સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાધનો – એક અવલોકન

રસોડામાં તપેલી છે, વાડકી છે; તવેતો, કડછી, સાંડસી, ચપ્પુ છે.

તપેલીમાં આખા ઘરનાં બધાં ખાઈ રહે તેટલી દાળ બની શકે છે. વાડકી એક જણને ખાવાની દાળ ભરવા વપરાય છે. સાંડસીથી ઉકળતી દાળથી ભરેલી તપેલીને સ્ટવ પરથી નીચે ઊતારી શકાય છે. તવેતાથી ઊકળતી દાળને હલાવી શકાય છે; જેથી તે તપેલીની નીચે ચોંટી ન જાય. કડછીથી તપેલીમાંથી ગરમ દાળ વાડકીમાં રેડી શકાય છે. ચપ્પુથી શાક સમારી શકાય છે. બાજુમાં મિક્સર/ ગ્રાઈન્ડર પડ્યું છે. એનાથી બહુ ઝડપથી રસોડાનાં જાતજાતનાં કામ થઈ શકે છે.

…..

ગરાજમાં ટૂલ બોક્સ છે. એમાં પકડ, સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી, સ્પેનર જેવાં જાતજાતનાં ઓજાર છે – એનાથી  જાતજાતનાં કામ થઈ શકે છે. કરવત અને ફરસી પણ કાપવા, ચીરવા હાજર છે.

અને બે કાર પણ છે. દૂર દૂર, જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય છે.

….

પાછળ બેકયાર્ડમાં ખુરપી, પાવડો, પાણીની ટ્યૂબ, ડાળીઓ કાપવાની કાતર જેવાં ગાર્ડનિંગનાં  હથિયારો છે – એનાથી બગાયતીકામ થઈ શકે છે.

દવાના કબાટમાં જાતજાતની દવાઓ રાખેલી છે – એનાથી વિવિધ પ્રકારનાં દર્દોનો ઉપચાર થઈ શકે છે. બ્લડ પ્રેશર માપવાનું મશીન પણ છે; જેનાથી લોહીનું દબાણ અને નાડીના ધબકારા માપી શકાય છે.

….

અમારી પાસે બંદૂક, લાઠી જેવાં હથિયારો નથી. પણ એ રાખીએ તો આક્રમણ સામે રક્ષણ મળી શકે છે – આક્રમણ પણ કરી શકાય છે.

જાતજાતનાં અને ભાતભાતનાં સાધનો- જેવી જરૂરિયાત, એવું સાધન હાજર.

પ્રાગૈતિહાસિક કાળમાં, પહેલી વખત શિકાર કરવામાં પથ્થર ફેંકવાથી ઝડપથી દોડતા પ્રાણીને મ્હાત કરી શકાય; અથવા ઝાડ પરનાં ફળ ઝાડ પર ચઢ્યા વિના પાડી શકાય – એમ ખબર પડી હશે. અને ત્યારથી જરૂરિયાત મુજબ, અવનવાં સાધનો બનાવવાની દોડ શરૂ થઈ હશે.

એક જગ્યાએ વાંચ્યું હતું કે, માનવજાતના ઈતિહાસનો અભ્યાસ એની સાધન બનાવવામાં થયેલી પ્રગતિથી કરી શકાય.

Man the tool maker.

અને જુઓ તો ખરા. આ ભેજાનો ઉપયોગ..

મનના ભાવોને અભિવ્યક્ત કરવાનાં અવનવા નૂસખા – ભાષા, ચિત્ર, ગીત, સંગીત, નૃત્ય, શિલ્પ  પણ આ કાળા કે ગમે તે રંગના માથાવાળા માણસે ગોતી કાઢ્યા.

જ્ઞાનના સીમાડા વટાવવા જ્ઞાન-વિજ્ઞાનનાં થોથે થોથાં અને અત્યાધુનિક સાધનોથી ભરપૂર પ્રયોગશાળાઓ પણ ખરી જ ને.

અને એ માંકડા જેવા મનને નિયંત્રણમાં લાવવાના અવનવા નૂસખા પણ ……

ભજન, કિર્તન, નામ સ્મરણ, ધ્યાન, વિપશ્યના વિ. વિ.

વાહ! રે  માણસ વાહ!

પણ માણસાઈ કેમ લઘુમતીમાં? 

6 responses to “સાધનો – એક અવલોકન

 1. Pingback: » સાધનો – એક અવલોકન » GujaratiLinks.com

 2. Sharad Shah સપ્ટેમ્બર 23, 2011 પર 3:12 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  આજે આપણે જે સુખ, સગવડો, આરામપ્રદ જીવન અને અનેક આનંદપ્રમોદના સાધનો ભોગવીએ છીએ તેની પાછળ અસંખ્ય માનવીઓએ પરિશ્રમ કરેલ છે અને આજે પણ આપણી સેવામા હજારો લોકો લાગેલા છે. છત્તાં પણ આપણે દુઃખી છીએ અને જીવન ફરિયાદો કરવામાં જ વેડફીએ છીએ.આપણને જે મળેલ છે અને જે મળી રહ્યું છે તે માટેની આપણી કોઈ યોગ્યતા કે લાયકાત નથી. જે સુખ સગવડો મહા પ્રતાપી રાજા મહારાજાઓ ભોગવતા તેના કરતા અનેક ગણી સુવિધાઓ અને સગવડો આપણને આજે સહજ ઉપલબ્ધ છે છત્તાં આપણે ભિખારીના ભિખારી જ છીએ અને આપણી પ્રાર્થનાઓ ભિખ સિવાયની ભાગ્યેજ હોય છે.શું ક્યારે મંદિરમાં જઈ પરમાત્માનો આભાર ન માની શકાય? રોજ સુરજ, ચાંદ, તારાઓ, વૃક્ષો, પર્વતો, શિતળ હવા, રંગબેરંગી ફુલો, કલરવ કરતા પંખીઓ આપણને રીઝવવા અને આનંદ આપવા ખડે પગે ઉભા હોય છે તેમ છતાં ક્યારેય કોઈ વૃક્ષને આપણે ગળે લગાવી પ્રેમ પ્રદર્શિત કર્યો છે ખરો? કે રોશની અને ચાંદની વિખેરતા ચાંદસુરજને ફ્લાયીંગ કીસ કરી છે ખરી? બસ આપણે રોતા રોતા પેદા થયા છીએ, જીંદગીભર રોદણા રડીશું, ભેંકડા તાણીશું અને એકદિ રામ બોલો ભઈ રામ.વાહરે માનવ તારી રામ કહાની? પરમાત્મા ક્યાંક હશે તો આપણને જોઈને માથા પછાડતો હશે એ નક્કી છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

 3. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 24, 2011 પર 9:08 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  માનવ જાતને ઉપયોગી સાધનોની હારમાળા સરસ સર્જી છે.

  દરેક વસ્તુ કૈક કામમાં જરૂર આવે છે. સરસ અવલોકન

 4. nabhakashdeep સપ્ટેમ્બર 24, 2011 પર 11:56 પી એમ(pm)

  આ કળયુગ છે ..દરેક જાતની કળ દ્વારા યંત્ર યુગે જીદંગીને બહેતર
  બનાવવા કોઈ કસર રાખી નથી.માણસનો સ્વભાવ સંતોષી ના હોવાથી
  તડપતો રહેવાનો જ. આ તડપનનું સમાધાન આધ્યાત્મિક કે ભૌતિક
  એ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. સમાધાન કરતા થયા તો
  સુખી નહીં તો માણસાઈ ના દીવા માટે તપ ધરતા રહેવું પડશે.
  શ્રી સુરેશભાઈ ..સુંદર મનન અને અવલોકન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Pingback: અવલોકનહીન – એક અવલોકન! « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: