સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલીખમ

     બાથરૂમની ડોલ લખ્યા બાદ, અમારા પાવર હાઉસની બે યાદ તાજી થઈ ગઈ.

     પાવર હાઉસમાં વપરાતા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટમાં પ્રોસેસની એક પ્રક્રિયા માટે, મીઠાનું પાણી વપરાતું હોય છે. આ પાણીના જથ્થાને સંઘરવા માટેની કોન્ક્રીટની ટાંકીની બહારની સપાટી પર  મીઠાના થરના થર જામી જતા જોયેલા છે. ઘણી જગ્યાઓએ તો ગુફાઓમાંના સ્ટેલેક્ટાઈટની યાદ અપાવે તેવા  લટકતા ઝુમ્મર જેવા એ લાગે. ટાંકીના કોન્ક્રીટમાં અમદાવાદના હવામાનના કારણે પડેલી તિરાડોમાંથી ઝમી ઝમીને બહાર આવતા પાણીના કારણે, આમ બનતું હતું.

મજબૂત, અડીખમ કોન્ક્રીટમાં પણ તિરાડો.

      એને યાદ કરતાં બોઈલરની હાઈ પ્રેશર ટ્યુબોને વેલ્ડિંગ કર્યા પછી, અચૂક કરાતું એક્સ-રે પરિક્ષણ યાદ આવી ગયું. અત્યંત ભારે દબાણ અને ઉષ્ણતામાને કામ કરતાં આ બોઈલરની ટ્યુબોમાં સહેજ પણ કચાશ રહી જાય તે ન ચાલે. આથી વેલ્ડિંગ કર્યા બાદ, રેડિયો એક્ટિવ આઈસોટોપમાંથી નીકળતા, હાઈ પાવર એક્સ –રે વડે, વેલ્ડિંગ જોઈન્ટનો ફોટો પાડવામાં આવતો હતો. પોલાદની એ જાડી ટ્યુબોને પણ વીંધી શકવાની એ કિરણોમાં ગુંજાશ હોય છે.

પોલાદની એ અભેદ્ય ટ્યુબોમાં પણ તિરાડો!

      પોલાદના એ અણુની રચના જરા વધારે ઊંડાણમાં જોઈએ તો? એના પરમાણુની અંદર ઝાંખી કરીએ તો? મોટા ભાગની જગ્યા – સાવ ખાલીખમ્મ! એના પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની વચ્ચેની બધી જગ્યામાં કેવળ શૂન્યાવકાશ જ.

       આખું વિશ્વ જુઓ તો? ગણ્યા ગણાય નહીં એટલા મહાકાય તારાઓ, નિહારીકાઓ ભલેને હોય ; એમની વચ્ચેનાં અંતરોમાં કેવળ શૂન્યાવકાશ જ ને?

       સમસ્ત વિશ્વમાં પદાર્થ જે જગ્યા રોકે છે; એનાથી અબજો કે ખર્વો ગણી જગ્યામાં …..

સાવ ખાલીખમ.

       અને છતાં, એ બાકીના નજીવા પદાર્થની કેટલી બોલબોલા?

     એમાંયે સાવ તુ્ચ્છ માત્રામાં જીવંત તત્વોનું હોવાપણું. અને એમાંયે સાવ નાનકડી માનવજાત.  અને એમાં સાવ છેવાડેનો એક જણ ..  આ લખનારો.

      અને શો એનો અહં? આખી દુનિયા એની આસપાસ ફરે છે, તેવું ગુમાન રાખી કોલર ઊંચા રાખી ફરનાર અભિમાનનું પૂતળું!

સાવ ખાલીખમ્મ.

ઓલ્યા વિશ્વને આવરી લેતા
ખાલીખમ કરતાંય
એનું ખાલીપણું
કેવું ભારેખમ્મ !

3 responses to “ખાલીખમ

 1. pragnaju સપ્ટેમ્બર 1, 2011 પર 5:53 પી એમ(pm)

  ‘એને યાદ કરતાં બોઈલરની હાઈ પ્રેશર ટ્યુબોને વેલ્ડિંગ કર્યા પછી,’
  કાલજારણમ આદ્યાત્મિક માર્ગનું અગત્યનું સોપાન છે.છતા તમારૂ હાઈ પ્રેશર ન થતુ હોય તો મઝાની વાત

  શ્રી સંજય શાહ ની કવિતા યાદ આવી

  ખાલીપાથી ભર્યું ભર્યું આ જીવન ખાલીખમ,

  એકલતાના ઢોલનગારાં સંભળાવે પડઘમ…

  ખંડેર સમા છે દિવસો મારા જડે ન કોઈ સાથ,

  ભીંત ભૂલીને હવે ભીંતને કરતો બાથંબાથ,

  ઠાલું ઠાલું હસીહસીને જંપ વળી જ્યાં ગોતું,

  મનની અંદર એક ખૂણામાં ચૂપકેથી કોઈ રોતું!

  એની વાતો એની યાદો પાયલની છમછમ,

  અતીત હવે તું બંધ કરી દે યાદોની ધમધમ…

  જીવન ખાલીખમ…

  હવે તો રસ્તો રોતો રોતાં છે બેઉ આભ-ધરા,

  મારી આંખ વહાવ્યા કરતી આંસુના અંગારા,

  ગરમ હવામાં આવી ઊડતી માટી બાઝી જાય,

  મારા દિલના અગનતાપમાં જાતે દાઝી જાય!

  જીવન જાણે બારે મહિના રોવાની મોસમ,

  રોજ ખુશીના નામનું અહીંયા કરતો હું માતમ…

  જીવન ખાલીખમ…

 2. અક્ષયપાત્ર/Axaypatra સપ્ટેમ્બર 1, 2011 પર 7:09 પી એમ(pm)

  અહં દેખાય એટલે નાસે અને વળી પાછો છાનોમાનો ચૂપચાપ ક્યારે મનમાં ઘૂસી જાય છે તે ખબર રહેતી નથી. તેની પર પહેરો બહુ અઘરો છે નહી?

 3. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 2, 2011 પર 12:00 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  સુંદર અવલોકન અને તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ સંજવ્ત.

  ખરેખર કહેવત છે ને જય કોઈના પહોચે ત્યાં અનુભવી પહોચે.

  આપની વૈચારિક મનન અને કવન સુંદર અને સચોટ જ્ઞાન

  પૂરું પાડે છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: