સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાન હાઈકુ

વિચાર, કામ

નહીં હર્ષ શોકેય.

આતમ દીવો ઝગે.

17 responses to “ધ્યાન હાઈકુ

 1. Pingback: સાવ અવલોકનહીન? « ગદ્યસુર

 2. pragnaju ઓક્ટોબર 6, 2011 પર 7:15 એ એમ (am)

  ધ્યાન હાઈકુ મઠાર્યું છે
  વિચાર, કામ

  નહીં હર્ષ શોકેય.

  આતમ ઝગે.

  ………………………
  થા ને તું દિવો

  છોડી પારકા તેજ

  ઝગે આતમ

 3. dhavalrajgeera ઓક્ટોબર 6, 2011 પર 8:17 એ એમ (am)

  અરે ઓ મુરખ મન.

  શા કાજે તુ માયામા લપટાય છે?

  જાને અવિનાશી પાસ!

  રાજેન્દ્ર ત્રિવેદી
  http://www.bpaindia.org

 4. Sharad Shah ઓક્ટોબર 6, 2011 પર 11:40 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ,
  પ્રેમ.
  જે ભાવો શબ્દસ્વરુપ બન્યા તે સ્થિતિ પણ બને તેવી શુભેચ્છાઓ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

 5. pragnaju ઓક્ટોબર 7, 2011 પર 7:19 એ એમ (am)

  હાઈકુની જેમ આ પણ જાપાનીઝ કાવ્ય શૈલી છે.
  ગુજરાતી સાહિત્ય મા તાન્કા પર ખુબજ ઓછુ સાહિત્ય રચાયેલ છે.
  હાઇકુની જેમ પ્રસિધ્ધ નથી.
  પણ મન થયું તો પ્રયોગાત્મક લખવા મંડો
  તાન્કા મા . ૫-૭-૫-૭-૭ દરેક લીટી માં…………………………………

  From: Suresh Jani
  To: pragna vyas
  Sent: Thursday, October 6, 2011 9:50 AM
  Subject: Fwd: [કાવ્ય સૂર] Comment: “ધ્યાન હાઈકુ”

  કાનપટ્ટી પકડી. ૧૯ થઈ ગયા, એ તો ભૂલી જ ગયો.
  એને તાન્કા કહેવાય?

 6. pragnaju ઓક્ટોબર 8, 2011 પર 7:25 એ એમ (am)

  ઇ મેઈલ
  સરસ વીષય લીધો.

  હાઈકુ એ જાણે ચીત્રલીપી છે !
  ચીત્ર જેવા અક્ષરો આપનારાઓની જ આ શોધ હાઈકુ અને તાન્કા છે.

  બન્નેમાં ખાસ ધ્યાન ખેંચનારું તત્વ કોઈ હોય તો તે એની ચીત્રાત્મકતા છે. હાઈકુ એક મજાનું આકર્ષક ચીત્ર ઉપસાવીને અટકી જાય છે. હાઈકુ કશું બોલતું નથી…એ એક ચીત્ર આપણી સમક્ષ મુકી દે છે. એમાંથી અર્થઘટનો વાચકોએ કરવાનાં.

  – જુ.

 7. B.G.Jhaveri ઓક્ટોબર 8, 2011 પર 11:00 એ એમ (am)

  Saras.
  Ghanu Gamyu.
  Ek kavya yaad aave chhe.
  Aavo fulada madhura re, aapane range ramiye;
  Ek divas anande re bhega rahi nirgamiye.
  I have forgotten the name of the poet.
  And about our tuchaka.
  Panch pagathia chadva,panch pagathia utarava,mandir ma mahadev na darshan karava,…….

  Magne khetae malo nahi
  nagar bhai kalo nahi
  kunwara no saalo nahi……….

  also
  Balgito.
  Bhai to maro nano, paatale besine nahyo; ….ato kevi ajab jevi vaat chhe
  Bhai nu naak nanu ne sunghe ful mazanu……ato…..

 8. B.G.Jhaveri ઓક્ટોબર 8, 2011 પર 11:09 એ એમ (am)

  I am not poet.
  Still on atam divo,i tried.

  Aatam divo
  Bhagavad prakaash
  timir hare.

 9. સુરેશ ઓક્ટોબર 9, 2011 પર 2:34 એ એમ (am)

  બટુક ભાઈનું હાઈકુ , સહેજ મઠારીને …

  આતમદીવો
  ઈશ્વરનો પ્રકાશ
  તિમીર હારે.

 10. સુરેશ ઓક્ટોબર 9, 2011 પર 8:57 એ એમ (am)

  બટુકભાઈએ જાતે સુધાર્યું ….

  આતમ દિવો
  પ્રભુ પ્રેમ પ્રકાશ
  તિમિર હારે

 11. pragnaju ઓક્ટોબર 9, 2011 પર 11:44 એ એમ (am)

  Suresh Jani
  Comment: “ધ્યાન હાઈકુ”
  લો! તાન્કા બનાવ્યું – ગુરુજી!

  વિચાર, કામ
  મદ નહીં જરાય
  નહીં લોભ કે
  હરખ ને શોક ના,
  આતમ દીવો ઝગે.
  …………………………………..
  હાથીને સ્પર્શીને અભિપ્રાય આપતા પેલા આંધળાઓની દષ્ટાંતકથા જેવો પ્રતિભાવ.
  ૫-૭-૫-૭-૭ શ્રુતિઓ એમ એકત્રીસ અક્ષર અને પાંચ લીટીના ટૂંકા કદમાં મૂળે જાપાનીઝ
  કાવ્યપ્રકાર એવું તાન્કા મજાનું અને સશક્ત ચિત્ર પણ ઉપજાવી શકે છે!
  *********************
  અહીં ન દુ:ખ ,
  કે ન કોઇ વેદના,
  ન કોઇ તૃષ્ણા,
  ન કોઈ વેર-ઝેર
  માત્ર સચ્ચિદાનંદ.
  ****************************
  પ્રકૃતિની ગોદમાં પોઢેલો મનખો ક્યારે સચ્ચિદાનંદ પરમાત્માની
  નિશ્રામાં પહોંચી ગઈઈઈ તે ખબર જ ન પડી!
  બે પ્રકારના ગુરુ અંગે યાદ આવી.ગ્રીસનો મહાન ફિલૉસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં મસ્ત રહેનારો માણસ હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો એનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા ઉપર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘરે પહોંચ્યો ત્યારે ડાયોજીનસ સૂકું અનાજ ખાંડી રહ્યો હતો. ડાયોજીનસની દરિદ્ર હાલત જોતાં તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડાયોજીનસે માર્મિક જવાબ આપ્યો : ‘સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી.’

 12. સુરેશ ઓક્ટોબર 24, 2011 પર 8:23 એ એમ (am)

  પ્રજ્ઞાબેનનું પ્રતિ તાન્કા …
  અહીં ન દુ:ખ ,
  કે ન કોઇ વેદના,
  ન કોઇ તૃષ્ણા,
  ન કોઈ વેર-ઝેર
  માત્ર સચ્ચિદાનંદ.
  http://niravrave.wordpress.com/2011/10/22/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8/

 13. સુરેશ ઓક્ટોબર 24, 2011 પર 8:27 એ એમ (am)

  અને લો! શરદભાઈ પણ તાન્કાકાર બન્યા…
  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  લ્યો ત્યારે અજમાવીએ તમારુ તાન્કા.

  “મળે જો મુક્તિ,
  પાંજરે શુક કેરી,
  વિહવળતા.
  નિહાળી ખોલ્યું દ્વાર.
  પાંખો નબળી થઈ.

  ફફડાવીને
  થોડું, પરત ફર્યો.
  આ સ્વતંત્રતા,
  કદાચ મીઠી હશે,
  છે સુરક્ષા બંધન.

  શેષ શુભ.
  ——————–
  આ વાંચતાં શોભિત દેસાઈ યાદ આવી ગયા…

  આકાશ તો મળ્યું પણ , ઊડી નથી શકાતું
  પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે.
  સરવૈયું માંડી બેઠા, તો સત્ય એ મળ્યું છે,
  આ જિંદગી જ ન્હોતી, તો પણ જીવાઈ ગઈ છે.

 14. સુરેશ ઓક્ટોબર 24, 2011 પર 8:31 એ એમ (am)

  અને દિલ્હીમાં બટુક ઝવેરી પણ ફરી જાગી ઉઠ્યા…

  અંતર ઝંખે
  શોધે વસુધા મધ્યે
  પ્રભુ મિલન

  આંખ કમળ
  નિત ચહેકે ખીલે
  પ્રભુ પ્રવેશે

 15. La' Kant ડિસેમ્બર 1, 2011 પર 10:40 પી એમ(pm)

  સુરેશભાઈ જાની,

  જાય હો!

  તમારા ધ્યાન હાઈકુ સંદર્ભે ” કંઇક”

  એક અકેલો
  ભીતરનો ભેરુ
  જાગે જગાડે
  ***
  આંખોને દોરે
  ફૂલે ફૂલે પડાવ
  રસ-મગન
  ***
  તમે તો ઊભા
  મરકતા મધુર
  પ્રગ્ન્યા-તીરે
  ***
  પ્રેમનો ધોધ,
  જાણે સરતાં માથે,
  અમૃત-ટીપાં !
  ***

  સારાને સારું
  મળે, એ તો નિયમ
  છે, નિસર્ગનો
  ***
  ઈચ્છાઓ જેવા
  પતંગિયા રંગીન :
  અને ચંચલ॰
  –LA’KANT “kaink”/ 2-12-11

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: