પાર્કિંગમાં ગાડી ઘેરાયેલી પડી છે. બન્ને બાજુએ ગાડીઓની હારની હાર ખડી છે. બહુ સાચવીને, ઈંચ ઈંચ કરીને, ગાડી રીવર્સ ગીયરમાં પાછળ સરકતી જાય છે. જેમ જેમ પાછળનું દૃષ્ય વધારે સ્પષ્ટ થતું જાય છે; તેમ તેમ ગાડી સરકતી અને વળતી જાય છે. અથડામણ બિલકુલ ટાળવાની છે; કોઈ દુર્ઘટના હરગિજ ન થવી જોઈએ.
અને લો! હવે એ સાણસા વ્યૂહમાંથી ગાડી સાંગોપાંગ, અણીશુદ્ધ બહાર આવી ગઈ. હવે આગળ, પાછળ, ડાબી, જમણી બાજુનું ચિત્ર બરાબર સાફ દેખાય છે. કોઈ અંતરાય કે મૂંઝવણ હવે નથી. હવે ગાડી પૂરપાટ આગળ ધપશે.
…
અરેરે! જીવનમાં પાછા પડવાની વેળા આવી પડે; ત્યારે આમ જ બનતું હોત તો? પણ ના! ત્યાં તો શતમુખ વિનિપાત જ કેમ થતો હોય છે?
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥६२॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥६३॥
ગીતાવાક્યોની એક સરસ વેબ સાઈટ
ગાડી ચલાવવામાં અને જીવન ગુજારવામાં ઘણો ફરક છે. ગાડી ચલાવતી વખતે આપણે પૂર્ણ રીતે વર્તમાન પરિસ્થિતિનો તાગ કાઢતા રહીએ છીએ. આપણે પૂર્ણ રીતે સભાન હોઈએ છીએ. સેકન્ડના નાનકડા ભાગમાં પણ ગાડી ક્યાં, કેટલી વાળવાની છે; કે કેટલી ઝડપની જરૂર છે; અથવા કેટલી બ્રેક લગાડવાની જરૂર છે, તેનો નિર્ણય આપણે તરત લઈ શકીએ છીએ.
અને જીવનમાં? જેના વિશે કશું કરી શકાય તેમ નથી એવા ભૂતકાળ પર, અથવા જેની કશી જાણ થઈ શકે તેમ હોતું નથી, તેવા ભવિષ્ય પર જ આપણું સમગ્ર ધ્યાન સતત કેન્દ્રિત હોય છે. આપણે વર્તમાન તરફ સાવ બેભાન હોઈએ છીએ. કાં તો બહુ ઉતાવળિયા, ખોટા નિર્ણયો લેતા હોઈએ છીએ, અથવા બહુ ગણતરીઓ ગણ્યે રાખતાં મોખરાની પળ ચૂકી જતા હોઈએ છીએ.
આપણે ગાડી ચલાવવાની કળામાં
નિપૂણ છીએ;
પણ
જીવન જીવવાની કળામાં
સાવ ભોટ જ.
Like this:
Like Loading...
Related
ખુબ સરસ વાત ..! પણ એક વાત એ પણ છે કે ગાડીનો સમગ્ર કંટ્રોલ માત્ર એક જ હાથમાં હોય છે, જયારે જીવન રથ પતિ અને પત્ની બે એ સાથે મળીને હંકારવો પડે છે … તેથી પરિસ્થિતિ મુલવવાની દ્રષ્ટી એક સરખી કેળવી રહી …
ચન્દ્રકાન્ત શાહની રીઅરવ્યુ મીરર કવિતા યાદ આવી ગઈ. જીવનની ગાડી ચલાવતા શીખ્યા વગર જ ડ્રાઈવરની સીટ પર બેસી ગયેલા આપણે એટલે જ તો એકબીજા સાથે અથડાયા કરીએ છીએ. સરસ અવલોકન!
“આપણે ગાડી ચલાવવાની કળામાં
નિપૂણ છીએ;
પણ
જીવન જીવવાની કળામાં
સાવ ભોટ જ.”
હે વત્સ ,
કાર રીવર્સમાં લેતી વખતે બ્લાઈંડ સ્પોટ જોવા ૧૮૦ દ્રુષ્ટિવાળો અરીસો લઈ આવો
સફળ જીવન જીવવા માટે આઠ જડીબુટ્ટીઓ જરૂરી છે,
૧દિવસની શરૂઆત વહેલા ઉઠવાથી કરો. ૐ
૨ દિવસનો અડધો કલાક કેવો વીતે છે, તે મહત્વનું છે, માટે પ્રથમ અડધો કલાક સકારાત્મક રીતે વીતવો જોઇએ. ૐ
૩ તમે તમારી પોતાની સાથે રહો, ૐ
૪ જીવનમાં આવી પડેલી પરિસ્થિતિ માટે ચિંતા નહીં પરંતુ ચિંતન કરો. ૐ
૫ પ્રભુ સાથે તાદાત્મ્ય કેળવો, ૐ
૬ ભોજન માટે પૂરતો સમય ફાળવો, ૐ
૭ દરરોજ અડધો કલાક હળવી કસરત કરો, ૐ
૮ દરરોજ સત્સંગ કરો તેનાથી માનસિક શાંતિ મળશે, ૐ
રીયર વ્યુ મિરર શું … ચન્દ્રકાન્ત શાહનું આખું બ્લ્યુ જિન્સ આ રહ્યું…
Click to access bluejeans.pdf
આ જ વિષય પર એક જૂનું અવલોકન યાદ આવી ગયું ….
https://gadyasoor.wordpress.com/2008/06/25/water_sink/
ગાડી ખરી ને દોડાવનારા પણ ખરા , પણ સંજોગોના શિકાર થઈ જ જવાય.
ચેતતા ખરા ,ટ્રાફિકના નિયમો પણ ખરા પણ ….જીવનની નાવના ડોલે,
પ્રભુ તારે હવાલે.
આ અવલોકન ‘ઉપનીષદ’ જેવું લાગ્યું…મજાની વાત સ્ફુરે છે…
રમેશ પટેલ(આકાશદીપ)
તમે એક વસ્તુની નોંધ લીધી છે . ગાડી ( મોટર) મા આગળ જોવાનો કાચ મોટો હોય છે જ્યારે પછળ જોવાનો કાચ સાવ નાનો !
જીવનમા પણ ભવીષ્યને ખુબ ઝીણવટ થી જુઓ.બને તો ભુતકાળને પર બહુ નજર ન કરો, જો બીત ગયી સો બીત ગયી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પી/પ ને કહેવાનુ કે શહબુદ્દિનભાઇ કે છે તેમ તકલીફ ત્યારે થાય છે જ્યારેરે એક પૈડુ ટ્રેક્ટરનુ ને એક બાબા ગાડીનુ હોય છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ManMohan simg to Driver – GaDi jara achee tarahar se chalav.
Driver – PM saab ye car chalani he, ,sarkar nahi,.isme dimag ki jarurat padati he. !