સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ, ભાગ-૧૧ ; પ્રાણાયમ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

     આજે પ્રાણાયમ પરનો એક સ્વાનુભવ વાચકો સાથે વહેંચવો છે. પ્રાણાયમની શાસ્ત્રીય ચર્ચા કરવાનું આ જણનું ગજું નથી; અને એવો કોઈ ઉત્સાહ કે વૃત્તિ પણ નથી.

      વાત જાણે એમ છે કે, ત્રણ મહિનાથી યોગાસન, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા અને છેલ્લે શબાસનમાં વિપશ્યનાનો ક્રમ જાળવી રાખ્યો છે. આખી પ્રક્રિયા ૪૫ મિનીટથી ધીમે ધીમે વધારતા જઈ હાલ એક કલાક ચાલે છે. બે મહિના બાદ, એનું સરવૈયું બનાવી મૂક્યું હતું. ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.)

     આ પ્રક્રિયામાં પ્રાણાયમ આશરે ૭ થી ૮ મિનીટ માંગી લે છે. ત્રણ તબક્કાના પ્રાણાયમના બધું મળીને ૨૪ રાઉન્ડ અને ભર્ત્સિકા પ્રાણાયમના કુલ ૬૦ રાઉન્ડ થાય છે.

    છેલ્લા એક અઠવાડીયાથી આ બધા પ્રાણાયમ વજ્રાસનમાં બેસીને કરી શકવા જેવી ક્ષમતા આવી છે. એ અગાઉ તો સુખાસનમાં ( સાદી ભાષામાં પલાંઠીમાં ) બેસીને જ આમ કરી શકતો હતો.

     ગઈકાલે અમારા જિમમાં ગયો હતો. સહેજ પણ આરામ લીધા વિના ૧૨ લેપ તરી શકાયું. ખાસ હાંફ કે થાક પણ વર્તાયા ન હતા. થોડીક વધારે જહેમત ઊઠાવી હોત તો, બીજા બે લેપ પણ થઈ જાત.

     આ પહેલાં કદી ચાર લેપથી વધારે તર્યો નથી; અને એ પણ વચ્ચે ત્રણ વખત આરામ લઈને.

       આ શક્ય બન્યું , તે માટે ચોક્કસ રીતે પ્રાણાયમ અને ઊંડા શ્વાસ લેવાની પડેલી ટેવ જ જવાબદાર છે; એમ કહું તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

     આપણે યોગિક ક્રિયાઓ સાથે ધર્મ અને ધાર્મિક માન્યતાઓને બિનજરૂરી રીતે સાંકળી લેતા હોઈએ છીએ. પણ, વિજ્ઞાનની રીતે વિચારીએ તો, શ્વાસ એ આપણા શરીરમાં પ્રવેશતું એક પાયાનું ઈનપુટ (ગુજરાતી?) છે.  એ વધારે સારી રીતે કરી શકીએ; પ્રત્યેક શ્વાસ સાથે વધારે પ્રાણવાયુ ( ઓક્સિજન ) ફેફસાંમાં જાય; તો લોહીના લાલ કણો વધારે શક્તિમાન બને , બને અને બને જ. એમાં કશું નવીન છે ખરું?

આથી ખોરાક માટે સભાન બનવાની સાથે
શ્વાસ માટે પણ જાગૃત બનવું એકદમ તાર્કિક નથી?

ત્રણ તબક્કાના પ્રાણાયમનું નિદર્શન અહીં જુઓ.

ભર્ત્સિકા પ્રાણાયમ વિશે વિગતવાર માહિતી.

12 responses to “અફલાતૂન તબીબ, ભાગ-૧૧ ; પ્રાણાયમ

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓક્ટોબર 8, 2011 પર 5:10 એ એમ (am)

  તમારો અનુભવ જાણી પ્રેરણા મળી છે. અમલમાં મૂકાય ત્યારે સાચું!

 2. dhavalrajgeera ઓક્ટોબર 8, 2011 પર 5:29 એ એમ (am)

  Bhai Suresh,

  Now,You need others to do with you as a group.
  That will change the life of many at senior centers and youth at YMCA.
  Happy to see you getting young by doing Yoga e.g.યોગાસન, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા અને છેલ્લે શબાસનમાં વિપશ્યના…ect..
  ખોરાક માટે સભાન બનવાની સાથે શ્વાસ માટે પણ જાગૃત બનવું…એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

  Rajendra Trivedi, M.D.
  www,yogaeast.net

 3. dhavalrajgeera ઓક્ટોબર 8, 2011 પર 5:48 એ એમ (am)

  Now, Others need to join with you or need instructor.
  We need to publish or provide this results to all Kindergartens, high schools. Colleges and work places and senior centers……
  Health insurance Companies should encourage to join health club by adding this program free and say those who join in such program pay less premium for their health Insurance.
  Rajendra Trivedi, M.D.
  http://www.yogaeast.net

 4. pragnaju ઓક્ટોબર 8, 2011 પર 7:50 એ એમ (am)

  વેચવા કરતા તમારી વહેંચવાની વાત ખૂબ ગમી
  ખૂબ સુંદર પ્રેરણાદાયી પ્રવૃતિ
  આ સાથે યમ નિયમનું શક્ય તેટલું પાલન ઘણું લાભદાયી રહે છે.
  સૌથી વધુ તમારી બાલસહજ દંભવગરની નિખાલસ વાતો વધુ અસરકારક લાગે છે
  આદેશ નથી પણ એક સૂચન તમારી પ્રગતિનો વિડીયો ઊતારી યુ ટ્યુબમા બતાવો તો?
  આ પ્રવૃતિ અંગે એકગીતની પંક્તી યાદ આવે છે
  જો સૌએ પાછાં જાય,
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
  ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
  ભાઇ એકલો ધા ને રે ! –
  તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
  એકલો જાને, એકલો જાને, એકલો જાને રે!

 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ ઓક્ટોબર 8, 2011 પર 7:53 એ એમ (am)

  આદરણીસાહેબશ્રી.

  આપના પ્રાણાયમ વિશેના વિચારો

  જાણીને ખુબજ આનંદ થયો સાહેબ

  કિશોરભાઈ પટેલ

 6. chandravadan ઓક્ટોબર 8, 2011 પર 9:13 એ એમ (am)

  કહો પ્રાણાયમ કે એક્સરસાઈસ, પણ કરો,

  હોય યુવાની કે ઘડપણ, પણ કરો,

  સુરેશ તમે તો ઉમર તમારી લખી,

  તો, સૌ કહશે કે તમે તો કમાલ કરી.

  અરે, વિગતવાર વર્ણન કરી લખનાર જો હોય.

  તો, ડોકટરોને વાંચી, થોડો આનંદ પણ હોય,

  …………ચંદ્રવદન

  સુંદર વર્ણન !

  આ કાર્યક્રમ ચાલુ રહે, એ જ સફળતા.

  અને, એવી સફળતા સાથે મળે તંદુરસ્તી.

  અભિનંદન !
  Sureshbhai,
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar !

 7. kanakraval ઓક્ટોબર 8, 2011 પર 7:12 પી એમ(pm)

  ઘણી સરસ રીતે તમે તમારી યોગચર્યાનો
  અનુભવ દાખવ્યો.
  ગુજરાતીમાં પણ તે બાબત વિસ્ત્રુત સાહિત્ય ઉપલબ્ધ છે.સોએક વર્ષો પહેલાં તે વિષેના સચિત્ર પુસ્તકો આચાર્ય શ્રીનથ્થુરામ શર્માજીએ પ્રસિધ્ધ કર્યાં અને તે આજે પણ તેમના જુનાગઢ પાસે આવેલા બિલ્ખા આશ્રમમાથી મળી શકે છે. અંહી અમેરિકામાં પોકીનોઝમાં પણ સ્વ.સ્વામિ રામ સ્થાપિત Himalayan Institute માં યોગ વિષયક સરસ કાર્યક્રમો યોજાય છે.(http://www.himalayaninstitute.org/) -કનકભાઈ રાવળ

 8. સુરેશ ઓક્ટોબર 10, 2011 પર 12:05 એ એમ (am)

  વિવિધ જાતના પ્રાણાયમ વિશે વિગતવાર માહિતી….

  http://literature.awgp.org/magazine/yugshaktigayatrigujarati/1974/February.39

 9. Pingback: તમારા કેટલા? | હાસ્ય દરબાર

 10. Pingback: આર્ટ ઓફ લિવિન્ગ આશ્રમ – વાસદ « ગદ્યસુર

 11. Pingback: બની આઝાદ – પ્રાણાયમ | ગદ્યસુર

 12. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: