સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘઉં વીણતાં – એક અવલોકન

      ઘઉં વીણવાના કે કાંકરા ?!

     પણ ચાલો, પ્રણાલિકા જાળવીને ઘઉં વીણવાની જ વાત કરીએ. નાનો હતો ત્યારે વેકેશનમાં અચૂક આ સહિયારું કામ કરવું પડતું હતું. મા સૂપડો મારીને વધારે કાંકરા વાળા ઘઉં જૂદા કરતી. એમાંથી કાંકરા વીણવાનું, વધારે મુશ્કેલ કામ મા અને બહેનો કરતી. અમે ભાઈઓ ઓછા કાકરાવાળા ઘઉં સરખા કરતા; અને વધારે મોટું કામ કર્યાનો ગર્વ રાખતા!

     તૈયાર લોટ વાપરનાર અમેરિકામાં આ વાત શી રીતે યાદ આવી?

      વાત તો આમ સાવ નાની છે. હું રોજ સવારે રજવાડી સિરિયલ ખાઉં છું. બે જાતની સિરિયલમાં દૂધ રેડતાં પહેલાં, વાડકામાં બદામ, દ્રાક્ષ, અખરોટ, પીકન અને ખજૂરનું રજવાડી ઉમેરણ હોય. દ્રાક્ષ તો તૈયાર હોય, પણ બાકી બધાનાં નાના ટૂકડા કરવા પડે. અખરોટ અને પીકન તો આંગળીઓથી સમારાઈ જાય. પણ બદામ અને ખજૂરને ચપ્પા વડે સમારવા પડે. વાડકામાં એક બાજુએ એ બધાં હોય. નાના ટૂકડા જેમ જેમ થતા જાય, તેમ તેમ એક બાજુએ ઢગલી મોટી થતી જાય.

        રોજ આ ઢગલી જોતાં ઘઉં વીણવાની એ બાળપણની રીત યાદ આવી જાય. થાળીમાં એક બાજુએ કાંકરાવાળા ઘઉં હોય. એમાંથી થોડાક આગળ કરી, કાંકરાં વીણી બીજી બાજુએ ચોખ્ખા ઘઉંની ઢગલી થતી જાય; અને કાકરા બાજુમાં રાખેલી વાડકીમાં ફેંકાતા જાય. બધા ઘઉં ચોખ્ખા થઈ જાય, એટલે એક નળીમાં ભેગા થતા જાય. નળી ભરાય એટલે અમારામાંના એક ભાઈએ એમને પીપમાં ઠાલવી દેવાના.

       લોટ બનાવવાની ‘ફ્લોર ફેક્ટરી’માં જતાં પહેલાં મા એને ફરી એક વાર ઝડપથી ચકાસી લે. કોઈ કાંકરો રહી જવો ન જોઈએ.

ઘઉં શુદ્ધ કરવાની રીત.
કોઈ અશુદ્ધિ ચલાવી ન  લેવાય.
ક્વોલિટી એસ્યોરન્સ!

       જીવનના ક્વોલિટી એસ્યોરન્સનું શું?

      બેન્જામિન ફ્રેન્કલિન યાદ આવી ગયા.

બેન્જામિન ફ્રેન્કલિન

      યુવાનીમાં પ્રવેશ્યા તેઓ પછી પોતાનામાં રહેલી નબળાઈઓ તરફ સજાગ બન્યા. કેમ કરીને સગુણ બનવું, એ ધખારો સતત રહેવા માંડ્યો. તેમણે સ્વસુધારણાની એક રીત પોતાની જાતે બનાવી અને અમલમાં મુકી. જીવન માટે પાયાના ૧૩ મુદ્દા તેમણે નક્કી કર્યા અને એ બધા આત્મસાત કરવા કમર કસી, એટલું જ નહીં, એમને અમલમાં મૂકવા એક એક કરીને એમને જીવનમાં અપનાવ્યા.

       Franklin sought to cultivate his character by a plan of 13 virtues, which he developed at age 20 (in 1726) and continued to practice in some form for the rest of his life.

એમનું જીવનચરિત્ર વાંચવા અહીં ‘ક્લિક’ કરો. 

       કિશોરાવસ્થામાં એમનું જીવન ચરિત્ર વાંચતાં મને પણ આ રીત ગમી ગઈ, અને દસ દસ નબળાઈઓ હાથમાં લઈ, રોજ એમાં કેટલા માર્ક મેળવ્યા એની નોંધ કરવાની ટેવ રાખી.  કાળક્રમે એમાંની બધી વાત તો અમલી ન બની; પણ વાંચન અને વ્યવસ્થિતતામાં ઠીક ઠીક પ્રગતિ થઈ શકી.

ઘઉમાંથી કાંકરા કાઢી નાખવા જેવી વાત.

2 responses to “ઘઉં વીણતાં – એક અવલોકન

  1. kanakraval ઓગસ્ટ 20, 2011 પર 3:52 પી એમ(pm)

    સુરેશભાઈ : આ ઘઉના કાંકરા ખરેખર “કાંકરા” હોય છે કે શું તેની તપાસનુ ફળ એક જાણવા જેવી હકિકત છે- કનક્ભાઈ

  2. readsetu ઓગસ્ટ 25, 2011 પર 9:46 એ એમ (am)

    આ કાંકરા તપાસવાની રીત ચોક્કસ અમલમાં મૂકી શકાય એમ છે. રોજના દસ નહીં બસ એક જ …તપાસ્તા જવાની ટેવ પાડીશ…
    Lata

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: