સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જન લોકપાલ બીલ – અરવિંદ કેજરીવાલ, – ગુણવંત છો. શાહ

 સાભારશ્રી. ભીખુભાઈ જે. મિસ્ત્રી, હ્યુસ્ટન
———————-
જન લોકપાલબીલ જેની કાખનું બાળક છે એ  અરવિંદ  કેજરીવાલ કોણ છે?

અણ્ણા હજારે સાથે – અરવિંદ કેજરીવાલ

લોકપાલ બીલના નામે આખા દેશમાં પ્રચંડ મોજું ફેલાવનાર અણ્ણા હઝારેની પાછળ જે વ્યક્તિ છે અને લોકપાલ બીલ જેની કાખનું બાળક છે એ પડદા પાછળની અતિ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે. અરવિંદ  કેજરીવાલ જેઓ હરિયાણાના હિસારના છે. એમના પિતા એન્જીનીયર હતા. ખડગપુરની આઈઆઈટી કોલેજમાંથી તેઓ કેમીકલ એન્જીનીયર થયા અને તાતા સ્ટીલમાં એક્ઝીક્યુટીવ ઓફિસર બન્યા.
એ સાથે એમણે ૨૪ વર્ષની ઉંમરમાં જ આઈએએસની પરીક્ષા પાસ કરી અને ઇન્કમટેક્ષ કમિશનરની નોકરી કરી. એમને ઈન્કમટેક્ષ ઓફિસરની નોકરી કરતા જોયું કે સામાન્ય કરદાતાએ પોતાનો કર ભરવો હોય તો પણ ઈન્કમટેક્ષ ઓફિસના દરેક નોકરિયાતના ટેબલના ખાના કાળા નાણાના રૂપિયાની થપ્પીઓથી ભરેલા હોય છે. ત્યારે એણે ‘પરિવર્તન’ નામની એક એનજીઓ શરૂ કરી. એનો ઉદ્દેશ્ય હતો સામાન્ય માણસને માર્ગદર્શન આપવું.
અત્યારે ૪૨ વર્ષના થયેલા એ અરવંિદે એ પછી રાજસ્થાન કેડરના આઈએએસ ઓફિસર અરૂણા રોયની સાથે મળીને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (માહિતી મેળવવાનો અધિકાર)ની ઝુંબેશ શરૂ કરી.
એમને એમની એ ઝુંબેશમાં અંતે સફળતા મળી (ત્યારે ‘નેટવર્ક’માં આરટીઆઈ વિષે પાંચ લેખ આપેલા) અને મનમોહન સરકારી ૨૦૦૧માં સંસદમાં માહિતી મેળવવાના અધિકારનો કાયદો પસાર કર્યો.
પરંતુ ત્રણ વર્ષ પછી ખ્યાલ આવ્યો કે કાયદો તો કેન્દ્ર સરકારે કર્યો છે પણ રાજ્ય સરકારો કે કેન્દ્રના જૂદા જૂદા ખાતાઓ એનો અમલ નથી કરતા. (જેમ ગુજરાત સરકાર ગૌહત્યાઓ, ગુટકાનો, લોકાયુક્તનો વગેરે કાયદાનો અમલ નથી કરતી.( ગુજરાત સરકાર તો માહિતી મેળવવાના કાયદામાં પણ ટાંગ અડાવીને જરૂરી માહિતી આપવામાંથી જનતાને વંચિત રાખે છે) એટલે તેઓ ઉપવાસ ઉપર બેઠા એટલે મનમોહન સરકાર જાગી (જેમ અણ્ણાના ઉપવાસ વખતે અઠવાડિયા પછી જાગી) અને કાયદાનો અમલ કરાવવાના પગલાં લીધા. (મનમોહનસંિહ ‘માસ્તર મારે ય નહીં અને ભણાવેય નહીં’ તેનો આ દાખલો!)
કેજરીવાલને ધમકીઓ તો મળ્યા કરતી હતી અને એમની નોકરી પણ ચાલુ હતી.
એમની પત્ની સુનીતા ઈન્કમટેક્સ ખાતામાં જ ઓફિસર છે એટલે એની આવકમાંથી કુટુંબનું અને સંભાળ રાખી શકાય એવી યોજના કરીને એમણે ૨૦૦૬માં પોતાનો બધો સમય સમાજ સેવામાં આપવાનું એમણે ગોઠવ્યું.
એ જ વર્ષે એમને રેમન મેંગેસેસ એવોર્ડ પણ મળ્યો. એ એવોર્ડની રકમમાંથી એમણે ‘લોકકારણ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી.
લોકપાલ બીલ અથવા જનલોકપાલ બીલ આ અરવિંદ  કેજરીવાલનો વિચાર છે અથવા કાખનું બાળક છે. ૨૦૧૦માં જ્યારે કોમન વેલ્થ ગેમ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું એથી તેઓ ચોંકી ગયા. એ વખતે એમના મગજમાં અણ્ણા હઝારે નહોતા પણ બાબા રામદેવ હતા એટલે એ પહેલાં એમને મળ્યા અને પછી શ્રી શ્રી રવિશંકરને મળ્યા.
એમનું માર્ગદર્શન લઈને એ સુપ્રિમ કોર્ટમાં વકીલ ભૂષણ પિતાપુત્રને અને માજી ન્યાયમૂર્તિ તથા કર્ણાટકના લોકાયુક્ત હેગડેને મળ્યા. એમની પાસે લોકપાલ બીલનો ડ્રાફ્‌ટ કરાવરાવ્યો અને એને વેબસાઈટ ઉપર મૂકીને સરકારને અપીલ કરી કે ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા લોકપાલ બીલ તૈયાર કરે.
એમાં બધા જ પ્રધાનો, બધા જ મુખ્યપ્રધાનો અને વડાપ્રધાનને પણ આવરી લેવાનું જણાવ્યું.
એ જનલોકપાલ બીલ તૈયાર કરતાં પહેલાં એમણે સંિગાપુર, અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં આવા જે કાયદા છે એનો અભ્યાસ કર્યો.
કેજરીવાલ જાણે છે કે સરકાર નોકરશાહી, અમલદાર શાહી અને પ્રધાનશાહી ભેગા મળીને જનતાને અને દેશને ચુસી રહ્યા છે.
એ ત્રિપુટીના સાણસામાં આ દેશની બધી જ સરકારો છે એટલે જનલોકપાલ બીલ લાવવું હોય તો ઘણો સંઘર્ષ કરવો પડશે અને સરકાર ઉપર દબાણ લાવવું પડશે.
દરમ્યાનમાં એમણે મહારાષ્ટ્રના લોકસેવક અણ્ણા હઝારે યાદ આવ્યા. એટલે એ સીધા મુંબઈ આવ્યા અને ફેબુ્રઆરીની ૨૨ તારીખે મુંબઈથી રાણેગાંવ સિઘ્ધિ ગયા અને અણ્ણાને જનલોકપાલ બીલ સમજાવ્યું. એ બીલ લાગુ થાય એ માટે દિલ્લી આવીને સરકાર ઉપર દબાણ થાય એમ કરવા અણ્ણાને સમજાવ્યા.
અણ્ણાએ લગભગ અડધી કલાક સુધી વિચાર કરીને કેજરીવાલને હા કહી.
દેશવ્યાપી આંદોલનનો આ છે પાયો.
– ગુણવંત છો. શાહ

8 responses to “જન લોકપાલ બીલ – અરવિંદ કેજરીવાલ, – ગુણવંત છો. શાહ

 1. અક્ષયપાત્ર/Axaypatra સપ્ટેમ્બર 1, 2011 પર 10:13 એ એમ (am)

  સાચા દેશસેવકની હ્રદયપૂર્વક વાત !

 2. pragnaju સપ્ટેમ્બર 1, 2011 પર 5:13 પી એમ(pm)

  ઘડાયેલ કલમનો સુંદર લેખ
  મારા માનવા પ્રમાણે જનલોકપાલ ને અમેરિકામા ઑમબડસમેન (ombudsman)
  An ombudsman (conventional English plural: ombudsmen) is a person who acts as a trusted intermediary between an organization and some internal or external constituency while representing not only but mostly the broad scope of constituent interests. An indigenous Danish, Norwegian, and Swedish term, Ombudsman is etymologically rooted in the Old Norse word umboðsmaðr, essentially meaning “representative”. An ombudsman is an official, usually appointed by the government or by parliament, who is charged with representing the interests of the public by investigating and addressing complaints reported by individual citizens.
  Usually appointed by the organization, but sometimes elected by the constituency, the ombudsman may, for example, investigate constituent complaints relating to the organization and attempt to resolve them, usually through recommendations (binding or not) or mediation. Ombudsmen sometimes identify organizational roadblocks running counter to constituent interests.
  In some jurisdictions an ombudsman charged with the handling of concerns about national government is more formally referred to as the “Parliamentary Commissioner” (e.g., the United Kingdom Parliamentary Commissioner for Administration, and the Western Australian state Ombudsman). In many countries where the ombudsman’s remit extends beyond dealing with alleged maladministration to promoting and protecting human rights, the ombudsman is recognized as the national human rights institution. The word ombudsman and its specific meaning have been adopted in various languages, including Spanish, Dutch and Czech. The post of ombudsman has been instituted by other governments and organizations such as the European Union.
  An ombudsman may not be appointed by a legislature, but may instead be appointed by, or even work for, a corporation such as a utility supplier or a newspaper, for an NGO, for a professional regulatory body, or for local or municipal government.
  In some countries an Inspector General may have duties similar to or overlapping with an ombudsman appointed by the legislature.
  Making a complaint to an ombudsman is usually free of charge.
  આ અંગે અમેરિકા અને સિંગાપૂરમા સફળતાપૂર્વક થયેલ કામગીરીના અબ્યાસપૂર્ણ
  લેખ લખવા વિનંતિ

 3. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 2, 2011 પર 12:09 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  શ્રી અરવિંદ કેજરીવાલ જેવા સનિષ્ઠ અમલદારને થયેલા અનુભવને

  તેમણે લોકસેવાના ક્ષેત્રમાં લોકલાગણીમાટે પરિવર્તિત કરી એક જન

  સત્યાગ્રહને સ્વરૂપ આપ્યું તેવું કાર્ય બહુ ઓછા લોકો કરી શકે.

 4. rajeshpadaya સપ્ટેમ્બર 2, 2011 પર 7:34 એ એમ (am)

  હેટ્સ ઓફ્ફ ટુ અરવિંદ કેજરીવાલ અને અણ્ણા સાહેબને…….,

 5. સુરેશ સપ્ટેમ્બર 2, 2011 પર 7:47 એ એમ (am)

  This is Govt. of India…
  ( from TOI,
  Himanshi Dhawan, TNN | Sep 2, 2011, 01.18AM IST )
  ————————————————

  NEW DELHI: Anna Hazare’s chief aide Arvind Kejriwal was slapped a notice by the Income Tax department asking him to pay dues of more than Rs 9 lakh a week before the Gandian was to launch his fast and at a time when Team Anna was engaged in a high voltage clash with the government.

  The I-T department — that has still not accepted Kejriwal’s resignation from the Indian Revenue Service tendered in February 2006 and continues to recognize him as a government servant — has held that he violated bond conditions. His resignation, according to the government, can only be accepted once the dues are cleared.

  Kejriwal has denied this contention saying he had not violated any conditions and questioned the timing of the notice which he said was being hastily pursued after a lull of over two years.

  In a reply submitted on Thursday to the department, the anti-corruption campaigner said he had not violated any bond conditions. He said the bond he signed only said that he should not resign or retire during the period of study leave, stressing that he had not violated either of the conditions.

 6. chandravadan સપ્ટેમ્બર 2, 2011 પર 2:28 પી એમ(pm)

  કેજરીવાલ જાણે છે કે સરકાર નોકરશાહી, અમલદાર શાહી અને પ્રધાનશાહી ભેગા મળીને જનતાને અને દેશને ચુસી રહ્યા છે.
  એ ત્રિપુટીના સાણસામાં આ દેશની બધી જ સરકારો છે એટલે જનલોકપાલ બીલ લાવવું હોય તો ઘણો સંઘર્ષ કરવો પડશે અને સરકાર ઉપર દબાણ લાવવું પડશે.
  દરમ્યાનમાં એમણે મહારાષ્ટ્રના લોકસેવક અણ્ણા હઝારે યાદ આવ્યા. એટલે એ સીધા મુંબઈ આવ્યા અને ફેબુ્રઆરીની ૨૨ તારીખે મુંબઈથી રાણેગાંવ સિઘ્ધિ ગયા અને અણ્ણાને જનલોકપાલ બીલ સમજાવ્યું. એ બીલ લાગુ થાય એ માટે દિલ્લી આવીને સરકાર ઉપર દબાણ થાય એમ કરવા અણ્ણાને સમજાવ્યા.
  અણ્ણાએ લગભગ અડધી કલાક સુધી વિચાર કરીને કેજરીવાલને હા કહી.
  દેશવ્યાપી આંદોલનનો આ છે પાયો.
  Gunvant Shah’s Lekh brought to Sureshbhai By Bhikhubha..and now an Infrmative Post here is really nice.
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai See you on my Blog !

 7. vandana patel સપ્ટેમ્બર 11, 2011 પર 3:52 એ એમ (am)

  સરસ.. જેઓના વિષે મીડિયા દ્વારા માત્ર સ્કેચ ખબર હતી તેઓના સાચા ચરિત્ર ચિત્રમાં રંગ પુરાવા બદલ…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: