સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાથનાં ચંપલ – એક અવલોકન

   કશીક ભૂલ થતી લાગે છે ને? હાથનાં મોજાં કે ચંપલ?

   ના! કશી ભૂલ થતી નથી. ગઈકાલે ઘણા વખત બાદ સ્વિમીંગ પૂલમાં ગયો હતો; ત્યારે એક મહિલા બન્ને હાથમાં ખાસ જાતનાં ચંપલ પહેરીને તરી રહી હતી!

Hand Paddles

   બતકનું અનુકરણ કરીને જ તો. તરતી વખતે, હાથ ચલાવતાં વધારે બળ મળે.

   કુદરતનાં કેટકેટલી જાતનાં અનુકરણ માણસે કર્યાં છે? વિમાન બનાવી પક્ષીની જેમ ઊડવાનું; વાહનો બનાવી ચિત્તાની જેમ ઝડપથી દોડવાનું; દૂરબીનો બનાવી ગરૂડની આંખથીય વધારે દૂર સુધી અને સચોટ જોઈ શકવાનું; સૂક્ષ્મદર્શક બનાવી મધમાખી કરતાંય વધારે બારીકીથી નિરીક્ષણ કરવાનું. યાદી બનાવતાં થાકીએ, એટલાં સાધનો.

   એક જગ્યાએ વાંચ્યું હતું કે, માણસની સાધનો બનાવવાની  તાકાતના આધારે માનવજાતનો ઈતિહાસ લખી શકાય.

આ બધાંની પાછળ માણસની એક જ ક્ષમતા. 
માણસનું મન.

   અને આકાશની પેલી પાર અને પાતાળથીય વધારે ઊંડે એના પ્રતાપે માણસ પહોંચી શક્યો છે.

   અરે! એ અવળચંડા મનનાં ઊંડાણ પણ કો’ક વીરલાઓ ભેદી શક્યા છે. અસાર સંસારથી વિમુક્તિ મેળવવાના જાતજાતના અને ભાતભાતના રસ્તા પણ તેણે શોધી કાઢ્યા છે જ ને?

અને એને હેવાન થતાંય બહુ સરસ આવડે છે!

Advertisements

3 responses to “હાથનાં ચંપલ – એક અવલોકન

 1. pragnaju સપ્ટેમ્બર 2, 2011 પર 2:46 પી એમ(pm)

  “અરે! એ અવળચંડા મનનાં ઊંડાણ પણ કો’ક વીરલાઓ ભેદી શક્યા છે. અસાર સંસારથી વિમુક્તિ મેળવવાના જાતજાતના અને ભાતભાતના રસ્તા પણ તેણે શોધી કાઢ્યા છે જ ને?”
  જ્યારે મનઃવિજ્ઞાન ખુલ્લું થાય છે.ત્યારે તેના આદિથી અંત સુધીનો મન સ્વરૂપને જ કેન્દ્રસ્થાને સ્થાપન રાખી તે દિશાનો ઉઘાડ મળે છે. તેનું વ્યવહારમાં ક્રિયાકારીપણું અને તેના સ્વભાવિક અને અસ્વાભાવિક પરિણામોવાળી સ્થિતિ, તેના આત્મા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સૂક્ષ્મતમ સુધીના સાંધાઓ અને એથી આગળનો ફોડ દ્ષ્ટિમાં પણ આવી જાય તો મુમુક્ષુ મુક્તદશાની અધ્યાત્મની શ્રેણીના કંઈ કેટલાય પગથિયાં ઊંચે ચઢી જાય

 2. અક્ષયપાત્ર/Axaypatra સપ્ટેમ્બર 2, 2011 પર 8:40 પી એમ(pm)

  દાનવની દ્રષ્ટિએ જોઈએ તો દેવ પણ દાનવ જ છે(અલબત પોતાના જેવા જ છે. દેવોની શ્રેષ્ઠતા તેઓ સ્વીકારતા નથી.) અને દેવોની દ્રષ્ટિએ તો દાનવો સમકક્ષ નથી પણ ઉતરતી કક્ષાએ છે. જે અન્યને પોતાના સમાન ન ગણે અને ઉતરતા માને તે દેવ કેમ કહેવાય? દેવ અને દાનવમાં બહુ ફર્ક હોય તેમ જણાતુ નથી.
  બંને મનુષ્ય પર તો સરખો કબજો જમાવીને બેઠા છે. મનુષ્યને મનુષ્ય રહેવા દે તો ય અધ્યાત્મની સીડી ચઢવી કદાચ બહુ અઘરી ન પણ હોય.

 3. સુરેશ સપ્ટેમ્બર 3, 2011 પર 6:01 પી એમ(pm)

  A message of my internal yearning to a few friends…
  Pragnaben,
  Don’t you think that all of ADHYATMA is a gross escapism from deep abyss of stark realities? – looking to the woes of the large multitude of human race BPL,
  Though I have written a lot , based on my inward journey, I am always perplexed by these thoughts.
  ————————
  And excellent reply by Shri. Sharad Shah…..
  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  અધ્યાત્મ કોઈ ભાગેડુવૃત્તિમાંથી ઉત્પન્ન થયેલ નથી જ. પરંતુ ભારતમાં મોટાભાગે તેવો અર્થ ઘટાવવામા આવ્યો છે તે નિશંક છે અને તેના કારણોમા આપણા સંતોનો પણ ફાળો છે.સંસાર માયા છે કે અસાર છે કે સ્વપ્ન છે મિથ્યા છે કે દુઃખ છે તેવા કથનો એ અને તેના મન પસંદ અર્થ કરનારાઓએ અર્થ નો અનર્થ કરી નાંખ્યો છે અને પરિણામે મહાવીર કે બુધ્ધથી માંડીને કેટકેટલા સંતોએ ઘરબાર છોડી કે સંસાર છોડી જંગલો કે હિમાલયમા ભાગી જવાનુ પંસદ કર્યું અને તેના માઠા પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ.
  કથા કહે છે બુધ્ધને જ્યારે જ્ઞાન થયું ત્યારે પ્રથમ પત્ની અને બાળકો યાદ આવ્યા હતા અને તેમને મળવા ગયા ત્યારે તેમની પત્ની(યશોધરા)એ જોયું કે જે માણસ મને તરછોડીને ગયો હતો તે આ નથી. બુધ્ધનુ રુપાંતરણ તેમના અંગે અંગમાંથી ઝરતું હતું,પરમ આંનંદની આભા મુખ પર ઝલકતી હતી. એ જોઈ ય્શોધરાનૉ ક્રોધતો શમી ગયો પણ તેમ છતાં તે પુછી બેઠી કે” મને એક વાત કહો કે જે તમે જંગલોમાં ભટકીને મેળવ્યું તે અહીં ન મળી શકત?” બુધ્ધ નિરુત્તર રહ્યા, પણ તેમનું મૌન અને મુખમુદ્રા ઘણું બધુ કહી ગઈ.” બુધ્ધે પ્રગટરુપે કહ્યું, ” બસ, તને અને રાહુલને(દિકરા) લેવા જ આવ્યો છું.” અને બુધ્ધે પ્રથમ સંન્યાસ તેમની પત્ની અને પુત્રને આપ્યો.
  ઓશોનું મૂળ સૂત્ર છે,”ભાગો મત જાગો”. તેઓ કહેતા, “મૈ તુમ્હે શિખાને નહી જગાને આયા હું”
  અને સંસાર ક્યાંય બહાર થોડો જ છેકે તેનાથી ભાગી શકીએ. બહાર જે છે એ તો નદીઓ છે, વૃર્ક્ષો છે, પર્વતમાળાઓ છે, લહેરાતા ખેતરો છે, સુરજ, ચાંદ કે તારાઓ છે, અને શહેરમાં રહેતાં હોયતો ઈંટ સિમેન્ટના મકાનો કે ડામરના રસ્તાઓ છે, મોટરકારો કે ફેક્ટરીઓ છે. એ આપણને ક્યારેય દુઃખી નથી કરતા. ઉપરથી આપણને આંનંદ અને સગવડો આપે છે.અસલી સંસાર જે ખરેખર પીડાઓ આપે છે તે તો આપણી અંદર છે. એ છે રાગ, દ્વેષ, અભિનિવેષ,સ્મૃતિઓ, કલ્પનાઓ, અપેક્ષાઓ, કામનાઓ,લોભ, ઘૃણા, અહંતા, મમતા અને ઘણૂં બધું જે છોડવાનું છે તે એ છોડવાનું છે. અધ્યાત્મમાં ઉતરવા સંતોએ જે સંસાર છોડવાની વાત કરી છે તે ભિતરના બખડજંતરરુપ સંસારની છે નહી કે ઘરબાર છોડી જંગલમા જઈ તપ કરવા બેસવાની કે દીક્ષા લઈ લોકોના ઘરે જઈ ભિખ માંગવાની ને સમાજ પર બોઝરુપ થઈ જીવવાની. પણ દુર્ભાગ્ય છે આ દેશનુ સંસારની વ્યાખ્યા મનફાવે તેમ કરી અધ્યાત્મને રવાડે ચઢાવી દીધું અને ધંધો બનાવી દીધો છે.
  “ઍને હેવાન થતાં પણ આવડે છે”
  ઓશો કહેતા,” વિકાસની યાત્રામા જડથી માનવસુધીની યાત્રા એ ઈવોલ્યુએશન પ્રોસેસ છે પણ માનવ જન્મ પછીની યાત્રા રિવોલ્યુશન પ્રોસેસ છે.ઇવોલ્યુશન પ્રોસેસ સંપુર્ણપણે કુદરતના હાથમાં છે જેથી વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી પુર્ણરુપે કુદરત આધિન છે પરંતુ મનુષ્ય માટે તેવું નથી. મનુષ્ય અવતાર સાથે તમને સ્વતંત્રતા મલી છે. હવે તમે નક્કી કરી શકો છો, હવે તમારી પાસે નિર્ણયની સત્તા છે. તમારે માનવમાંથી દાનવ થવું છે કે દેવ તે તમે નક્કી કરી શકો છો. દાનવ એટલે કોઈ પરીકલ્પનાનો મોટાં દાંતવાળો માથે શિંગડાવાળો માનવ નથી હોતો પણ તમારા કર્મો તમને અધોગતિ તરફ યાત્રા કરે તેવા હોય અર્થાત પાશવિક હોય તો તે દાનવ છે અને તમારા કર્મો ઉધ્વગતિ તરફના એટલે કે યજ્ઞકર્મ કે દૈવી હોય તો તમે દેવ છો. માણસની અંદર દાનવ અને દેવ બન્ને જીવીત છે. તમે જે ને હવા આપશો, પોષશો, પાળશો તેવા બનશો. બસ આટલી સીધી સાદી જ વાત છે.આપણે જ નક્કી કરવાનું છે કે યાત્રા અધોગતિ તરફ કરવી છે કે ઉધ્વગતિ તરફ. એક કવિતા વાંચેલી યાદ આવી જેની પહેલી પંક્તિ હતિ,” હે મનકે અંગાર તુમ અગર લૌ ન બનોગે તો ખાખ બનોગે” દીવાની લૌ બની પ્રકાશ પાથવો છે કે ખાખ બની જમીનપર પડ્યા રહેવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.
  —————————–
  Simply marvelous,
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: