સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રશ્નપેટી – એક અવલોકન

     માદરે વતન અમદાવાદમાં રહેતી, મમ્મીને યાદ કરતાં કરતાં, મમીની પાડોશમાં, નાઈલના કાંઠે રહેતા, સંવેદનશીલ, નેટ-વેપારી, મુર્તુઝા પટેલના બલોગ પરથી પ્રશ્નપેટીઓ  મળી. (દીકરો ગણું છું એટલે એના નામની આગળ શ્રી. કે, જનાબનું છોગું લગાવું તો એને અપમાન લાગે!)

     અને પછી તો એ મનગમતા કોયડાઓની શોધ યુ ટયુબ પર કરતાં ઢગલાબંધ પેટીઓ જડી ગઈ.

     લ્યો જોઈ લો.. ઢગલાબંધ પ્રશ્નપેટીઓ ..

     હવે આવું બધું સંઘરવાનો શોખ હોવાના કારણે, થોડુંક મનમાં થયું કે, મારી પાસે આવી પેટ્યું હોય તો? એકમાત્ર પેટી જેવું કશુંક રૂબિક ક્યુબનું બોકસ છે. ( જે કદી મારાથી ઉકેલાઈ શક્યું નથી!) આવા વિડીયો મળી છે, તો ય !

    ભલેને ન ઉકેલાય; અવલોકનાય તો ખરું ને?!

————————

     આવી પ્રશ્ન પેટીઓ સંઘરવી,ઉકેલવી સારી લાગે છે.

     પણ જનમથી જે માથે પડી છે – એ જીવનપેટી ઉકેલાઈ છે ખરી? કદી ઉકેલાશે? જન્મ્યા ત્યારથી ગલઢા થયા અને છેલ્લા શ્વાસ લગણ પ્રશ્નો જ પ્રશ્નો. એક ઉકેલાયો પણ ન હોય, ત્યાં બીજા તૈયાર જ ઊભા જ હોય. નિરાંતનો શ્વાસ ચપટીક ખાધો, ના ખાધો અને એ ભૂતાવળ હાજરા હજૂર- બાબરા ભૂતની કની!

     મુઈ એ પેટી! એને માળિયે, ગરાજમાં કે બેકયાર્ડના બાર્નમાં મેલી શકાતી હોય તો?

     લો! મેલી દીધી. એનો ઉકેલ શોધવો જ નથી. ચાવી મળશે ત્યારે જોયું જશે. અત્યારની ઘડી એ શોધવામાં બગાડી આ ઘડીનો આનંદ શેં ગુમાવવો?

Comments are closed.

%d bloggers like this: