સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુડોકુ – ભાગ ૪ , એક અવલોકન

સુડોકુ અવલોકનો       – ૧ –  , –  ૨  –  ,  –   ૩ – 

બે વરસથી સુડોકુ રમવાની ટેવ પડી છે. પણ ગઈ કાલે એક નવી જ રીત શોધી કાઢી.

ઓલ્યામાં તો ૮૧ ખાનામાંથી ૨૬ કે ૨૭ તો આપેલા હોય. બાકીના તર્ક લડાવીને ગોતી કાઢવાના. પણ કાલે એક મહાન વિચાર સૂઝ્યો. એકેય ખાનું ખબર ના હોય એવી રમત રમાય?

અને આપણે તો બાપુ! મચી પડ્યા. સાવ ખાલી ખોખું; અને બધી વિગત ભરવાની. સુડોકુના સર્જક બની જવાનું! કેટલું સહેલું? જેમ મન ફાવે તેમ ખાનાં ભરતાં જવાનાં.

પણ શરૂઆત કર્યા બાદ, ખરી મુશ્કેલીઓ બહાર આવી. એક, બે ખોખાં તો ભરાયાં; પણ પછી ગરબડ જ ગરબડ.

ત્રણ ચાર વખત મગજમારી કરી પણ કાંઈ મેળ ન પડે.

પછી એ સત્યનું ભાન થયું કે,
કશુંક વ્યવસ્થિત આયોજન કરવું પડે.

કશોક એલ્ગોરિધમ.

       અને પછી સાચી શરૂઆત થઈ. એક્નો આંકડો લીધો અને સુડોકુની શરતો સંતોષાય, એમ એક પછી એક ખાનાં મૂકતો ગયો. થોડીક જ વારમાં નવે નવ એકડા બરાબર ગોઠવાઈ ગયા. પછી એમની નીચે બેના આંકડાને મૂકવાનું બહુ સહેલું હતું. એ જ પેટર્ન અને નવે નવ આંકડા બરાબર ગોઠવાઈ ગયા.

આમ……

સુડોકુ રમવાની નવી રીત

 સુડોકુના બધા નિયમો જળવાયા. માત્ર સાવ ઊંધી રીતે!

પણ ખાલી ખાનાં ભરવાની આ તો એક જ રીત થઈ. કેટલી બધી બીજી શક્યતાઓ અસ્તિત્વ ધરાવે છે; એનો તરત ખ્યાલ આવી ગયો. રમવાની નવી રીતને મોકળું મેદાન હાજર છે. સુડોકુની રમત ચીલાચાલુ રીતે રમવી ગમે તેટલી અઘરી હોય; તો પણ સહેલી છે. એક જ ઉકેલ શક્ય હોય છે. બહુ બહુ તો બે કે ત્રણ. પણ આ રમતમાં તો અગણિત શક્યતાઓ ભરેલી પડી છે.

હવે અવલોકનનો સમય.

સૃષ્ટિની ઉત્પત્તિના સમયે, આવી જ ગડમથલ થઈ હશે. અને કેટકેટલી ગડમથલ બાદ, પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન ગોઠવાયા હશે – ભાતભાતની અને જાતજાતની રીતે. અને પછી બધીય જળોજથા શરૂ. અમૂક ખાનાં ખાલી રહી ગયાં હશે. અને રમતનાં યુદ્ધો, વ્યથાઓ, મૂંઝવણો, વિજયો, પીછેહઠો … બધી આપદાઓ શરૂ થઈ ગઈ હશે. અને અબજો પેટર્નો જ પેટર્નો.

અપરંપાર વસ્તુઓ,
જીવો,
જીવનો,
જીવન કથાઓ

Advertisements

5 responses to “સુડોકુ – ભાગ ૪ , એક અવલોકન

 1. kanakraval ઓગસ્ટ 28, 2011 પર 5:22 પી એમ(pm)

  સુરેશભાઈ:
  બ્રમ્હાંડ ની ગડમથલનો નમુનો જોવા મળશે ,
  ક્લીક કરો:

  http://www.youtube.com/watch?v=G_GBwuYuOOs કાંઈક આવુંજને?

 2. readsetu ઓગસ્ટ 29, 2011 પર 1:37 એ એમ (am)

  સુરેશદાદા, સુડોકુનું માત્ર નામ જાણું અને રમતથી સાવ અજાણ… પણ તમારી વાતનું હાર્દ બરાબર સમજું છું…
  લતા

 3. Pingback: સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન « ગદ્યસુર

 4. Pingback: ભુલભુલામણી – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: