્ષર માટે તેમની નોટબુક સ્વામીજી સમક્ષ ધરી, તેમનએ પણ કાઈ લખવા જણાયું. સ્વામી બ્રહ્મવેદાંતજીએ રજનીશજી અને બાપુના ઉપરોક્ત કથન વાંચી નીચે લખ્યું,” અત્યાર સુધીમાં મને તો એટલું સમજાણું છે કે જ્યાં સુધી ખોજનાર છે ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. ખોજનારે જેને ખોજે છે તેમાં પોતાનુ અસ્તિત્વ ઓગાળી નાંખવું પડે છે.”
  શ્રી રમણ મહર્ષિ કહેતા “મીઠાની પુતળી સાગરનુ ઊંડાણ માપવા નીકળે તેમ સાધક પરમાત્માની શોધમાં નીકળે છે અને એક દિવસ તે પુતળી ઓગળી જઈ સ્વયં સાગર બની જાય છે.” ઍ અર્થમાં જ આપણે કૃષ્ણ કે મહાવીર કે બુધ્ધને ભગવાન કહીએ છીએ ને!
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 6. સુરેશ ઓગસ્ટ 20, 2011 પર 7:45 એ એમ (am)

  પ્રિય શરદ ભાઈ
  આ બધી જ્ઞાનની વાતો છે. ખોજનાર જ ખોવાઈ જાય; એ સ્તર જ્યારે મળે , ત્યારે ખરું. પણ આ ક્ષણમાં જીવનારે એની પણ ખેવના ન રાખવી જોઈએ – એમ મને લાગે છે. જ્યારે એ ઘડી આવશે; ત્યારે એને પણ વધાવી લેશું – જેમ આ ઘડીમાં મહાલીએ છીએ તેમ.
  હું જીવું છું. મારા કણ કણમાં જીવન શ્વસે છે; એની અનુભૂતિ જ હાલ માટે પર્યાપ્ત લાગે છે. એ ભાવ સતત રહે એની જ કોશોશ . બાકી બધું ……. દેખા જાયગા. કાયકુ ઉસકો પાનેમેં દેવદાસ બનેં!
  મને તો આ મારું સત્ય લાગે છે – હાલ !

 7. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 20, 2011 પર 8:19 એ એમ (am)

  માનનીય શરદભાઈ,

  પ્રયત્ન અને ધીરજ તથા શ્રદ્ધાપૂરકની પ્રતિક્ષા તો જરૂરી છે જ પણ છેલ્લે તમે કહ્યુ તેમ કે, “આપણને આપણી બિમારીઓની ખબર નથી તો તેના ઇલાજની ખબર તો ક્યાંથી પડે?” તે પણ એટલી જ સાચી વાત છે. કદાચ કોઈ નિષ્ણાત બિમારી અને ઈલાજ બતાવે તો પણ ક્યાં કરી શકાય છે? મને લાગે છે કે અંતે તો પ્રયત્ન, ધીરજ અને શ્રદ્ધાની કમી જ અન્યને દોષ આપવા પ્રેરે છે. રસ્તો ભૂલ્યાનું ભાન જ ક્યારેક રસ્તો સૂઝાડશે અને ઈશ્વરની નજીક લઈ જશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: