કોમેન્ટો બંધ કર્યાં છતાં, જે મિત્રો મારા અહંકાર સામેના જંગમાં સાથ, સહકાર- સૂચન, માર્ગદર્શન આપી રહ્યા છે; તેમનાં અમૂલ્ય વચનો ખાલી ઈમેલ પૂરતા મર્યાદિત રાખું તો કદાચ તે સ્વાર્થીવૃત્તિ બની જાય. આ ભાવ આજે ઊઠ્યો – અને એમ નક્કી કર્યું કે, આવા પ્રતિભાવને નવા વિચાર દોહન તરીકે રજુ કરવો.
આ લેખ વડે આ એક નવી પ્રણાલિકા શરૂ કરી છે – કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહના વિચાર – ‘કચરાપેટી’ અંગે…..અને અહીં કોમેન્ટો આવકાર્ય છે !
————————
સંદર્ભ અવલોકન – ‘કચરાપેટી’
પ્રિય સુરેશભાઈ;
તમે ચાંદીની, સોનાની કે પ્લેટીનમની કચરાપેટી જોઈ છે? કદાચ નહી જોઈ હોય. વળી આવી કચરાપેટી ઉપર રત્નો અને હીરા જડ્યા હોય એવી બહુમૂલ્ય હોય તો આપણે તેમાં કચરો નાંખનારને મૂર્ખ કે ગમાર કહીશું.કરોડો રુપિયાની કચરાપેટીમાં ગંદકી કેમ નખાય? આવો પ્રશ્ન અને ખચકાટ બધાને ઉઠે તે સ્વાભાવિક છે.
પરંતુ તમને નવાઈ લાગશે કે બ્રહ્માંડમાં એક ગ્રહ એવો છે જ્યાં આ પરંપરા સદીઓથી ચાલે છે.કોઈને તેનો છોછ કે અફસોસ પણ નથી. પાછા ત્યાંના લોકો તેમની જાતને સૌથી બુધ્ધીશાળી માને છે. તમે આ લોકોને શું કહેશો? તમે આ લોકો માટે કોઈ સંદેશ મોકલવા માંગતા હોય તો જણાવશો. હું તે લોકોના પરિચયમાં અને સીધા સંપર્કમાં છું.
શેષ શુભ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
———————
આદરણીય શરદભાઈ,
આ કચરાપેટી એટલે આપણું અદભૂત રચનાવાળું શરીર, અને ખાસ તો એનું સૌથી શ્રેષ્ઠ અંગ, આપણું અજીબોગરીબ મન છે – એમ હું સમજ્યો છું.
Like this:
Like Loading...
Related
Pingback: » ‘કચરાપેટી’- શ્રી. શરદ શાહ » GujaratiLinks.com
પ્રતિભાવ ઘણી બધી દિશાઓનો ઉઘાડ આપે છે. આપના અવલોકનો ખજાના
સમ છે. આપની ઈચ્છા ..ગરબે ઘૂમતિ.
રમેશ પટેલ(આકાશદીપ)