રોજ સવારે ચા બનાવતી વખતે, આદુ છીણવા એને વાપરું છું.

અમારા રસોડામાં આદુ છીણવાની છીણી
હવે સાણસી વડે, આદુ કચરતો નથી! એ અવલોકન પણ આ રહ્યું!
પણ એ છીણી સાફ કરતી વખતે હમ્મેશનો અનુભવ. એની પાછલી બાજુ સાફ કરવી સહેલી હોય છે. બરાબર ઘસીને સાફ કરાય. પણ આગળની બાજુ તો પાણીની ધાર નીચે ધરીને જ સંતોષ માનવો પડે.
————————-
સત્યની પરીક્ષા કરવી, એ છીણીને સાફ કરવા જેવી વાત હોય છે. છીણીના નકામા ભાગ જેવા અસત્યને આચરવું વધારે સહેલું હોય છે. માટે જ લોકો સામાન્ય વ્યવહારમાં ‘પ્રેક્ટિકલ’ થતા હોય છે. એમાં નૈતિકતા કોરાણે મૂકી દેવી જ સારી! ત્યાં સૂફિયાણી ફિલસૂફી ન ચાલે.
સોફ્ટ ઓપ્શન- છીણીની પાછલી ધાર જેવો!
સત્ય વિશે બહુ સરસ ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો.
Like this:
Like Loading...
Related
“સત્યની પરીક્ષા કરવી, એ છીણીને સાફ કરવા જેવી વાત હોય છે. છીણીના નકામા ભાગ જેવા અસત્યને આચરવું વધારે સહેલું હોય છે.”
ખરેખર છોલી નાંખે તેવું સત્ય !
‘સત્યની પરીક્ષા કરવી, એ છીણીને સાફ કરવા જેવી વાત હોય છે. ”
ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્નિ બોધત.
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા
દુર્ગં પથસ્તત્કવયો વદન્તિ..
“છીણીના નકામા ભાગ જેવા અસત્યને આચરવું વધારે સહેલું હોય છે. માટે જ લોકો સામાન્ય વ્યવહારમાં ‘પ્રેક્ટિકલ’ થતા હોય છે;..
બે રસ્તાઓ એક નિર્જિવ વનમાં ફંટાય છે, અને હું
હું એવા રસ્તે ચાલી નીકળુ છું જ્યાં ખૂબ ઓછા લોકો ગયા છે
પરંતુ એજ એજ સાચો ફરક છે.
રોબર્ટ ફ્રોસ્ટ
સત્યની પરિક્ષા નહી દર્શન હોવા ઘટે! પરિક્ષા કરવા જતા છોલાઈ જવાની શક્યતા નકારી ન શકાય.
સુંદર સંદર્ભ અને પ્રતિતી.
રમેશ પટેલ(આકાશદીપ)