‘ઘઉં વીણતાં’ લખ્યું અને કલાકમાં તો સરસ મજાનો પ્રતિભાવ મળ્યો –
સુરેશભાઈ : આ ઘઉના કાંકરા ખરેખર “કાંકરા” હોય છે કે શું તેની તપાસનુ ફળ એક જાણવા જેવી હકિકત છે.
– કનક્ભાઈ રાવળ
અને તરત આ અવલોકન લખવા બેસી ગયો.
ઘઉંના કાંકરા તો કાઢીને ફેંકી જ દેવાના હોય ને? કાંકરા એટલે શું? – જેમાંથી ઘઉં પેદા થયા, તે જમીનનો એક અંશ!
અને એ ફેંકી દીધા.
જે માબાપે આપણને જન્મ આપ્યો;
એમને વિસારી દીધા-
હડધૂત કર્યા.
કશો તાત્વિક ફરક છે?
છે જ તો..
આભ જમીન જેટલો ફરક
માત્ર ફેંકવાની ક્રિયા જ સરખી છે.
બાકી એક આસમાન અને બીજું પાતાળ!
હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.
આખી રચના અહીં વાંચો.
( આ ફરક તરફ ધ્યાન દોરવા માટે ભાવનગરના શ્રી. અતુલ જાની ( આગંતુક) નો હાર્દિક આભાર)
Like this:
Like Loading...
Related
એક બીજી મજેની અને ચોંકાવનારી વાત .
ગ્રામીણ વિસ્તારોથી માહેર વાચકો આનું અનુમોદન કરશે કે, તાલુકાના મૂખ્ય મથકોએ કાંકરાના થેલા તૈયાર મળે છે
– ઘઉંમાં ભેળસેળ કરવા સ્તો !
How true….
Some time ઘઉંમાં ભેળસેળ કરવા…
“કાંકરા” more than ઘઉ.
આદરણીય સાહેબશ્રી
સાચી વાત છે આ પણ એક ભેળસેળનો પ્રકાર જ છે.
એ કાંકરા શાબ્દિક રીતે ફેંકાતા હોય છે..
ખરેખર એ ફરી નવા ઘઉં પેદા કરવા માટે ગોઠવાતા હોય છે….
જન્મ મરણનું ચક્ર નહીં ?
લતા
માત્ર જમીન કદી ઘઉ પેદા ન કરી શકે – તેને માટે ઘઉના બીજ, સુર્યપ્રકાશ, હવા અને પાણી જોઈએ. ઉદાહરણ બંધબેસતું ન લાગ્યું. કાંકરા અને ઘઉ બંનેનો પ્રકાર જુદો છે. એક માટીના કણનો સમુહ તો એક અન્નનો સમુહ. મા-બાપ અને સંતાન સમાન પ્રકારના હોય છે – મનુષ્ય. સમાન પ્રકારના લોકોનું સહ-અસ્તિત્વ શક્ય છે. તેથી મા-બાપ અને સંતાનો સાથે રહી શકે છે. એટલીસ્ટ અમારા બા તો અમારી સાથે રહે છે – પીતાજી તો હવે રહ્યાં નથી તો ક્યાંથી સાથે રહે? ઘઉ અને કાંકરા ભેગા રાખી શકાતા હોય તો ઘઉમાંથી કાંકરા વિણવાની જરુર ન પડતી હોત. ઉંમરના વધવા સાથે કેટલાક વડીલોના મન આળા અને આંટીઘુંટીના જાળા જેવા થઈ જતા હોય તેમ નથી લાગતું?