સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – નેવું વરસના જુવાન

     આ બ્લોગ પર સ્વસ્થ રહેવાની, જીવન ભર બાળક રહેવાની, આજની ઘડીને રળિયામણી બનવાની…  એવી ઘણી બધી વાતો કરી; ઘણાં અવલોકનો કર્યાં.
     પણ આ બધું અમલમાં મૂક્યું હોય, એવો એક જણ ભેટાઈ ગયો. ખરેખર જિંદાદિલ જણ.
     આભાર ! શ્રી. કનક રાવળનો કે, એમનો પરિચય કરાવ્યો. અને એ કલ્યાણ મિત્ર પણ જિંદાદિલ બુઝુર્ગ જુવાન જ છે ને! એમનો પરિચ વળી ફરી કો’કવાર….
     કોણ છે તે જીવન જીવવાની કળા જાણતો જીવડો?
આ રહ્યો….
૯૦ વરસે પણ
જુવાનને શરમાવે એવો,
ખખડધજ્જ
હિમ્મતનો ભંડાર 
હિમ્મતલાલ જોશી  
——
જન્મ તારીખ
૫, એપ્રિલ, ૧૯૨૧ 

પોપટની હારે

અને જરા ચેતીને નજીક આવજો !

ચેતીને ચાલજો!

હવે તેમનો પરિચય. તેમના જ શબ્દોમાં …

       મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપા  કુટુંબ કલેશ થી કંટાળી ગરેજ (ઘેડ)ગામથી દેશીન્ગા બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવ્યા.  દરબારે  કાનજી બાપાનો કદાવર બાંધો અને કરડો ચહેરો જોઈ, પોતાના અંગરક્ષાક તરીકે રાખ્યા   દરબારે કાનજી બાપાને એક ઘોડી અને એક તલવાર આપી.  એક વખત સંધી  ચોરની ટોળકી  ઘોડી ચોરવા આવી. કાનજી બાપાએ  એક ચોરને તલવારના  એક જ ઝાટકે  મારી નાખ્યો
       આ બહાદુરી બદલ દરબારે જમીન ભેટ આપી.  આ કાનજી બાપના બીજા નંબરના દીકરા પ્રેમજી બાપાના બીજા નંબરના દીકરા જટાશંકર ઉર્ફે જેઠાનો પહેલા નંબરનો દીકરો એ આ તમારા  હિંમતબાપા (અતાઈ)
      જેઠા બાપા દેશીન્ગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા.  હું દેસીગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેસીગથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછી મને બીલખા  શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો હતો. આ સાધુ પાસેથી  હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો.  અહી મેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીઓથી મરણ તોલ માર્યો હતો. જો મને  મારતા અટકાવવામાં ન આવ્યો હોત, તો  એ માણસ મરી જાત  પછી જ હું અટકત. આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.
      આ દિવસે  વાઈસરોય લીનલીથગો  સાસણ  સિંહ નાં શિકાર માટે આવ્યા હતા. આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો – ધોયેલા મૂળા જેવો! આ પછી મેં  ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો કર્યો;  પણ એમાં  જોખમ હોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.
          આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાં ભરતી થઇ ગયો.
जिन्दगी  है मोज में ।
भर्ती होजा फोज मे ।
हाथमें बन्दुक लेके गोली चलाए जा।
     ૧૯૪૫ ની સાલમાં લડાઈ બંધ થઇ.  મારા જેવા અંગ્રેજોના બેવફા  સૈનિકોને જલ્દી છુટા કર્યા પછી, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં દાખલ થયો.
     પછી વહેલો નિવૃત થયો અને મારા નાનાભાઈના તેડાવવાથી  અમેરિકા આવ્યો.  ૬ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. પ્રિન્ટીંગ  પ્રેસમાં કમાયો અને એરિઝોનામાં  પોતાની કમાણીથી  રોકડા પૈસાથી ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખો લખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ જેવા મિત્રો મળ્યા.  શ્રી સુરેશ જાનીએ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.
      ચાર વર્ષ પહેલાં,  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી મને  મારી પોત્રી કરતા અધિક વહાલી લિયા લાગતી મારી ગોરી મિત્ર લિયા (Leah) એ મારી ઉદાસીનતા દુર કરી.

क्रूज़ के टेबल पे मुजको मिली ‘लिया’

बीबी गुजर जानेका जो गम था, भुला दिया ।

      અમદાવાદમાં  હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે.  એનું કારણ એ કે,  હું  કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું. એક વખત હું મારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડેલો છું .  એની વાત તમારી જાણ ખાતર લખવાનું મન થાય છે. સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એનો ચીફ એન્જી. બી. કુમાર હતો. તે નવરંગપુરા દિલખુશ સોસાયટીમાં એની ઘરવાળી અને કાકા સાથે રહેતો હતો  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા  આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલા નજીક જાય!  પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાં આવ્યો. હું ગયો  એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,
“साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”
     મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –
” નાગબાપા!  આ તમે જુઓ છો; એ માંયલો માણસ હું નથી.”
     એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.
    કાકો બોલ્યો કે આને કૈક ઇનામ આપવું જોઈએ.  બી.કુમારે  મને વીસ  રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ લેવાનો કાયદો નથી. તમે મને મારા ખાતા મારફત  આપો.

     પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો;  અને બાપુ! હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ  છપાણી.

—————————-

અને એમને આ ઉમ્મરે સ્ટેજ પર ગાતા,  લહેરાતાય જોઈ લો …

તેમની રચનાઓ ‘ હાસ્ય દરબાર’ પર , તેમના બીજા પોઝ સાથે આ રહી…     

૯૦ વરસેય ક્રૂઝ્ની મજા માણી શકે; ફણીધર નાગને ખુલ્લા હાથે પકડી શકે, અને પૌત્રી જેવડી કન્યાને વ્હાલો લાગે એવો આ જીવડો આ બાળકને ગમી ગયો છે.

૬૨ વરસે બાળક થવાની અભિલાષા વ્યકત કરી હતી.

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

આખી કવિતા અહીં …

હવે આ ૯૦ વરસના બાળકની સરખામણીમાં આ જણ તો બાળોતિયામાં જ ગણાય ને !! હવે આ ‘બાળક’ની દોસ્તીમાં સેન્ચ્યુરી પૂરી કરવાના અભરખા જાગ્યા છે.

પણ એ પહેલાં ……

૨૦૨૧ માં અહીં
એમને શતાયુ ની પદવી
આપવાનું ગમશે!

વાચકો જોગ…

     જેમને આ હિમ્મતબાપા આવા તરોતાજા શી રીતે રહી શક્યા છે; તે જાણવાની ઉત્કંઠા હોય અને એવા રહેવાની અભિપ્સા હોય તેમને ઈજન છે – મન ભરીને બાપાને સવાલો પૂછવાનું.

    બાપા દિલની વાતો જરૂર ઠાલવશે.

18 responses to “મિત્રો મળ્યા – નેવું વરસના જુવાન

  1. chandravadan નવેમ્બર 8, 2011 પર 9:50 પી એમ(pm)

    હવે તેમનો પરિચય. તેમના જ શબ્દોમાં …

    મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા કુટુંબ કલેશ થી કંટાળી ગરેજ (ઘેડ)ગામથી દેશીન્ગા બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવ્યા. દરબારે કાનજી બાપાનો કદાવર બાંધો અને કરડો ચહેરો જોઈ, પોતાના અંગરક્ષાક તરીકે રાખ્યા દરબારે કાનજી બાપાને એક ઘોડી અને એક તલવાર આપી. એક વખત સંધી ચોરની ટોળકી ઘોડી ચોરવા આવી. કાનજી બાપાએ એક ચોરને તલવારના એક જ ઝાટકે મારી નાખ્યો

    આ બહાદુરી બદલ દરબારે જમીન ભેટ આપી. આ કાનજી બાપના બીજા નંબરના દીકરા પ્રેમજી બાપાના બીજા નંબરના દીકરા જટાશંકર ઉર્ફે જેઠાનો પહેલા નંબરનો દીકરો એ આ તમારા હિંમતબાપા (અતાઈ)…
    Wah Bhai Wah !
    KamalNa Chhe Aa Bapaa.
    90 Years & going Strong & Young !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo..Inviting all to Chandrapukar !

  2. Deejay Thakore નવેમ્બર 9, 2011 પર 1:21 એ એમ (am)

    I would like to have the complete address and phone No.Shri,Sureshbhai,Kindly email me.At present I am in India but coming back very soon.Thanks.

  3. સુરેશ નવેમ્બર 9, 2011 પર 8:52 એ એમ (am)

    હિ.જો. લખે છે…
    ghani khmma suresh jani ne je 90 vars na juvan ne jadi butti khav davi ne vadhu juvan karvaa maage chhe have to aa 90 varshiy juvan jamdevtaa ne dhakko marine paachho kadhe em chhe vaidy suresh janini jadi butti bah shakti shaali chhe .
    ——-
    અરે બાપા! અમારે તમારી જડી બુટ્ટીની જરૂર છે !

  4. અશોક મોઢવાડીયા નવેમ્બર 10, 2011 પર 2:51 એ એમ (am)

    રંગ છે જવાન રંગ છે ! આ મર્દાનગી હવે ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. ગમે તેમ તોય ઘેડનું પાણી ! આ ધોળા બાસ્તા જેવા કપડાની ચોરણી, આંગળી અને માથે કાઢીયાવાડી પાઘડી, આ વાવડામાં ફરફરતા, રૂપાનાં તાર જેવા દાઢીમુછનાં કાતરા અને હાથે બળુકી બંધૂક. મારા વાલા આપણાં મલકને ઊજળો કરી દેખાડ્યો. ઘણી ખમ્મા. આતા અમારા રામરામ સ્વિકારજો. એ…રામ..રામ.

    (આતા=વડિલ, માનનિય, દાદા) (વાવડો=પવન, વાયુ)

  5. પરાર્થે સમર્પણ નવેમ્બર 11, 2011 પર 6:15 પી એમ(pm)

    આદરણીય વડીલ મુરબ્બી હિમતલાલ જોશી બાપા (દાદા)ને શત શતા વંદન અને નમસ્કાર.

    ઘેડનું ઘડતર ,જીન્દાદીલીનું જીવતર, નિર્ભયતાનું બખ્તર અને ખેલદિલીનનાં જેવું ખડતર આયખું

    લઇ નેવું વર્ષે પણ અમ જેવા બાળકોના પથ દર્શક બની શકે એવા દાદાનો પરિચય આપી ઓળખાણ

    કરાવવા બદલ આદરણીય સુરેશ કાકાનો ખુબ આભાર…વંદન..

  6. dhavalrajgeera નવેમ્બર 12, 2011 પર 1:43 પી એમ(pm)

    Ataai -AKA Himatlal Joshi Is a Member of Hasyadarbar the youngest for us but we have a long way to reach his age.
    Read his article in Hasyadarbar….
    http://dhavalrajgeera.wordpress.com/2011/11/12/musabha/

    Rajendra Trivedi,M.D.
    Editor
    Hasyadarbar

  7. Rameshchandra Patel નવેમ્બર 12, 2011 પર 7:33 પી એમ(pm)

    એ જમાનો તેના લોક અને ખુમારી એ અમને આછી પાતળી ભાળવા મળેલ
    અને વાર્તાઓ રૂપે મનભરીને વડીલોએ સંભળાવેલ. મારો ઉછેર મુખી કૂટુમ્બમાં
    થયેલ અને બે નાળી અસલ ઈંગ્લીશ બંદૂક અને પાણીદાર ઘોડા પર સવારી
    કરવાનો લ્હાવો મળેલ. આવીજ ખાનદાનીની જીવતી કહાણી ,આદરણીય
    શ્રી હિંમતભાઈની વાંચી મન હરખાઈ ઊઠ્યું. એ ખુમારીને હૃદયથી વંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  8. Pingback: મારી વાત «

  9. Pingback: આતાવાણી « ગદ્યસુર

  10. Pingback: ‘આતા’ ની ધરપકડ ? | હાસ્ય દરબાર

  11. Pingback: ‘આતા’ ની ધરપકડ ? «

  12. Laxmikant Thakkar સપ્ટેમ્બર 3, 2012 પર 9:17 એ એમ (am)

    ” રેકગ્નીશન ! “એક માણસમાં ઉત્સાહ ભરી દેતી વાત…! આમેય લગભગ અપણને બધ્ધાને “પોતા વિષે ” કંઈક’ કહેવું છે!!! ” ભલે વાત આપણે બીજાની કરીએ પણ….. મે અમુક-તમુક કંઈક વિરલ કર્યું છે..હું કંઈક ખાસ વિશેષ કરી શકું છું ,,,નવતર દૃષ્ટિ મારામાં છે…અન્ય કરતાં ચડિયાતો છું એવા ભાવ સેવવા ગમે છે… અને આવી ચાહ-ઈચ્છા કોઈ રીતે ખોટી કે અયોગ્ય ન જ ગણાય !!! પોતાના વિષે વામણો -નીચો ,ઓછો અભિપ્રય શામાટે ધારાવવો ?
    અન્ય લોકો એમાંથી ” પ્રેરણા ચોક્કસ લઇ શકે… ભાઈ શ્રી સુરેશ જાની જે કંઈ કરે છે તે ‘યુનિક’ જ ગણાય…. વૈવિધ્ય માટે સો સલ્લમ!!!

    -લા’કાન્ત / ૩-૯-૧૨

  13. Pingback: (216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ . | વિનોદ વિ

  14. Pingback: (216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ . | વિનોદ વિ

  15. Pingback: (216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ . | વિનોદ વિ

  16. Pingback: હિમ્મતલાલ જોશી (આતાઈ), Himmatal Joshi ( Aataai) | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: આતા હવે નથી | આતાવાણી

  18. Pingback: (216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ . | વિનોદ વિ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: