સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાબુ પર સાબુ, ભાગ-૩; એક અવલોકન

ફરી એક વાર સાબુ!

સાબુ પર સાબુ,  ભાગ-૧ અને ભાગ-૨ માં અલગ અલગ અવલોકનો હતાં.

આજે બાથરૂમમાં એવા જ સાબુને જોતાં સાવ નવા જ વિચારો ઊભરી આવ્યા.

સાબુની ત્રણ પેઢી!

     નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.

     જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે; તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય.

એમ પણ બને.

————————————–

   આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. જન્મતાંની સાથે કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ ડી.એન.એ. આપણને આપી દે છે. અને જેમ જેમ મોટા થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઉમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે, આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ  આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા  સંસ્કારો થકી હોય છે.

     એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

    નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો!

પણ આ અમદાવાદી જણની
ચિત્તવૃત્તિ
એમ શી રીતે
આમૂલ પરિવર્તન પામે? 

5 responses to “સાબુ પર સાબુ, ભાગ-૩; એક અવલોકન

 1. pragnaju સપ્ટેમ્બર 9, 2011 પર 9:33 એ એમ (am)

  “એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે.”
  ,,,સાબુની ગોટી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી સરસ છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય. ચિત્ત જે જે કંઈ જુએ છે તેમાં જો ચોંટી ગયું તો તેના પરમાણુઓ ખેંચે છે અને તે પરમાણુઓ ભેગા થઈ તેની ગ્રંથિઓ થાય છે જે મન સ્વરૂપ છે અને વખત આવ્યે …ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે …પ ત ન
  સપ્તધાતુની સમતુલા અને શરીરના સ્વસ્થ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે.મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ………….

 2. kanakraval સપ્ટેમ્બર 9, 2011 પર 11:19 એ એમ (am)

  સુરેશ્ભાઈ,

  પ્રકિર્ણ વાતો

  1. સાબુ એટલે સા.બુ = સામાન્ય બુધ્ધિ

  2. બીજા વિશ્વ યુધ્ધ વખતે પીઅર્સ સોપની જાહેરાતમાં
  આજ સલાહ આપવામાં આવતી.
  “વપરાએલા સાબુની ચપતરી

  નવા સાબુની પડઘીમાં ચોંટાડી કરકસર કરો”

  3.કરકસર કેવી તેની એક વાર્તા મોકલીશ તો તેને તમારા
  બ્લોગમાં સ્થાન આપશો?

 3. Ramesh Patel સપ્ટેમ્બર 16, 2011 પર 10:40 પી એમ(pm)

  પડ ઉકેલાય ,આવરણો તૂટે અને ઉજાશ પથરાય. પડળૉની વાત હ્ર્દય સોંસરવી ઉતરી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Pingback: સાબુ પર સાબુ, ભાગ – ૪ ; એક અવલોકન « ગદ્યસુર

 5. Pingback: સાબુ પર સાબુ , ભાગ – ૫ ; એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: