સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન

ખાલી ઘર ભાગ   –   ૧   –   અને    –   ૨   –   માં જાતજાતનાં કારણોથી ઉદભવતા ખાલીપાની વાત હતી, અને આધાર હતો ખાલી ઘરનો. એ ખાલીપા જીવનમાં આવી પડતી આપત્તિઓ કે ખુશાલીઓના કારણે સર્જાતા હોય છે; અને એ બધાં મનના સ્તરે ભોગવાય છે; ભોગવવા પડે છે.

આજે એક સાવ જૂદા જ ખાલી ઘરની વાત કરવાની છે.

આ ઘર આમ તો અહર્નિશ ભરચક જ રહે છે. માલિકના મરણ સિવાય કદી ખાલી થતું જ નથી.

પણ એક અનુભવ એવો થયો કે, એ ઘર ખાલી થયું – ચંદ ક્ષણો માટે જ; અને ફરી તરત ભરાઈ ગયું. પણ એ થોડીક પળોનું ખાલીપણું શોક નહીં, પણ અવર્ણનીય, અકલ્પિત આનંદ આપી ગયું.

બોલો કયું એ ઘર અને  કેવું તો એ  ખાલીપણું?

તમે કહેશો…  આમ ઉખાણું શીદ પૂછો છો? સીધી જ વાત કરો ને?

આ અવલોકનકારનું મન.

છેલ્લા એક મહિના કરતાં થોડાક વધારે સમયથી એ ઘર ખાલી થયાનો અનુભવ થયો છે – એક વાર નહીં; દિવસમાં ચાર ચાર વખતનો એ મનનો ખાલીપો,

અરે! ભૂલ્યો – ખાલીપણું. ખાલીપો તો ઓલ્યા એ જાતજાતનાં ઘરોની વાતના કેન્દ્રસ્થાને હતો.

આ તો ખાલીખમ્મ થવાની, શૂન્ય થવાની શુભ વેળાનો અવસર છે. એ શૂન્યમનસ્ક ન બનાવે! રોજના ચાર વખત શૂન્ય થવાનું – રાજીખુશીથી,  નવા બનાવેલા નિયમો મુજબ. કદાચ આમ ને આમ ધખારો ચાલુ રાખું તો, જ્યારે એને ખાલી કરવું હોય ત્યારે કરી શકાય તેવી ક્ષમતા પણ સાંપડે. ગુસ્સો આવ્યો હોય;  વ્યગ્રતા ઉદાસી કે નીરાશા પ્રગટ્યાં હોય; કામ, લોભ, મદ, અહંકાર જાગ્યા હોય… ટપ્પ કરતાંકને મન ખાલી કરી શકાય – એવી ક્ષમતા.

જો કે, એ મંઝિલ તો હજુ બહુ દૂર છે!

આ આપવડાઈ તો નિઃશંક છે જ. પણ વધારે તો એ નવો ઉભરતો ઉલ્લાસ છે – ઘરડાખખ્ખ ખોરડામાં પથરાતો ઉજાસ –

અંધાર ઘેર્યા પ્રદેશના
આંધળા રાજાના મહેલમાં
પ્રકાશનું ઝગમગતું કિરણ!

( લો! એ રાજાની અને એ મહેલની વાત વાંચવા,
ઉપરના વાદળી શબ્દો પર  ‘ક્લિક’ કરો.)

એક મહિનાથી, રોજ ચાર વખત પ્રગટતું કોડિયું.

અને એ ચંદ મિનીટોના ખાલીપણાનો ઉલ્લાસ કેવો?

લો પુનરાવર્તન કરી દઉં. કંઈક આવું……. અને એનાથી ઘણું વિશેષ

એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાંજ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પુજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કીલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.

–  આ તો ઠીક, ખાલી વાણીવિલાસ – પણ ખચિત અવર્ણનીય.

અવર્ણનીય
આનંદછતાં કેવો
અનભિવ્યક્ત?

       હવે આ ઘર કેમ  ખાલી કરવું પડ્યું? કોણે કર્યું ? શી રીતે કર્યું? એનાથી શા ફાયદા થયા? એ જાણવા અને માણવા  ‘અફલાતૂન તબીબ’નો તમારે સમ્પર્ક સાધવો પડશે! અહીં …….

9 responses to “ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન

 1. readsetu ઓગસ્ટ 25, 2011 પર 9:26 એ એમ (am)

  તમારું ચિંતન ને એનું ઊંડાણ સ્પર્શી જાય એવાં છે… આ આનંદ એ અલખની અહાલેક લાગે છે. પ્રસન્નતા જ પ્રસન્નતા..
  સાથે સાથે એક બીજી વાત પણ. ’ખાલીપો’ કે ‘ખાલીપણું’ શબ્દની જગ્યાએ ‘અંદરનું સભર’ કે એવું કંઇક લખો ને !!
  Lata

 2. Pingback: વાયર હેન્ગર – એક અવલોકન « ગદ્યસુર

 3. nabhakashdeep જાન્યુઆરી 2, 2012 પર 4:45 પી એમ(pm)

  અવલોકન ખરું પણ તેનીય પેલીપાર આપ જાગૃતતાથી સ્વને તથા સૌને
  જોડી રહ્યા છે. રોજની વાતોમાં ડૂબી મોતી પકડી લો છો એવું મને લાગે છે.
  વિદ્રોહી વિચારો સાથે સંતતા સંતાઈ ખૂબ ઉંચેરી વાત પ્રકાશિત કરે છે.
  સાચે જ વાંચી ૬૦+ નો લાભ , રત્નો સમ આ વર્તુળ ધરી રહ્યું છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Pingback: » વાયર હેન્ગર – એક અવલોકન » GujaratiLinks.com

 5. Pingback: ખાલી ઘર – ૪ « ગદ્યસુર

 6. Dipak Dholakia જાન્યુઆરી 3, 2012 પર 9:45 પી એમ(pm)

  ચારેય ભાગ વાંચી ગયો. તમારા નિષ્કર્ષો હૄદયસ્પર્શી છે. મને એક કવિતા યાદ આવી ગઈ “જૂનું ઘર ખાલી કરતાં….///” કવિનું નામ ભૂલી ગયો છું. કદાચ મકરંદ દવે? યાદ નથી. પણ એ ‘ખાલી ઘર’ તમે મુલાકાત લીધી એ ઘર નથી. એ તો ઘર હતું.
  આ ઘર છે શું? ક્યારેક લોકો વર્ષો સુધી મકાનમાં રહ્યા છતાં એમાંથી ઘર બનાવી શકતા નથી. ઘર તો પહેલાં મનમાં ઊગે છે. બહાર તો માત્ર એનું પ્રતિબિંબ દેખાય છે.

 7. Pingback: ચૂકેલો રસ્તો – એક અનુભવ | ગદ્યસુર

 8. Pingback: દિવાળી કેવી ? ક્યાં? ક્યારે? | સૂરસાધના

 9. Pingback: ખાલી ઘર, ભાગ -૫ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: