સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જૂથ

માણસ એક સામાજિક પ્રાણી છે.

અને માટે જ એને જૂથ વગર ચાલ્યું નથી. પ્રાગૈતિહાસિક કાળથી ટોળીઓ, જાતિઓ, સમાજો, પરિવારો, ક્લબો,  દેશો, ધર્મો, સમ્પ્રદાયો  વિ.વિ. જાતજાતનાં અને ભાતભાતભાતનાં જૂથો રચાયાં છે; રચાતાં જ રહે છે . અને રચાતાં જ રહેશે.

રેશનાલિસ્ટો આનો વિરોધ કરે છે; અને….

એમનો પણ અલગ ચોકો. એક નવું જૂથ!

આના મૂળમાં છે –
માનવીની પાયાની ઓળખ –
એનું મન-
એના રાગ અને દ્વેષ.

આપણને ગમતું હોય ; તેવા જૂથમાં ભળીએ. ન ગમતું હોય, તેનો વિરોધ કરીએ.

આપણા વિચારને મળતા આવે, તે આપણા મિત્ર – બીજા સામેની છાવણીમાં.

જૂથની પાછળ પાછળ આવે …. તકરાર, વાદ, વિવાદ, યુદ્ધ, તારાજી, વ્યથાઓ, વિટંબણાઓ.

અને છતાં જૂથ વિના ચાલે જ નૈ

2 responses to “જૂથ

 1. pragnaju ઓગસ્ટ 21, 2011 પર 3:31 પી એમ(pm)

  ‘જૂથ …’
  એક ભજનની પંક્તી યાદ આવે છે
  જૂથ જૂથ મેલાવું કે, સીયા સંગ કીની હો;
  કેસર આડ બનાઇ કે, મૃગમદ દીને હો ..
  ‘એનું મન-
  એના રાગ અને દ્વેષ.’
  આધ્યાત્મિક માર્ગના પથિકે-
  રાગ-દ્વોષ ઓગાળી નાખવાનાં છે. બીજાના દોષોને ભૂલી જવાના છે .મન વિચારોનો સતત પ્રવાહ છે.ઘેરાયેલા પાણીમાં એની શક્તિ નથી દેખાય દેતી પરંતુ તેના પ્રવાહિત થવા પર નદીમાં ગતિ અને શક્તિ આવી જાય છે. આ જ પ્રકારે વિચાર પ્રવાહિત થાય છે તો તેમાં ઘણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને મન મનુષ્યનો સૌથી મોટો શક્તિશાળી વિરોધી બની જાય છે.મનના અરીસાને સ્વચ્છ કરવાનું . ચિત્તશુઘ્ધિ કરી જીવનશુઘ્ધિ સાધીને આત્માની સમીપ જઇને વસવાનુ…જે ઉપનિષદનો અર્થ છે,
  નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી
  અને આંતરશુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.
  મન-ઇન્દ્રિય ઓની બાહ્ય વૃત્તિઓને અટકાવી, અંતર્મુખી બની ધ્યાન ધરે છે અને હૃદયમાં સમાયેલા એ ઇશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇને જ્ઞાન, બળ, આનંદ વગેરે ગુણોને મેળવવાની પ્રાર્થના કરે છે એને ઇશ્વર ચોક્કસપણે અદ્ભુત ગુણોથી પરિપૂર્ણ કરી દે છે

 2. dhavalrajgeera ઓગસ્ટ 21, 2011 પર 6:04 પી એમ(pm)

  Unless you live by your self and connect with Thy…
  Here Pragnaben said,,,
  “નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.”

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: